કર્ણાટક અસર: મધ્યપ્રદેશમાં ચૂંટણી પહેલા આંતરિક કલેહની ચિંતા, શિવરાજસિંહ ચૌહાણ સામે ઘણા પડકારો

Madhya Pradesh Shivraj Singh bjp: મધ્યપ્રદેશના ચાર-ચાર મુખ્યમંત્રી બનેલા શિવરાજ સિંહ ચૌહાણે આગામી વિધાનસભા ચૂંટણી આંતરિક અને બાહ્ય સ્તરે ઘણા પડકારોનો સામનો કરવો પડશે.

Written by Ajay Saroya
May 21, 2023 09:22 IST
કર્ણાટક અસર: મધ્યપ્રદેશમાં ચૂંટણી પહેલા આંતરિક કલેહની ચિંતા, શિવરાજસિંહ ચૌહાણ સામે ઘણા પડકારો
મધ્યપ્રદેશમાં ભાજપ સામે મુખ્ય ચિંતાનો વિષય મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ભાજપના રાજ્ય એકમના અધ્યક્ષ વી ડી શર્મા વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો છે.

કર્ણાટકમાં યોજાયેલી તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો જ્વલંત વિજય જ્યારે ભાજપની કારમી હાર થઇ છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 224માંથી માત્ર 65 બેઠકો જીતી તો કોંગ્રેસને 136 બેઠક સાથે સ્પષ્ટ બહુમતી હતી. કર્ણાટક એકમાત્ર દક્ષિણનું રાજ્ય હતું જ્યાં ભાજપ પહેલીવાર સત્તામાં આવી હતી. જો કે કર્ણાટકમાં ભાજપની હારની વિપરીત અસરો અન્ય રાજ્યો પર પણ પડી રહી છે.

કર્ણાટકમાં કારમી હારનો શુક્રવારે ભોપાલમાં ભાજપની મધ્ય પ્રદેશ કારોબારીની બેઠકમાં પડઘો પડ્યો હતો, જેમાં નેતાઓએ ભાજપના પ્રદેશ એકમમાં આંતરિક ઘર્ષણ અંગે ચિંતા વ્યક્ત કરી.

કેટલાક વરિષ્ઠ નેતાઓએ સ્પષ્ટપણે રાજ્યમાં નેતૃત્વના મતભેદોને ઝડપથી ઉકેલવા જણાવ્યું હતું, મધ્યપ્રદેશ રાજ્યમાં ચાલુ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ માટેનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયુ છે. પાર્ટી માટે મુખ્ય ચિંતા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ભાજપના રાજ્ય એકમના અધ્યક્ષ વીડી શર્મા વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાજપ તેમને મનાવવા પ્રયત્ન કરશે, કારણ કે પાર્ટી “નેતૃત્વ પરિવર્તન” માટે આગળ વધી શકતી નથી, ખાસ કરીને એવા સમયે જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. એક નેતાએ ઉમેર્યું કે, “અમારી પાસે ન તો ટોચના નેતૃત્વને બદલવાનો સમય છે અને ન તો અમારી પાસે ઘણી બધી પસંદગીઓ છે. આપણે નેતાઓના આપેલા સમૂહ સાથે અને હાલના સંજોગોમાં કામ કરવું પડશે.

તેથી મીટિંગમાં જે મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યો હતો તે પૈકી એક એ છે કે ચૌહાણ સરકારના લોકપ્રિય કલ્યાણકારી કાર્યક્રમોને પ્રચાર-પ્રસાર કરવાની જરૂર છે, જેથી એન્ટી-ઈન્કમ્બન્સીનો સામનો કરી શકાય. પાર્ટીએ અગાઉ પણ રાજ્ય એકમને ચૌહાણની છબીને રિબ્રાન્ડ કરવા અને તેમની લોકપ્રિય યોજનાઓ વિશે પ્રચાર-પ્રસાર ફેલાવવાની કામગીરી કરવાનો નિર્દેશ આપ્યો હતો.

ચૌહાણ સરકારે દલિતો દ્વારા આદરણીય સંત રવિદાસના મંદિર માટે રૂ. 100 કરોડ જેવી અનેક લોકપ્રિય પહેલો શરૂ કરી છે; સરકારી શાળાના અભ્યાસક્રમમાં હિંદુ ધર્મગ્રંથોનો પરિચય; અને ઓરછા અને ચિત્રકૂટમાં મંદિરના કોરિડોરનું નિર્માણ વગેરે સામેલ છે. જો કે, મધ્યપ્રદેશમાં હિંદુત્વ એટલુ વિજેતા પરિબળ ન હોઈ શકે, કોંગ્રેસના નેતા અને સંભવિત સીએમ-નિયુક્ત કમલનાથ પણ સમાન કાર્ડ આક્રમક રીતે રમી રહ્યા છે, અને રાજ્યની 90% વસ્તી હિંદુ છે.

મહિલાઓ માટેની યોજનાઓ મુખ્ય પાસું છે. ભાજપ મહિલા મતદારોને આકર્ષવા પ્રયાસ કરશે. ભાજપ પણ તેની જાતિ ગતિશીલતાને યોગ્ય બનાવવાની આશા રાખે છે.

2018ની ચૂંટણીની હાર પછી ભાજપ એકમમાં ચૌહાણની સ્થિતિ ડામાડોળ થઇ ગઈ હતી, પાર્ટી અને આરએસએસના એક વર્ગને એ હકીકત વિશે શંકા હતી કે તેઓ હારી ગયા હોવા છતાં સત્તામાં રહ્યા હતા.

ભાજપની ચિંતા પણ સમજી શકાય તેવી છે કારણ કે મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં પાર્ટીની સ્થિતિ વચ્ચે ઘણી સમાનતાઓ છે. બંને રાજ્યોમાં, પાર્ટી 2018ની ચૂંટણીઓ પછી કોંગ્રેસ સરકારને પછાડીને સત્તામાં આવ્યા હતા; બંને રાજ્યોમાં ટોચના પદ માટે ઘણા દાવેદારો છે અને અહીંયા પણ કોંગ્રેસ એક કટ્ટર હરિફ છે.

ભાજપ મધ્ય પ્રદેશમાં વર્ષ 2003થી સત્તામાં છે, જો કે આ દરમિયાન ડિસેમ્બર 2018-માર્ચ 2020 સુધી એટલે કે માત્ર 15 મહિના માટે જ કમલનાથની આગેવાની હેઠળની કોંગ્રેસ સત્તામાં આવી હતી .

આ પણ વાંચોઃ કર્ણાટકઃ કોંગ્રેસની સિદ્ધારમૈયા સરકાર ચૂંટણીમાં આપેલા 5 વચનો પાળશે, વાર્ષિક 50 કરોડ રૂપિયા ખર્ચશે

મધ્યપ્રદેશ ભાજપ એકમમાં ઘર્ષણનો બીજો મુદ્દો એ 15 મહિનાનો સમયગાળો પૂરો થયો. માર્ચ 2020 માં, જ્યોતિરાદિત્ય સિંધિયાની આગેવાની હેઠળના 21 કોંગ્રેસના નેતાઓએ ભાજપમાં પ્રવેશ કર્યો, તેમણે કોંગ્રેસ સરકારને ઉથલાવી અને સત્તામાં આવવામાં મદદ કરી.

ઘણા નેતાઓ એ હકીકતથી નારાજ છે કે 21 પક્ષપલટોને વધારે પ્રાથમિકતા મળી છે, જેમાંના મોટા ભાગનાને અમુક પદ કે અન્ રીતે રાજી રાખવામાં આવ્યા હતા.

Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ