Live

Himachal Pradesh Election Result 2022 Live Updates : હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામ, હિમાચલમાં જીત માટે રાહુલ ગાંધીએ જનતાનો માન્યો આભાર

Himachal Pradesh Assembly Election Result 2022 Live Updates: આ પહાડી રાજ્યમાં અત્યાર સુધીનો ટ્રેન્ડ રહ્યો છે કે દરેક ચૂંટણીમાં સરકાર બદલાય છે. એટલે કે સત્તાધારી પાર્ટીને હારનો સામનો કરવો પડે છે

Written by Ashish Goyal
Updated : December 08, 2022 20:38 IST
Himachal Pradesh Election Result 2022 Live Updates : હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામ, હિમાચલમાં જીત માટે રાહુલ ગાંધીએ જનતાનો માન્યો આભાર
હિમાચલમાં જીત બાદ કોંગ્રસ કાર્યકર્તાઓમાં ઉજવણી

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે 68માંથી 40 સીટો પર જીત મેળવી છે. ભાજપે 25 સીટ પર જીત મેળવી છે. અન્યને 3 સીટો મળી છે. આમ આદમી પાર્ટીને એકપણ સીટ મળી નથી. હિમાચલ પ્રદેશમાં વલણ રહ્યું છે કે સત્તાધારી પાર્ટીને પરાજયનો સામનો કરવો પડે છે. 

હિમાચલ પ્રદેશમા પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પત્ની અને હિમાચલ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ પ્રતિમા સિંહે કહ્યું કે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની જીત નક્કી છે પણ મુખ્યમંત્રી માટેનો નિર્ણય હાઇકમાન્ડ કરશે. હિમાચલ પ્રદેશના જીતેલા ધારાસભ્યોને હોટલ લઇ જવામાં આવશે.

હિમાચલ પ્રદેશમાં કોગ્રેસને 40 સીટો

હિમાચલ પ્રદેશમાં બધી જ સીટોના પરિણામ જાહેર થઇ ગયા છે. કોંગ્રેસે 68માંથી 40 સીટો પર જીત મેળવી છે. ભાજપે 25 સીટ પર જીત મેળવી છે. અન્યને 3 સીટો મળી છે

ચૂંટણી 2022 પરિણામ LIVE Updates જાણો

એક્ઝિટ પોલના અંદાજ પ્રમાણે હિમાચલ પ્રદેશમાં ભાજપા અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. બીજી તરફ આમ આદમી પાર્ટી ખાતું પણ ખોલાવી શકશે નહીં. મોટા ભાગના એક્ઝિટ પોલમાં ઘણી રસાકસી છે. વિધાનસભાની 68 સીટોમાંથી એક્ઝિટ પોલ ભાજપ અને કોંગ્રેસ બન્નેની 30થી 40 સીટો આપી રહ્યા છે. જે પરથી અંદાજ લગાવી શકાય છે કે મુકાબલો ઘણો જામશે.

ગુજરાત ચૂંટણી પરિણામ LIVE જાણવા ક્લિક કરો

હિમાચલ પ્રદેશમાં વર્તમાનમાં ભાજપની સરકાર છે. ગત વખતના પરિણામ પર નજર કરવામાં આવે તો હિમાચલ પ્રદેશમાં બીજેપીને 68માંથી 44 સીટો પર જીત મેળવી હતી. કોંગ્રેસને 21 સીટો મળી હતી. આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી મુકાબલો ત્રિકોણિયો થયો છે.

Live Updates

Himachal Pradesh Assembly Election Result 2022: હિમાચલની જીત માટે રાહુલ ગાંધીનો જનતાનો હૃદયપૂર્વક આભાર

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની જીત પર પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ હિમાચલ પ્રદેશની જનતાનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસના તમામ કાર્યકરો અને નેતાઓને અભિનંદન પાઠવ્યા હતા. તમારી મહેનત અને સમર્પણ ખરેખર આ જીત માટે શુભેચ્છાઓને પાત્ર છે. હું ફરીથી ખાતરી આપું છું કે જનતાને આપેલા દરેક વચનને વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે.

Himachal Pradesh Assembly Election Result 2022: હિમાચલ પ્રદેશમાં ભાજપે હાર સ્વીકારી જયરામ ઠાકુર રાજીનામું આપશે

ભારતીય જનતા પાર્ટીએ હિમાચલ પ્રદેશમાં પોતાની હાર સ્વીકારી લીધી છે. આ સાથે હવે મુખ્યમંત્રી જયરામ ઠાકુર પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપશે. આ સાથે હિમાચલ પ્રદેશમાં જૂની પરંપરા અકબંધ રહી, ફરી એકવાર સત્તાધારી પક્ષને અહીં ગાદી ગુમાવવી પડી.

હિમાચલમાં અપક્ષોના હાથમાં સત્તાની ચાવી!

હિમાચલ પ્રદેશમાં મુકાબલો રસપ્રદ બની ગયો છે. કોઇપણ પક્ષને બહુમતી મળતી દેખાતી નથી. અત્યાર સુધીના જે ટ્રેન્ડ આવ્યા છે તે મુજબ આ વખતે સત્તાની ચાવી અપક્ષોના હાથમાં જતી જોવા મળી રહી છે.

પહાડ પર ખીલી રહ્યું કમળ

હિમાચલ પ્રદેશમાં ભાજપે કોંગ્રેસને પાછળ છોડી દીધી છે

Lazy Load Placeholder Image

હિમાચલમાં બીજેપી આગળ

હિમાચલની 68માંથી 59 સીટોનો ટ્રેન્ડ આવી ગયો છે. ભાજપ 36 અને કોંગ્રેસ 31 સીટો પર આગળ છે.

હિમાચલમાં ભાજપ 22 કોંગ્રેસ 28 બેઠક

હિમાચલ પ્રદેશમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, ભાજપ 28 અને કોંગ્રેસ 28 બેઠકો પર આગળ

હિમાચલમાં ભાજપ 13 કોંગ્રેસ 13 બેઠક

હિમાચલ પ્રદેશમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, ભાજપ કોંગ્રેસ બંને 13 13 બેઠકો પર આગળ

હિમાચલ ચૂંટણીના પરિણામ અપડેટ્સ

મતગણતરી કેન્દ્રો પર મત ગણતરી માટે સવારે 7.30 વાગ્યે સ્ટ્રોંગ રૂમના તાળા ખોલવામાં આવ્યા હતા. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે.

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો/ટ્રેન્ડ્સ ટૂંક સમયમાં આવવાનું શરૂ થશે

રાજ્યમાં વિધાનસભાની 68 બેઠકો છે. હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીનો ટ્રેન્ડ એવો રહ્યો છે કે કોઈ પણ પક્ષ સતત બે વાર સત્તા મેળવી શક્યો નથી. પરંતુ આ ચૂંટણીમાં માત્ર ભાજપ અને કોંગ્રેસ જ નહીં પરંતુ AAPએ પણ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી.

શું હિમાચલમાં આ રિવાજ ચાલુ રહેશે?

1985થી હિમાચલ પ્રદેશમાં એવી પરંપરા છે કે અહીં દર પાંચ વર્ષે સત્તા પરિવર્તન થાય છે. આ રિવાજના આધારે કોંગ્રેસને આશા છે કે તે વાપસી કરશે. બીજી તરફ ભાજપ રાજ્યમાં ફરી સરકાર બનાવીને નવો રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

આ નેતાઓની સાખ દાવ પર

આ ચૂંટણીમાં હિમાચલ પ્રદેશના રાજકારણના ઘણા દિગ્ગજ નેતાઓની વિશ્વસનીયતા દાવ પર છે. રાજ્યના મુખ્યમંત્રી જયરામ ઠાકુર, પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહ અને ભાજપના પૂર્વ અધ્યક્ષ સતપાલ સિંહ સત્તી મેદાનમાં છે.

હિમાચલ સીએમ જયરામ ઠાકુર અને કોંગ્રેસના ઉમેદવાર ચેતરામ ઠાકુર સામે હતો

બીજેપી નેતા અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર સિરાજ વિધાનસભાથી ચૂંટણી લડ્યા હતા. તેમનો મુકાબલો કોંગ્રેસના ઉમેદવાર ચેતરામ ઠાકુર સામે છે. કોંગ્રેસના નેતા વિક્રમાદિત્ય સિંહે શિમલા ગ્રામીણ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. તેઓ ભાજપના રવિ મહેતા સામે ચૂંટણી લડી રહ્યા છે. જણાવી દઈએ કે વિક્રમાદિત્ય સિંહ પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પુત્ર છે.

ભાજપા પૂર્વ અધ્યક્ષ સતપાલ સિંહ સતી અને કોંગ્રેસના સતપાલ રાયજાદા વચ્ચે હતો જંગ

ગત ચૂંટણીમાં હારેલા ભાજપના પૂર્વ પ્રમુખ સતપાલ સિંહ સત્તીએ ઉનાથી ચૂંટણી લડી હતી. ગત વખતની જેમ આ વખતે પણ તેમનો મુકાબલો કોંગ્રેસના સતપાલ રાયજાદા સાથે હતો. સત્તી સતત બે ટર્મથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે. 2017ની વિધાનસભા ચૂંટણી પણ પાર્ટી દ્વારા સત્તીની અધ્યક્ષતામાં લડવામાં આવી હતી. ત્યારબાદ ભાજપ 44 સીટો જીતીને સરકાર બનાવવામાં સફળ રહી હતી પરંતુ સત્તી પોતાની સીટ બચાવી શકી ન હતી.

ગત ચૂંટણીમાં ભાજપને 48.79% વોટ મળ્યા હતા

હિમાચલ પ્રદેશમાં, જેમાં 68 વિધાનસભા બેઠકો છે, સરકાર બનાવવા માટે 35ની જરૂર છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 44 અને કોંગ્રેસને 21 બેઠકો મળી હતી. વોટ શેરની વાત કરીએ તો ભાજપને 48.79 ટકા અને કોંગ્રેસને 41.6 ટકા વોટ મળ્યા છે.

2012ની વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો ભાજપનો વોટ શેર 38.47 ટકા અને કોંગ્રેસનો 42.81 ટકા હતો. 2007ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વોટ શેર 43.78 ટકા હતો અને કોંગ્રેસનો વોટ શેર 38.90 ટકા હતો. એવું જોવામાં આવ્યું છે કે, હિમાચલમાં 4 થી 8 ટકા વોટ શેરના માર્જિન સાથે સરકાર બની છે.

75 ટકા મતદાન થયું હતું

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 માટે 12 નવેમ્બરે મતદાન થયું હતું. રાજ્યની કુલ 68 વિધાનસભા બેઠકો પર 75 ટકાથી વધુ મતદાન થયું હતું. 2017માં આ આંકડો 75.57 ટકા અને 2012માં 73.5 ટકા હતો.

પરિણામનો દિવસ છે!

સુપ્રભાત! હિમાચલ પ્રદેશ ચૂંટણી પરિણામો પર નવીનતમ અપડેટ્સ માટે જોતા રહો અહીં. થોડા કલાકોમાં મતગણતરી શરૂ થવાની છે. જો એક્ઝિટ પોલ પ્રમાણે કંઈપણ આગળ વધશે તો, ભાજપ કોંગ્રેસ વચ્ચે નજીકની હરીફાઈ હશે. જો આગાહીઓ સાચી પડે તો ભાજપ સત્તામાં પરત ફરી શકે છે, પરંતુ કોંગ્રેસે દાવો કર્યો છે કે હિમાચલમાં સરકાર બદલાશે પરંતુ પરંપરા બદલાશે નહીં.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ