scorecardresearch

કેરળમાં ડબલ ડેકર બોટ પલટી, 22 લોકોના મોત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, ₹2 લાખની સહાયની જાહેરાત

Kerala Boat capsized : તનુર ખાતે રવિવારે રાત્રે એક ડબલ ડેકર પ્રવાસી બોટ પલટી જતાં બાળકો સહિત ઓછામાં ઓછા 22 લોકો ડૂબી ગયા હતા.

Boat capsized, Kerala Boat capsized, Kerala news Indian Express, Boat accident, accident news, Gujarati news, અકસ્માતના સમાચાર, બોટ પલટી મારી, કેરળના સમાચાર
કેરળમાં હોડી ડૂબી, photo credit @twitter

કેરળના મલપ્પુરમ જિલ્લાના દરિયાકાંઠાના શહેર તનુર ખાતે રવિવારે રાત્રે એક ડબલ ડેકર પ્રવાસી બોટ પલટી જતાં બાળકો સહિત ઓછામાં ઓછા 22 લોકો ડૂબી ગયા હતા. બચી ગયેલા લોકોએ આરોપ લગાવ્યો હતો કે બોટ ખીચોખીચ ભરેલી હતી અને મોટાભાગના મુસાફરો પાસે સેફ્ટી લાઈફ જેકેટ્સ નહોતા.

અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટના સાંજે લગભગ 7.30 વાગ્યે તનુર પાસે થૂવલ થીરામ ઓટ્ટુપુરમ બીચ પર બની હતી.સ્થાનિક સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર ખાનગી ઉદ્યોગસાહસિક દ્વારા સંચાલિત બોટને સાંજ પછી પાણીમાં પ્રવેશવાની પરવાનગી ન હતી, પરંતુ રવિવારની સાંજે મુલાકાતીઓનો ભારે ધસારો હોવાથી સંચાલકોએ સેવા ચાલુ રાખી હતી.

દિવસની છેલ્લી સફર કરતી વખતે બોટ પલટી ગઈ ત્યારે લગભગ 35-40 મુસાફરો હતા. રાજ્ય સરકારે પીડિતો માટે સોમવારે સત્તાવાર શોક જાહેર કર્યો હતો. અને તે દિવસ માટેના તમામ સત્તાવાર કાર્યો રદ કર્યા. મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન સોમવારે સવારે તનુર પહોંચશે, એમ તેમના કાર્યાલય તરફથી સત્તાવાર સંદેશાવ્યવહારમાં જણાવાયું હતું.

બચાવી લેવામાં આવેલા મુસાફરોમાંના એક રફીકે પત્રકારોને જણાવ્યું હતું કે આ ઘટના બીચથી લગભગ 400 મીટર દૂર બની હતી. પૂરપુઝા નદીના નદીના કિનારે બોટ પલટી ગઈ હતી. તેમાં મુસાફરો માટે સલામતી જેકેટ્સ ન હતા. તેમણે ઉમેર્યું હતું કે નજીકમાં કોઈ બોટ ન હોવાથી બચાવમાં વિલંબ થયો હતો.

આ પણ વાંચોઃ- એક કે બે નહીં, પૂરા 11 સીએમ દાવેદારો! કર્ણાટકમાં ભાજપ-કોંગ્રેસ માટે આસાન નહીં રહે આ નિર્ણય

જ્યારે બોટ પલટી જતાં તેના ઉપરના ડેકમાં રહેલા મુસાફરો બચવામાં સફળ થયા હતા, જ્યારે તેના દરવાજા બંધ હોવાથી નીચલા ડેકમાં રહેલા મુસાફરો અંદર ફસાઈ ગયા હતા. શરૂઆતમાં સ્થાનિક લોકો અને માછીમારો બચાવ કામગીરીમાં રોકાયેલા હતા. જે બાદમાં પોલીસ, આરોગ્ય અને અગ્નિશમન અને બચાવ વિભાગોની મદદથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથધર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, બે લાખની સહાયની જાહેરાત

મલપ્પુરમમાં થયેલી દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેરળ નાવ દુર્ઘટનામાં લોકોના મોતથી દુઃખી છે. શોક સંતપ્ત પરિવારો પ્રતિ સંવેદના છે. PMNRFથી બે લાખ રૂપિયા પ્રત્યેક મૃતકોના પરિવારજનોને આપવાની જાહેરાત કરી હતી. મલપ્પુરમની ઘટના પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને પોતાની સંવદેના વ્યક્ત કરી હતી.

આ પણ વાંચોઃ- અશોક ગેહલોતની ચોંકાવનારી કબૂલાત, કહ્યું- વસુંધરા રાજેએ 2020માં મારી સરકાર બચાવવામાં મદદ કરી હતી

લાઇટના અભાવે અને ઘટનાસ્થળે જવાના સાંકડા રસ્તાઓને કારણે બચાવ કામગીરીમાં અવરોધ ઊભો થયો હતો અને બચાવ કરાયેલા લોકોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં વિલંબ થયો હતો. મોડી રાત્રે ત્રિશૂરથી એનડીઆરએફની એક ટીમ બચાવ કામગીરી માટે મલપ્પુરમ ગઈ હતી.

ઘટનાસ્થળે પહોંચેલા IUML ધારાસભ્ય કે પી એ મજીદે જણાવ્યું હતું કે તેઓએ અધિકારીઓને સલામતીના પગલાંના અભાવ અંગે ફરિયાદ કરી હતી. દરિયાકાંઠે મુખ્યત્વે માછીમારીના જહાજો છે. તાજેતરમાં જ અહીં પ્રવાસી બોટ સેવા શરૂ કરવામાં આવી હતી. અધિકારીઓએ મુસાફરોની સુરક્ષાની ખાતરી કર્યા વિના બોટ સેવાને મંજૂરી આપી હતી.

મોડી રાત્રે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું, “કેરળના મલપ્પુરમમાં બોટ દુર્ઘટનાને કારણે થયેલા જાનહાનિથી દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. દરેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી 2 લાખ રૂપિયાની એક્સ ગ્રેશિયા આપવામાં આવશે.”

તેમણે કહ્યું કે મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને તેમના ટ્વિટમાં જણાવ્યું હતું કે, “તનુર બોટ દુર્ઘટનામાં થયેલા દુ:ખદ જીવ ગુમાવવાથી ખૂબ જ દુઃખી છું. કેબિનેટ મંત્રીઓ દ્વારા દેખરેખ રાખતા બચાવ કામગીરીનું અસરકારક રીતે સંકલન કરવા જિલ્લા વહીવટીતંત્રને નિર્દેશ આપ્યો છે, ”

Disclaimer : આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

Web Title: Double decker boat capsizes in kerala prime minister narendra modi expressed grief

Best of Express