scorecardresearch

જસ્ટિસ મુરલીધરે અનુરાગ ઠાકુર અને કપિલ મિશ્રા સામે પોલીસને એક્શન લેનાનો આપ્યો હતો આદેશ

Supreme Court Collegium: જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટના ચીફ જસ્ટીસ પંકજ મિથલ રાજસ્થાન હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કાર્યભાર સંભાળશે. પરંતુ જસ્ટિસ મુરલીધર અંગે હજી સુધી કંઈ જ સ્પષ્ટ થયું નથી.

જસ્ટિસ મુરલીધરે અનુરાગ ઠાકુર અને કપિલ મિશ્રા સામે પોલીસને એક્શન લેનાનો આપ્યો હતો આદેશ
જસ્ટિસ એસ મુરલીધરની ફાઈલ તસવીર

મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસના પદ માટે સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ભલામણ કરાયેલા જસ્ટિટ એસ મુરલીધરના નામને હજી સુધી કેન્દ્ર સરકારે મંજૂરી આપી નથી. સરકારે 28 સપ્ટેમ્બરે એક પ્રસ્તાવના માધ્યમથી કોલેજિયમ દ્વારા ટ્રાન્સ્ફર માટે દર્શાવવામાં આવેલા અન્ય નામને મંજૂરી આપી હતી. જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટના ચીફ જસ્ટીસ પંકજ મિથલ રાજસ્થાન હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કાર્યભાર સંભાળશે. પરંતુ જસ્ટિસ મુરલીધર અંગે હજી સુધી કંઈ જ સ્પષ્ટ થયું નથી.

દિલ્હી હાઈકોર્ટના પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં જસ્ટિસ મુરલીધરના પહેલી ટ્રાન્સફર ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો હતો. જ્યારે અડધી રાત્રે દિલ્હીના બાર એસોસિએશનના ભારે વિરોધ છતાં તેમની ટ્રાન્સફર થઈ હતી. જોકે, બાર એસોસિએશનને આ અંગે નિંદા પણ કરી હતી. ફેબ્રુઆરી 2020માં એ ટ્રાન્સફર લેટર આવ્યો હતો. જેના એક દિવસ બાદ દિલ્હી હિંસા દરમિયાન ભાજપના અનુરાગ ઠાકુર, પરવેશ વર્મા, અભય વેમા અને કપિલ મિશ્રા દ્વારા કથિત ભડકાઉ ભાષણો ઉપર પોલીસે કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો.

‘અમે દેશમાં 1984 જેવી વધુ એક ઘટના નહીં થવા દઈએ’

સુનાવણી દરમિયાન તેમણે કહ્યું હતું કે ‘અમે દેશમાં 1984 જેવી વધુ એક ઘટના નહીં થવા દઈએ’. બાર એસોશિએશનના એક નિવેદનમાં કહેવાયું હતું ‘સ્પષ્ટ રૂપથી અને સૌથી મજબૂત સંભવ શબ્દોમાં દિલ્હી હાઈકોર્ટ બાર એસોશિએશન સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા કરવામાં આવેલા ઉક્ત ટ્રાન્સફરની નિંદા કરે છે’ આ પ્રકારના ટ્રાન્સફર અમારા મહાન સંસ્થાન માટે હાનિકારક છે અને સામાન્ય લોકોના વિશ્વાસને નષ્ટ કરવા અને હટાવવાની પ્રવૃત્તિ પણ ધરાવે છે.

આ પણ વાંચોઃ- મુલાયમ સિંહના આ પ્રશંસકે 35 વર્ષથી નથી પહેર્યા ચપ્પલ, હવે આજીવન નહીં પહેરી શકે, જાણો કારણ

ભોપાલ ગેસ ત્રાસદી પીડિતો માટે નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું કામ

દિલ્હી ઉચ્ચ ન્યાયાલમાં વકીલો એક દિવસ માટે હડતાળ કરી કામથી અળગા રહ્યા હતા. વકીલોના એક આંતરરાષ્ટ્રીય સમૂહે તત્કાલિન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આ મુદ્દા અંગે લખ્યું હતું. સરકારે કહ્યું કે ન્યાયાધીશની ટ્રાન્સફર નિયમિત હતી. જેની ભલાવણ સુપ્રીમ કોર્ટના કોલેજિયમે 12 ફેબ્રુઆરીએ કરી હતી. નિયમમાં હતું એ પ્રમાણે તેમની મંજૂરી લેવાઈ હતી. ન્યાયમૂર્તિ મુરલીધરે એક વકીલના રૂપમાં પોતાના કરિયરની શરુઆત કરી હતી. જેમણે ભોપાલ ગેસ ત્રાસદીના પીડિતો અને નર્મદા નદી ઉપર ડેમથી વિસ્થાપિત લોકો માટે નિઃશુલ્ક કામ કર્યું હતું.

આ પણ વાંચોઃ- ‘મહાકાલ’ની નગરી છે ઉજ્જૈન – હરિસિદ્ધિ માતા, કાળભૈરવ અને ભૂખીમાતા મંદિરોના રહસ્યો વાંચો

સમલૈંગિક્તાને કાયદેસર બનાવવાના નિર્ણયમાં પણ હતા સામેલ

તેમના ઐતિહાસિક નિર્ણયોમાં 1984માં સિખ વિરોધી હિંસા માટે કોંગ્રેસ નેતા સજ્જન કુમાર માટે આજીવન કારાવાસ અને હાશિમપુરા હત્યાકાંડ માટે પોલીસકર્મીઓની સજાનો પણ સમાવેશ થાય છે. જેમાં 1987માં 42 મુસ્લિમ સમુદાયના લોકોને મારી દીધા હતા. એ વર્ષ 2009માં પહેલીવાર સમલૈંગિક્તાને કાયદેસર ઉચ્ચ ન્યાયાલયની બેચનો પણ ભાગ રહ્યા હતા. પહેલીવાર જ્યારે સરકારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણને વિભાજિત કરી છે.

Web Title: Justice muralidhar supreme court collegium anurag thakur and kapil mishra

Best of Express