Varinder Bhatia , Manoj C G : 1 જાન્યુઆરી, 2024 સુધીમાં અયોધ્યામાં રામ મંદિર તૈયાર થઈ જશે તેવી ઘોષણા ગૃહ પ્રધાન અમિત શાહે કરી હતી. ઘોષણાના એક દિવસ પછી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શુક્રવારે તેમના પર આકરા પ્રહારો કર્યા હતા, આવી ઘોષણા કરવા માટે તેમની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે શાહનું કામ રામ મંદિર બનાવની વાતો કરવાનું નહિ પરંતુ દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું છે.
હરિયાણાના પાણીપતમાં જ્યાં ભારત જોડો યાત્રા પહોંચી હતી ત્યાં એક રેલીને સંબોધતા, ખડગેએ ભાજપ સરકાર પર નોકરીઓનું આપવાનું વચન પૂરું ન કરવાનો આરોપ લગાવ્યો હતો.
“ત્રિપુરામાં ચૂંટણી છે, એટલે હવે શાહ ત્યાં જાય છે અને રામ મંદિરનું નિર્માણ કરવાના વચનો આપી રહ્યા છે. ખડગે કહે છે ભગવાનમાં દરેકને શ્રદ્ધા છે, પણ તને શા માટે ચૂંટણી વખતેજ આવી જાહેરાતો કરો છો.”
આ પણ વાંચો: Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો
ખડગે કહ્યું કે, ” શું તમે રામ મંદિરના પૂજારી છો?, કે શું તમે રામ મંદિરના મહંત છો?, સાધુ અને સંતને નિર્માણ અંગે વાતો કરવા દો. તમે પોલિટિશિયન છો, અને તમારું કામ દેશને સુરક્ષિત રાખવા, કાયદો અને વ્યવસ્થા જાળવવાનું, લોકો માટે ખોરાકની ખાતરી કરવાનું અને ખેડૂતોને પૂરતા ભાવ આપવાનું છે.”
પાણીપતના ઈતિહાસમાં થયેલ 3 નિર્ણાયક લડાઈઓના સંદર્ભમાં પાર્ટીના કાર્યકરોને “પ્યારે કાર્યકર્તા” અને “બબ્બર શેર ઔર શેરનિયા” તરીકે સંબોધતા રાહુલ ગાંધીએ અગ્નિવીર ભરતી યોજના પર ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.
આ પણ વાંચો: India GDP growth : ભારતનું ‘ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ ઈકોનોમી’નું બિરુદ જોખમમાં
રાહુલે કહ્યું કે, “ભાજપ મને ‘સેના વિરોધી’ કહે છે, પરંતુ હું 3,000 કિમીથી વધારે ચાલ્યો છું અને જેઓ આર્મીમાં જોડાવા ઈચ્છતા હતા તે બધા મને મળી રહ્યા છે. તેઓ કહે છે કે તેમનું ભવિષ્ય બરબાદ થઈ ગયું છે. હરિયાણામાંથી 10% લોકો સેનામાં ભરતી થયા છે અને યુવાનો જાણે છે કે તેનો અર્થ શું છે. ખેડૂતો માટે, ત્રણ કાયદાએ ખેડૂતો વિરુદ્ધ હતા. અને બધા ખેડૂતો એક થઈને તેની સામે ઉભા થયા હતા. ત્યાં માત્ર નરેન્દ્ર મોદીએ શું કહ્યું કે, તેમનાથી ભૂલ થઇ ગઈ છે અને આ ભૂલનો અહેસાસ થવામાં મોદીને એક વર્ષનો સમય લાગ્યો હતો.