scorecardresearch

Karnataka Elections result : દેશ માટે આખરે કેમ આટલું મહત્ત્વપૂર્ણ છે કર્ણાટક? આંકડાથી સમજો પૂરી કહાની

Karnataka Elections result : કર્ણાટકના વિધાનસભા ચૂંટણીના પરિણામ 13 મેના રોજ જાહેર થશે. ભારતનું ઇકોનોમિક પાવરહાઉસ પૈકીનું એક કર્ણાટક રાજ્ય દેશની કુલ જીડીપીમાં મોટું યોગદાન આપે છે.

Karnataka Election Result 2023
કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામ 2023

(હરિકૃષ્ણ શર્મા) કર્ણાટકના વિધાનસભા ચૂંટણીના પરિણામો 13 મે, 2023 શનિવારના રોજ જાહેર થઇ રહ્યા છે. આ વખતની ચૂંટણી મહત્વપૂર્ણ રહેવા પાછળ ઘણા બધા કારણો છે. જેમાં કૉંગ્રેસ માટે તે અસ્તિત્વની લડાઈ છે – કર્ણાટકના પરિણામ ત્રણ રાજ્યોમાંથી બે રાજ્યોમાં તેના ભાવિને અસર કરશે જ્યાં તે હાલ સત્તા ધરાવે છે, જ્યાં ચાલુ વર્ષના અંત સુધીમાં (છત્તીસગઢ અને રાજસ્થાન) ચૂંટણી થવાની છે.

ઉપરાંત આ ચૂંટણી પરિણામ એ પણ નક્કી કરી શકે છે કે આગામી વર્ષે રાજ્યમાં કઇ દિશામાં પવન ફૂંકાશે, કર્ણાટકમાં 28 લોકસભા બેઠકો છે.

દેશના ઇકોનોમિક પાવરહાઉસ પૈકીનું એક છે, જે દેશની કુલ જીડીપીમાં મોટું યોગદાન આપે છે, કર્ણાટક વિસ્તારની દ્રષ્ટિએ દેશનું છઠ્ઠું સૌથી મોટું રાજ્ય છે, વસ્તીની દ્રષ્ટિએ આઠમું સૌથી મોટું રાજ્ય છે, તેના ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીએસડીપી)ના કદની દ્રષ્ટિએ ચોથું સૌથી મોટું અર્થતંત્ર છે. કર્ણાટકનો ગરીબી, સાક્ષરતા દર, વૃદ્ધિ, ફુગાવો અને રોજગાર જેવા મુખ્ય સામાજિક-આર્થિક સૂચકાંકો મામલે દેશના રાષ્ટ્રીય સરેરાશ દર ઉંચો દર ધરાવે છે .

1 કર્ણાટકનો આર્થિક વૃદ્ધિદર દેશ કરતા ઉંચો

કર્ણાટકનો ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP) (2011-12ના ભાવાંક અનુસાર) વર્ષ 2021-22માં રૂ. 12.30 લાખ કરોડથી વધીને 2022-23માં રૂ. 13.26 લાખ કરોડ થયો છે અને તે 7.6% ની વૃદ્ધિ સાથે છેલ્લા ઘણા વર્ષોથી આ સ્થિતિ છે. આ સમયગાળામાં ભારતીય અર્થતંત્રમાં 7%ની વૃદ્ધિ જોવા મળી છે.

છેલ્લા 10 વર્ષમાં માત્ર બે વાર – 2014-15 અને 2018-19માં કર્ણાટકનો GSDP ગ્રોથ ભારતના કુલ GDP વૃદ્ધિ કરતાં થોડોક નીચો ગયો હતો. કોવિડ-19 મહામારી દરમિયાન કર્ણાટકની અર્થવ્યવસ્થામાં 3.53%નો ઘટાડો થયો હતો, જે સમગ્ર ભારતીય અર્થતંત્રમાં તે વર્ષે નોંધાયેલા 5.83% સંકોચન કરતા પણ ઓછો હતો (ગ્રાફ-1).

2021-22 માં, તાજેતરના વર્ષ કે જેની માટે તમામ રાજ્યો માટે તુલનાત્મક આંકડા ઉપલબ્ધ છે, કર્ણાટક જીએસડીપીની દ્રષ્ટિએ ચોથું સૌથી મોટું રાજ્ય અર્થતંત્ર હતું. માત્ર ત્રણ રાજ્યો – મહારાષ્ટ્ર (રૂ. 20.27 લાખ કરોડ), ગુજરાત (રૂ. 13.82 લાખ કરોડ), તમિલનાડુ (રૂ. 13.45 લાખ કરોડ) – કર્ણાટક (રૂ. 12.29 લાખ કરોડ) કરતાં આગળ હતા.

ઉપરાંત 2021-22માં કર્ણાટકનો GSDP વૃદ્ધિ દર (10.96%) જે ત્રણ રાજ્યો કરતા ઉંચો છે – તેમાં મહારાષ્ટ્રનો વૃદ્ધિદર 9.3%, ગુજરાતનો 10.76% અને તમિલનાડુનો 7.99% ટકા નોંધાયો છે.

2021-22માં કર્ણાટકના GSDPનું ક્ષેત્રીય વિશ્લેષણ દર્શાવે છે કે સેવા ક્ષેત્રનો સૌથી મોટો ફાળો હતો, જેનો હિસ્સો 63.16% જેટલો હતો, ત્યારબાદ ઉદ્યોગ 21.48% અને કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો 15.36% હતા. કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો અને મેન્યુફેક્ચરિંગનો હિસ્સો પાછલા કેટલાંક વર્ષોમાં ઘટ્યો છે.

2 કર્ણાટકની માથાદીઠ આવક દેશ કરતા વધારે

કર્ણાટકની માથાદીઠ આવક ભારતની સરેરાશ કરતા દોઢ ગણી વધારે છે. નાણાં વર્ષ 2021-22માં કર્ણાટકની માથાદીઠ આવક (2011-12ના ભાવાંક અનુસાર) 1.64 લાખ રૂપિયા નોંધાઇ હતી જ્યારે ભારતની માથાદીઠ આવક 92,583 રૂપિયા હતી.

છ રાજ્યોની માથાદીઠ આવક કર્ણાટક કરતા વધારે છે જેમાં – ગોવા (રૂ. 3.10 લાખ), સિક્કિમ (રૂ. 2.56 લાખ), દિલ્હી (રૂ. 2.52 લાખ), ચંદીગઢ (રૂ. 2.15 લાખ), ગુજરાત (રૂ. 1.74 લાખ), અને હરિયાણા (રૂ. 1.73 લાખ)નો સમાવેશ થાય છે

3 દેશની સરખામણીમાં માથાદીઠ આવકનો વૃદ્ધિ દર ઉંચો

છેલ્લા 10 વર્ષોમાં કર્ણાટકની માથાદીઠ આવકમાં વાર્ષિક 4.52% થી 10.56%ની વચ્ચે વધારો નોંધાયો છે, અપવાદરૂપ મહામારીના વર્ષ 2020-21માં માત્ર એક વખત ઘટાડો થયો હતો. તેની સરખામણીમાં ભારતની સરેરાશ માથાદીઠ આવક સમીક્ષાધીન દાયકા દરમિયાન 8.86 થી 7.59 ટકાની વચ્ચે વધી હતી

4 દેશની સરખામણીમાં ઓછી બેરોજગારી

પિરિયોડીક લેબર ફોર્સ સર્વે (PLFS) મુજબ જુલાઈ-જૂન 2021-22 દરમિયાન કર્ણાટકમાં બેરોજગારી (સામાન્ય સ્થિતિ અનુસાર) 3.2% હતી, જ્યારે આ સમયગાળામાં સમગ્ર દેશનો બેરોજગારી દર 4.1% (ગ્રાફ 4) હતો.

શહેરી અને ગ્રામીણ બેરોજગારી બંને મામલે પણ કર્ણાટકનો દેખાવ દેશની તુલનાએ એકંદરે સારો રહ્યો છે. કર્ણાટકનો શેહરી અને ગ્રામીણ બેરોજગારી દર અનુક્રમે 5 ટકા અને 2.3 ટકા હતો, જ્યારે સમગ્ર દેશનો આ દર અનુક્રમે 6% અને 3.3% નોંધાયો છે. કર્ણાટકના તમામ પડોશી રાજ્યોની સ્થિતિ વધારે ખરાબ છે – જેમાં ગોવામાં બેરોજગારી 12%, કેરળમાં 9.6%, તમિલનાડુ 4.8%, આંધ્રપ્રદેશ 4.2%, તેલંગાણા 4.2% અને મહારાષ્ટ્ર 3.5% હતો.

5 મોંઘવારી દર પણ નીચો

કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) અનુસાર ફુગાવાનો વાર્ષિક દર છેલ્લા એક વર્ષથી કર્ણાટકમાં દેશ કરતાં ઓછો છે. માર્ચ 2023માં કર્ણાટકમાં રિટેલ ફુગાવો 5.58% જ્યારે સમગ્ર દેશમાં 5.66% હતો.

6 દેશની નિકાસમાં સૌથી વધુ યોગદાન આપનાર ચોથું રાજ્ય

2021-22 દરમિયાન કર્ણાટકમાંથી નિકાસ થયેલી ચીજવસ્તુઓનું મૂલ્ય 25,874.50 મિલિયન ડોલર હતું, જે ભારતની 4,22,004.42 મિલિયન ડોલરની કુલ નિકાસનો 6.13% હિસ્સો છે. કર્ણાટકથી આગળ માત્ર ત્રણ રાજ્યો – ગુજરાત ($1,26,805.21 મિલિયન), મહારાષ્ટ્ર ($73,119.50 મિલિયન) અને તમિલનાડુ ($35,169.43 મિલિયન) – કર્ણાટક (ગ્રાફ 6) છે.

નિકાસમાં સૌથી વધુ યોગદાન આપતા કર્ણાટકના ટોચના 10 જિલ્લાઓમાં દક્ષિણ કન્નડ, બેંગલુરુ અર્બન, બેંગલુરુ ગ્રામીણ, કોલાર, બલ્લારી, મૈસુરુ, બેલાગવી, તુમાકુરુ, હસન અને ઉડુપીનો સમાવેશ થાય છે.

7 ખાધ સૂચકાંકો મામલે પણ તમામ તમામ રાજ્યો કરતા સારો દેખાવ

મહેસૂલ ખાધ, ગ્રોસ ફિસ્કલ ડેફિસિટ અને પ્રાથમિક ખાધ જેવા ખાધ સૂચકાંકો મામલે પણ કર્ણાટકનું પ્રદર્શન તાજેતરના વર્ષોમાં કેન્દ્ર અને તમામ રાજ્યોની સરેરાશ કરતાં વધુ સારું રહ્યું છે. કર્ણાટકની મહેસૂલી ખાધ અને રાજકોષીય ખાધ પણ કેન્દ્ર અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરેરાશ કરતાં ઓછી છે.

8 બીપીએલધારકોની સંખ્યા પણ ઓછી

તેંડુલકર પદ્ધતિના આધારે 2013માં પ્રકાશિત થયેલા ડેટા મુજબ, કર્ણાટકમાં 20.91% લોકો બીપીએલધારક (BPL) હતા. આ આંકડો 21.92% ના રાષ્ટ્રીય આંકડાની સરખામણીએ થોડો ઓછો હતો. જો કે, દેશના સેરારાશ કરતા કર્ણાટકના શહેરી વિસ્તારોમાં ગરીબી વધારે છે.

9 સીધા કરવેરામાં સૌથી વધુ ફાળો આપનાર ત્રીજું રાજ્ય

દેશના સીધા કરવેરાની વસૂલાતમાં સૌથી વધુ યોગદાન આપનાર ત્રીજું રાજ્ય કર્ણાટક છે. નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન, કર્ણાટકનું યોગદાન રૂ. 1.68 લાખ કરોડ અથવા દેશમાં કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન (રૂ. 14.12 લાખ કરોડ)ના 12% હતું. દેશમાં આવકવેરાની વસૂલાતમાં યોગદાનના સંદર્ભમાં માત્ર બે રાજ્ય, મહારાષ્ટ્ર (રૂ. 5.24 લાખ કરોડ), અને દિલ્હી (રૂ. 1.77 લાખ કરોડ) કર્ણાટક કરતાં આગળ હતા (ગ્રાફ 8).

આ પણ વાંચોઃ કર્ણાટક ચૂંટણી એક્ઝિટ પોલમાંથી કયા મોટા 7 રાજકીય સંદેશ નીકળ છે?

10 પ્રત્યક્ષ કર વસૂલાતમાં વાર્ષિક વૃદ્ધિ વધુ

આ પણ વાંચોKarnataka Assembly Election Results 2023 Live: કર્ણાટક ચૂંટણી પરિણામ, શરુઆતના વલણોમાં કોંગ્રેસને બહુમત, ભાજપ પાછળ

કર્ણાટક કરવેરામાં વધારે યોગદાન આપવાની સાથે સાથે તાજેતરના વર્ષોમાં પ્રત્યક્ષ કર વસૂલાતમાં ઊંચી વૃદ્ધિ નોંધાવી છે. છેલ્લાં પાંચ વર્ષમાં એવા ત્રણ પ્રસંગો બન્યા છે જ્યારે દેશ કરતાં કર્ણાટકમાં પ્રત્યક્ષ કર વસૂલાતમાં વૃદ્ધિદર ઉંચો હતો. કોરોના મહામારી દરમિયાન કર્ણાટકના પ્રત્યક્ષ કર વસૂલાતમાં 6% થી વધુ વૃદ્ધિ નોંધાઈ હતી, જ્યારે રાષ્ટ્રીય સ્તરે તેમાં 12% નો ઘટાડો થયો હતો.

Disclaimer : આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.

Web Title: Karnataka elections result 2023 karnataka economic growth higher than national rate

Best of Express