કેન્દ્ર સરકારે ન માની Collegiumની ભલામણ, જજ સહિત મોકલેલા ગે વકીલ સહિત 20 નામ પાછા મોકલ્યા

Supreme court Kiran rijiju colligium system: સરકારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમને હાઇકોર્ટના ન્યાયાધીશોની નિયુક્તિ સાથે જોડાયેલી 20 ફાઇલો ફરીથી વિચાર કરવા માટે કહ્યું છે. જેમાં એડવોકેટ સૌરભ કૃપાલની નિયુક્તિ પણ સામેલ છે.

Supreme court Kiran rijiju colligium system: સરકારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમને હાઇકોર્ટના ન્યાયાધીશોની નિયુક્તિ સાથે જોડાયેલી 20 ફાઇલો ફરીથી વિચાર કરવા માટે કહ્યું છે. જેમાં એડવોકેટ સૌરભ કૃપાલની નિયુક્તિ પણ સામેલ છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update

કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજુ

Supreme Court Collegium : સરકારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમને હાઇકોર્ટના ન્યાયાધીશોની નિયુક્તિ સાથે જોડાયેલી 20 ફાઇલો ફરીથી વિચાર કરવા માટે કહ્યું છે. જેમાં એડવોકેટ સૌરભ કૃપાલની નિયુક્તિ પણ સામેલ છે. જેમણે પોતાના સમલૈગિંક હોવાની વાત જાહેરમાં કરી હતી.

Advertisment

સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના જજોની નિયુક્તિની પ્રક્રિયાના જાણકાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકારે 25 નવેમ્બરે કોલેજિયમને ફાઇલ પરત મોકલતા અનુશંસિત નામો અંગે પણ ભારે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે 20 નામોમાંથી 11 નવા નામ હતા અને નવ નામ મુખ્ય અદાલતના કોલેજિયમ દ્વારા પુનરાવર્તિત કરવામાં આવ્યા હતા.

સુપ્રીમ કોર્ટે જજોની નિયુક્તીની કોલેજિયમ પ્રણાલીને લઇને આપવામાં આવેલા કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજુના નિવેદન પર સોમવારે વાંધો વ્યક્ત કર્યો હતો. છેલ્લા કાયદા મંત્રી કિરણ રિજિજુએ કોલેજિયમ સિસ્ટમ પર એક નિવેદન આપ્યું હતું. સુપ્રમી કોર્ટના જજોની નિયુક્તિની કોલેજિયમ પ્રણાી પર કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજૂની તાજેતરમાં આવેલા નિવેદન ઉપર વાંધો વ્યક્ત કરતા કહ્યું હતું કે આવું ન થવું જોઇએ. આ નિવેદનથી ઉચ્ચ નાયપાલિકામાં નિયુક્તિયોમાં કેન્દ્રના મુદ્દાને લીલી ઝંડી પણ દેખાડી છે.

કાયદા મંત્રીએ શું કહ્યું?

કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજુએ એક સમાચાર ચેનલ સમિટમાં કહ્યું હતું કે ભારતનું બંધારણ દરેક માટે છે, વિશેષ કરીને સરકાર માટે એક ધાર્મિક દસ્તાવે છે. કેન્દ્ર સરકાર પર કોલેજિયમ દ્વારા કરવામાં આવેલી ભલામણ પર બેશવા અંગે આરોપ ન લગાવી શકાય. ન્યાયાધીશોના એકમ પણ સરકાર પાસેથી એ આશા ન રાખી શકે કે તેમના દ્વારા મોકલેલી તમામ ભલામણો ઉપર સરકાર હસ્તાક્ષર કરે.

Advertisment

આ પણ વાંચોઃ-સુકેશ ચંદ્રશેખરનો આરોપ, મનિષ સિસોદિયાના નંબરોથી આપવામાં આવી રહી છે પરિવારને ધમકી

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી સારી પ્રણાલીમાં બદલાય ત્યાં સધી સરકાર કોલેજિયમ પ્રમાણીનું સન્માન કરશે. પરંતુ ત્યાં સુધી સરકાર કોલેજિયમની ભલામણો પર કાર્યવાહી કરતા પહેલા પોતાનું યોગ્ય પરિશ્રમ કરશે.

કોર્ટે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે કહ્યું કે જમીની હકીકય એ છે કે નામોને મંજૂરી આપવામાં આવતી નથી. સિસ્ટમ કેવી રીતે કામ કરશે? કેટલાક નામો છેલ્લા દોઢ વર્ષથી પડતર છે. કોર્ટે એ પણ કહ્યું કે એવું ન થઈ શકે કે તમે નામોને રોકી શકો. આ આખી પ્રણાલીને નિરાશ કરે છે. ક્યારેક ક્યારેક તમે નિયુક્તિ કરો છો તો યાદીમાંથી કેટલાક નામો ઉઠાવો છો અને બીજાને સ્પષ્ટ નથી કરતા. તમે જે કરો છો તે પ્રભાવી રૂપથી વરિષ્ઠાને બાધિત કરે છે.

આ પણ વાંચોઃ-જનમ-મરણના આંકડાથી NPRને અપડેટ કરવા સરકાર શિયાળુ સત્રમાં ખરડો લાવશે

સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, અનેક ભલામણો ચાર મહિનાથી પેન્ડિંગ છે અને સમયસીમા પાર કરી ચૂકી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સમયસીમાનું પાલન કરવાનું રહેશે. મુખ્ય અદાલતે કેન્દ્રને આ મુદ્દાને હળ કરવા માટે અનુરોધ કરતા ઉલ્લેખ કર્યો છે કે જે વકિલના નામની ભલામણ કરવામાં આવી છે તેમનું મોત થઈ ગયું છે. જ્યારે બીજાએ સમહતિ પરત લઈ લીધી છે.

સુપ્રીમ કોર્ટ દેશ