ટાટા-એરબસ સી-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પ્રોજેક્ટ ગુજરાતના વડોદરા ખાતે આવશે એવી જાહેરાતે ગુરુવારે મહારાષ્ટ્રમાં રાજકીય શબ્દ યુદ્ધ શરૂ કર્યું હતું. વિપક્ષે એકનાથ શિંદે-દેવેન્દ્ર ફડણવીસ સરકાર પર વધુ એક પ્રોજેક્ટને પડોશી રાજ્યમાં આગળ વધવાની મંજૂરી આપવાનો આક્ષેપ કર્યો હતો.
આ અંગે શિવસેનાના ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ ટ્વીટ કરતા લખ્યું હતું કે, ‘વધુ એક પ્રોજેક્ટ! હું જુલાઈથી અવાજ ઉઠાવી રહ્યો છું. ખોકે સરકારે આ (ટાટા-એરબસ) માટે પ્રયત્નો કરવા જોઈએ. મને આશ્ચર્ય થાય છે કે ગત ત્રણ મહિનામાં દરેક પ્રોજેક્ટ બીજા રાજ્યોમાં જઈ રહ્યા છે. ઉદ્યોગની બાબતમાં ખોકે સરકારમાં વિશ્વાસની સ્પષ્ટ કમી છે.શું ઉદ્યોગ મંત્રી ચાર પ્રોજેક્ટને ગુમાવ્યા બાદ રાજીનામું આપશે?’ આ ઉપરાંત શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે)એ પણ કહ્યું કે ઉદ્યોગ મંત્રી ઉદય સામંતે રાજીનામું આપવું જોઈએ.
આ વર્ષે સપ્ટેમ્બરમાં શિંદેના વફાદાર સામંતે કહ્યુંહતું કે ટાટા-એરબસ વિમાન-નિર્માણ પ્રોજેક્ટ વિદર્ભમાં નાગપુર પાસે આવશે. પૂણે જિલ્લાના શિરુર તાલુકામાં મીડિયાકર્મીઓ સાથે વાત કરતા કહ્યું હતું. આદિત્ય ઠાકરેએ પૂછ્યું કે “શું રાજ્ય સરકાર જવાબ આપશે કે પ્રોજેક્ટો કેમ જતા રહે છે? આ ચોથો પ્રોજેક્ટ છે જે દૂર જતો રહ્યો છે. મહારાષ્ટ્રમાં જ્યાંરથી દેશદ્રોહી સરકાર સત્તામાં આવી છે. તે હંમેશા દાવો કરે છે કે તેમની પાસે ડબલ એન્જીન વાળી સરકાર છે, પરંતુ કેન્દ્ર સરકારનું એક એન્જીન ભલે કામ કરી રહ્યું હોય પરંતુ રાજ્ય સરકારનું એન્જીન નકામું થઈ ગયું છે.”
આ પણ વાંચોઃ- મહાગઠબંધનમાં મતભેદ! બિહારની પેટા ચૂંટણીમાં નીતિશ કુમારનું દૂર રહેવાનું શું છે કારણ
સાંસદ અને ઉદ્ધવ ઠાકરે જૂથના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું હતું કે “વેદાંત-ફોક્સકોન, મેડિકલ ડિવાઈસ પાર્ક, બલ્ક ડ્રગ્સ પાર્ક અને હવે ટાટા-એરબસ પ્રોજેક્ટ.. બધા મહારાષ્ટ્રની બહાર જતા રહ્યા… 50 ખોકે સરકારને આ માટે ધન્યવાદ… તેઓ દિલ્હી સરકારમાં 50 ખોખા ગણવામાં અને જી હજુરી કરવામાં વ્યક્ત હતા. તેમની હલકી રાજનીતિની કિંમત મહારાષ્ટ્રને ભોગવવી પડી રહી છે. તેમને શરમ આવવી જોઈએ.”
રાકાંપાએ શિંદે ઉપર પોતાના રાજનીતિક આકાઓ (ભાજપ)ની સામે ઝુક્યા હોવાનો આરોપ લગાવ્યો છે. રાકાંપા નેતા મહેશ તાપસેએ મીડિયાકર્મીઓ સાથે વાત કરતા કહ્યું હતું કે “વેદાંતા-ફોક્સકોન પછી હવે એકનાથ શિંદેની અક્ષમતાના કારણે ટાટા-એરબસ પરિયોજના ગુજરાતમાં જતી રહી છે. કારણ કે મહારાષ્ટ્રમાં રોકાણ અને પરિયોજનાઓ બનાવી રાખવામાં સરકાર વારંવાર નિષ્ફળ રહી છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “શિંદે મુખ્યમંત્રીની પોતાની ખુરશી બચાવવામાં વ્યસ્ત છે, જ્યારે ગુજરાતે મહારાષ્ટ્ર ઉપર પોતાની સર્જીકલ સ્ટ્રાઈક ચાલું રાખી છે. વેદાંત- ફોક્સકોનથી બહાર નિકળ્યા બાદ. શિંદેએ સ્પષ્ટ રૂપથી કહ્યું હતું કે ટાટા-એરબસ પ્રોજેક્ટ નાગરુપરમાં આવશે. આજે તેમનું જુઠ્ઠાણું ખુલ્લું પડી ગયું. મહારાષ્ટ્રના હિતોને બનાવી રાખવામાં સક્ષમ ન હોવાના કારણે શિંદેએ સીએમ પદ પરથી રાજીનામું આપવું જોઈએ.”
આ પણ વાંચોઃ- લગ્ન બાદ મહિલા પાસે ઘરનું કામ કરાવવું ક્રૂરતા નથી – બોમ્બે હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
જોકે, સામંતે પ્રોજેક્ટને ગુમાવવા પાછળ મહા વિકાસ અઘાડી સરકારને દોષી ઠેરવી છે. તેમણે કહ્યું હતું કે “વિપક્ષ યુવકોના મનમાં ભ્રમ પેદા કરવાની કોશિશ કરી રહી છે. 21 સપ્ટેમ્બર 2021 (જ્યારે ઉદ્ધવ ઠાકરેની નેતૃત્વવાળી સરકાર એમવીએ સત્તામાં હતી) એ કેન્દ્ર સરકાર અને કંપનીઓ વચ્ચે એક સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.પછી આશરે એક વર્ષ પછી કંપનીએ નક્કી કર્યું કે પ્રોજેક્ટ ગુજરાત જશે. મેં એકવાર કહ્યું હતું કે આ પ્રોજેક્ટને મહારાષ્ટ્રમાં લાવવાની કોશિશ કરી રહ્યા છીએ પરંતુ આ પ્રોજેક્ટ પહેલાથી જ ગુજરાત જઈ ચુક્યો તો. અમે આ પ્રોજેક્ટને અહીં લાવવાના પ્રયત્નો કરી રહ્યા હતા.”