આ તહેવારોની સિઝન ચાલી રહી હતી. જેને પગલે લોકોના પ્રવાસો પણ વધી રહ્યા હતાં. ત્યારે રેલવે વિભાગ પણ લોકોને પૂરતી સુવિધા આપવા સજ્જ હતું. તહેવારોની સિઝનમાં લોકોને સુરક્ષિત યાત્રા કરાવવા માટે અને વધુમાં વધુ લોકો આ સેવાનો લાભ લઇ શકે તે માટે રેલવે વિભાગે ખાસ આયોજન કર્યું હતું. રેલવે બોર્ડના કાર્યકારી I&P અમિતાભ શર્માએ જણાવ્યું હતું કે, ઓક્ટોબર મહિનામાં તહેવારને લીધે અત્યાર સુધીમાં કુલ 2, 614 જેટલી વધુ ટ્રેન દોડાવવામાં આવી છે.
રેલવે વિભાગે મુસાફરો માટે કરી વ્યવસ્થા
આ સાથે મુસાફરો માટે 36થી 37 લાખ જેટલી વધુ સીટોની વ્યવસ્થા કરાઇ અને સ્ટેશનો પર વેઇટિંગ રૂમનું કામચલાઉ વિસ્તરણ કરવામાં આવ્યું હતું. જેથી વધુને વધુ લોકોને સુવિધા મળી શકે.
મોટી સંખ્યામાં મુસાફરોની અવર-જવર
અમિતાભ શર્માએ વધુમાં કહ્યું હતું કે, અમે તહેવારોને ધ્યાને રાખીને મુસાફરો માટે ભોજન અને પાણીની વ્યવસ્થા કરી હતી. તેમજ વિવિધ સ્થળો પર જરૂરિયાતપણે સારવાર માટે બૂથ પણ ખોલ્યા છે. જ્યારે આ તહેવાર નિમિત્તે વધારે ટિકીટ કાઉન્ટર પણ શરૂ કરવામાં આવ્યાં છે. જેને લઇને આરપીએફ અને કોમર્શિયલ સ્ટાફ સચેત છે. ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર મહિનામાં દશેરા, દીવાળી તેમજ છઠ પૂજા વગેરે જેવા તહેવારો આવે છે. જેના કારણે મોટી સંખ્યામાં મુસાફરોની અવર-જવર રહે છે.
‘રેલવે ખોટ ખાઇને મુસાફર ટ્રેન ચલાવે છે’
કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી રાવ સાહેબ દાનવે જણાવ્યું હતું કે, રેલવેને મુસાફરો માટે વધુ ટ્રેનો ચલાવવાથી કોઇ નફો થતો નથી. જોકે કેન્દ્ર સરકારે આ સેવા જનતાના હિત માટે જ શરૂ કરી છે. રાવ સાહેબે વધુમાં કહ્યું હતું કે, રેલવે મુસાફર ટ્રેનમાંથી થતા નુકસાનની ભરપાઇ માલવહન સેવા મારફત કરવાનો પ્રયાસ કરે છે.
રેલવે વિભાગએ શરૂ કર્યું અભિયાન
આ દરમિયાન ભારતીય રેલવેએ સર્વોચ્ચ પ્રાથમિકતા સુરક્ષાને ધ્યાને રાખી રેલવે મંત્રાલયે આદેશ આપ્યો છે. રેલવે મંત્રાલયે ક્ષેત્રિય રેલવેને એક મહિના માટે ‘સુરક્ષા અભિયાન’ ચલાવવાનો આદેશ આપ્યો છે. આ અભિયાનનો પ્રારંભ 28 ઓક્ટોબરથી થઇ ગયો છે.
આ પણ વાંચો: ટાટા અને એરબસ વડોદરામાં IAF માટે C-295MW એરક્રાફ્ટ બનાવશે, વાંચો મહત્વની વિગતો
સુરક્ષા અભિયાનનો હેતુ
આ અભિયાન અંતર્ગત સ્થાવર સંપત્તિઓ, લોકોમોટિવ તેમજ રોલિંગ સ્ટોકની જાળવણીમાં આવતા અંત્તરને દૂર કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે. આ સાથે ભારતીય રેલવેની સુરક્ષાને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન દરમિયાન નીતિ-નિયમોનું કાયદેસર પાલન થાય છે કે નહી તેનું પણ નીરિક્ષણ કરવામાં આવશે.
આ પણ વાંચો: ટાટા-એરબસ પ્રોજેક્ટ ગુજરાતના વડોદારમાં શિફ્ટ થયો, મહારાષ્ટ્રમાં રાજકીય શબ્ધ યુદ્ધ શરું
રેલવે બોર્ડ દ્વારા તમામ ઝોનલ રેલવેને આદેશ
રેલવે બોર્ડ દ્વારા તમામ ઝોનલ રેલવેને મુખ્યાલય અને મંડળોના અઘિકારીઓને નજર રાખવા આદેશ કર્યો છે. આ દરમિયાન જો કોઇ ખામીઓ સામે આવે તો તેને તુરંત તેનો ઉકેલ લાવવા જણાવ્યું છે. રેલવે વિભાગે આ ઝુંબેશ હેઠળ પ્રતિદિન તમામ વિભાગમાં ઓછામાં ઓછા એક મુખ્ય મથક પર એક અધિકારી નિરીક્ષણ માટે હોવો જોઈએ તેવો આદેશ આપ્યો છે.