સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવનું સોમવારે સવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 82 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી ગયા હતાં. મંગળવારે મુલાયમ સિંહ યાદવના પૈતૃક ગામ સૈફઈમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મુલાયમ સિંહ યાદવના પુત્ર અખિલેશ યાદવે મુખાગ્નિ આપી હતી. આ પહેલા સવારે 10 વાગ્યે સેફઈ મેળા ગ્રાઉન્ડમાં પંડાલમાં અંતિમ દર્શન માટે તેમનો પાર્થિવ દેશ મૂકવામાં આવ્યો હતો.મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સૈફઈ પહોંચ્યા હતા આ ઉપરાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, હેમંત સોરેન, ઓમ બિડલા, કેસીઆર કમલનાથ સહિત કેન્દ્રીય મંત્રી પણ શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.
અંતિમ સંસ્કારમાં કોણ-કોણ રહ્યા ઉપસ્થિત
મહારાષ્ટ્રના એનસીપી પ્રમુખ શરદ પવાર, સુપ્રિયા સુલે પણ આજે અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા હતા. તાજેતરમાં પોતાની રાષ્ટ્રીય પાર્ટી લોન્ચ કરનાર તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ પણ સૈફઇ પહોંચ્યા હતા. આ ઉપરાંત છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ હાજર રહ્યા હતા. અભિષેક બચ્ચન અને ઉદ્યોગપતિ અનિલ અંબાણી પણ હાજર રહ્યા હતા
સમાજવાદી પાર્ટીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટથી જાણકારી આપવામાં આવી હતી કે, મુલાયમ સિંહ યાદવાના અંતિમ દર્શન માટે તેમનો પાર્થિવ દેહ 11 ઓક્ટોબર સવારે 10 વાગ્યે સેફઈ મેળા ગ્રાઉન્ડમાં પંડાલમાં રાખવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ- રાજદના આંતરિક મતભેદો જગજાહેર, શું તેનાથી 2024માં ભાજપને હરાવવાનો એજન્ડા નબળો પડશે?
યુપી મુખ્યમંત્રીએ સૈફઈ પહોંચી આપી શ્રદ્ધાંજલિ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સૈફઈ પહોંચીને મુલાયમ સિંહ યાદવને શ્રદ્ધાંજલિ આપી હતી. મુખ્યમંત્રી યોગીની સાથે અનેક સહયોગી મંત્રી પણ સેફઈ પહોંચ્યા હતા અને મુલાયમ સિંહ યાદવના અંતિમ દર્શન કર્યા હતા.
આ પણ વાંચોઃ- મુલાયમ સિંહ યાદવ અને સાંપ્રદાયિક ધ્રુવીકરણ – સિક્કાની બે બાજુ, વાંચો ખાસ અહેવાલ
યોગી આદિત્યનાથ અખિલેશ યાદવ પાસે થોડો સમય ઉભા રહ્યા હતા અને તેમણે શાંત થઈને મુલાયમ સિંહ યાદવના પાર્થિવ દેહને જોયો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપરાંત સ્વતંત્ર દેવ સિંહ, ભાજપના ઉત્તર પ્રદેશના અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ પણ સમાજવાદી પાર્ટીના સંરક્ષકને શ્રદ્ધાંજલિ આપી હતી.