રાજકીય વર્તુળોમાં “નેતાજી” તરીકે પ્રખ્યાત 82 વર્ષીય મુલાયમ સિંહ યાદવનું 10 ઓક્ટોબર, 2022ના રોજ નિધન. તેઓ ઉત્તર પ્રદેશમાં ત્રણ ટર્મ માટે મુખ્યમંત્રી બન્યા હતા. તો આઠ વખત રાજ્યની વિધાનસભા અને સાત વખત સંસદમાં પણ ચૂંટાયા હતા. કુસ્તીબાજમાંથી શિક્ષક અને ત્યારબાદ નેતા બનેલા મુલાયમ સિંહ યાદવે કેન્દ્રીય રક્ષામંત્રી તરીકેની પણ જવાબદારી સંભાળી હતી.
ઇટાવા જિલ્લામાં આવેલા સૈફઇ ગામ સાથે જોડાણ ધરાવતા મુલાયમ સિંહ યાદવની એક રાજકીય નેતા તરીકેની વ્યક્તિગત સફર 1980 અને 1990ના દાયકામાં મંડલ-કમંડલની રાજનીતિના યુગથી લઈને તેમના પુત્ર અખિલેશ યાદવને 2012માં પાર્ટીની જવાબદારી સોંપવામાં આવી ત્યાં સુધી યુપીના રાજકારણ ઇતિહાસ સાથે બહુ નજીકથી જોડાયેલી છે.
આ પણ વાંચોઃ- UPના પૂર્વ CM મુલાયમ સિંહ યાદવનું નિધન, સૈફઈમાં થશે અંતિમ સંસ્કાર, યુપીમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર
યુપીના રાજકારણમાં મુલાયમ સિંહનો ઉદય તેમના કૉલેજના દિવસોથી શરૂ થયો હતો, તે સમય 1970ના દાયકા પછીના તીવ્ર સામાજિક અને રાજકીય અફરાતફરીનો હતો. ત્યારબાદ અન્ય પછાત વર્ગો (ઓબીસી) એ યુપીમાં રાજકીય પ્રભુત્વ હાંસલ કરવાનું શરૂ કર્યુ, જેના કારણે ઉચ્ચ જાતિના નેતાઓનું વર્ચસ્વ ધરાવતી કોંગ્રેસ પાર્ટી હાંસિયામાં ધકેલાઇ ગઇ.
ભારતનું સૌથી વધુ વસ્તી ધરાવતું આ રાજ્ય ભાજપની આક્રમક રામ જન્મભૂમિ મંદિર અભિયાનને પગલે તે સમયે પણ તીવ્ર સાંપ્રદાયિક ધ્રુવીકરણનું સાક્ષી રહ્યું છે.

એક સમાજવાદી નેતા તરીકે ઉભરી રહેલા, મુલાયમ સિંહ યાદવે ટૂંક સમયમાં કોંગ્રેસ દ્વારા ખાલી કરાયેલી રાજકીય બેઠકો પર કબજો કરીને, એક લોકપ્રિય OBC નેતા તરીકે પોતાની જાતને સ્થાપિત કરી હતી. તેઓ સૌ પ્રથમવાર વર્ષ 1989માં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા, ત્યારબાદથી આજ દિન સુધી યુપીમાં કોંગ્રેસની સત્તા બની શકી નથી.
આ પણ વાંચોઃ- મુલાયમ સિંહ યાદવનું નિધનઃ જ્યારે મુલાય સિંહ યાદવ અને કાશીરામ રાણાએ મળીને બીજેપીને આપી હતી ધોબી પછાડ, વાંચો આખો કિસ્સો
કુસ્તીના અખાડામાં તેઓ તેમની ત્વરીત ચાલ માટે જાણીતા હતા. રાજકારણમાં પણ મુલાયમ પોતાના મનની વાત કોઇને કહેવામાં કે તેનો અમલ કરવામાં અચકાતા ન હતા.
વર્ષ 1967માં સંયુક્ત સોશ્યલિસ્ટ પાર્ટી (SSP)ના ઉમેદવાર તરીકે ઇટાવા જિલ્લાના જસવંત નગર વિધાનસભા મતવિસ્તારમાંથી જીતીને તેમણે 28 વર્ષની નાની ઉંમરે મુખ્ય પ્રવાહના રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

તેઓ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં સાત વખત જીત હાંસલ કરી હતી, જેમાં પહેલીવાર ચરણસિંહની પાર્ટી ભારતીય ક્રાંતિ દળના ઉમેદવારના રૂપમાં, ત્યારબાદ 1989માં જનતા દળના ઉમેદવારના રૂપમાં જેનું નામ પાછળથી બદલીને ભારતીય લોક દળ કરાયુ હતુ, ત્યારબાદ 1991માં જનતા પાર્ટીના ઉમેદવારના રૂપે ચૂંટણી લડીને જીત હાંસલ કરી હતી. વર્ષ 1996થી સાંસદ તરીકે ચૂંટાયા ત્યારથી મુલાયમ સિંહની આ બેઠક પર તેમના ભાઇ શિવપાલ સિંહ ચૂંટણી લડીને જીત હાંસલ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ- મુલાયમ સિંહ યાદવ સાથે જોડાયેલા 10 મોટા રાજ, ‘પ્રેમ-પોલિટિક્સની કહાની’
પહેલીવાર સાંસદ તરીકે ચૂંટાયાના કાર્યકાળમાં મુલાયમે યુનાઇટેડ ફ્રન્ટ ગવર્મેન્ટમાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાનની જવાબદારી નિભાવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે પાકિસ્તાન કરતાં ચીનને ભારતનો “સૌથી મોટો દુશ્મન” ગણાવ્યો અને આ વલણ છેલ્લા સુધી જાળવી રાખ્યો હતો.
તેઓ સૌપ્રથમ 1989માં ઉત્તર પ્રદેશમાં જનતા દળની આગેવાની હેઠળની સરકાર હેઠળ મુખ્ય પ્રધાન બન્યા હતા પરંતુ તેમનો કાર્યકાળ બે વર્ષથી વધુ સમય સુધી ટકી શક્યો ન હતો કારણ કે પાર્ટી કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ બંનેમાં વિભાજિત થઈ ગઈ હતી.

તેમના પ્રથમ શાસનકાળ દરમિયાન 30 ઓક્ટોબર 1989ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ), રાષ્ટ્રીય સેવક સંઘ (આરએસએસ) અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતાઓના આહ્વાન પર અયોધ્યામાં એકઠા થયેલા કાર સેવકો પર પોલીસે ગોળીબાર થયો હતો. આ ઘટના બાદ ભાજપના સમર્થકો તેમને “મુલ્લા મુલાયમ” કહેવા લાગ્યા હતા.
આ ઘટના અંગે પાછળથી તેમણે દુઃખ અને ખેદ વ્યક્ત કર્યો હતો, પરંતુ તેને ન્યાયી ઠેરવતા મુલાયમ સિંહે કહ્યું હતુ કે, ધાર્મિક સ્થળ, દેશની એકતા અને દેશમાં મુસ્લિમોની આસ્થાની રક્ષા કરવી જરૂરી છે.
ઉત્તર પ્રદેશમાં વર્ષ 1993ની વિધાનસભા ચૂંટણીમાં જીત હાંસલ કરી તેઓ બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યાં, તે સમયે તેમણે બહુજન સમાજવાદી પાર્ટી (બસપા) સાથે મળીને યુપીમાં સરકાર બનાવી.
આ પણ વાંચોઃ- મુલાયમ સિંહ યાદવની રાજકીય સફર: ‘નામ ‘મુલાયમ’ પર કામ ‘ફૌલાદી’, પહેલવાનીથી લઈ સીએમ સુધી
જો કે માયાવતીએ તેમના પક્ષના ધારાસભ્યો સાથે યોજેલી બેઠક દરમિયાન ગુસ્સે ભરાયેલા સપાના કાર્યક્રમો હુમલો કર્યાના ‘ગેસ્ટ હાઉસ’ કાંડને પગલે તેમની સરકાર પડી ભાંગી હતી.
ત્યરબાદ મુલાયમ સિંહ વર્ષ 2003માં ત્રીજી વાર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. આ કાર્યકાળ દરમિયાન તેમણે અનેક સામાજિક કલ્યાણ યોજનાઓ અને 500 રૂપિયા માસિક બેરોજગારી ભથ્થાની લોકપ્રિય યોજના શરૂ કરી હતી.

તેમણે ગરીબ વિદ્યાર્થિનીઓને મદદ કરવા માટે કન્યા વિદ્યા ધન યોજના પણ રજૂ કરી, જેને પાછળથી તેમના પુત્ર અખિલેશ યાદવે વર્ષ 2012માં મુખ્યમંત્રી બન્યા ત્યારે ફરી શરૂ કરી હતી.
તેઓ સત્તાવાર સંદેશાવ્યવહારમાં હિન્દીના ઉપયોગના પ્રબળ હિમાયતી હતા અને ઘણીવાર અંગ્રેજીના પ્રચારની વિરુદ્ધ નિવેદન આપ્યા હતા.
વર્ષ 2013માં, તેમણે સંસદમાં અંગ્રેજીના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી હતી, જ્યારે 2009ની લોકસભાની ચૂંટણી ટાણે સમાજવાદી પાર્ટીના ઢંઢેરામાં “મોંઘા અંગ્રેજી શિક્ષણ” અને કોમ્પ્યુટર વિરુદ્ધ પણ નિવેદન આપ્યા અને તે બેરોજગારી તરફ દોરી જશે તેવું જણાવ્યુ હતુ.
વર્ષ 2014માં બળાત્કાર માટે ફાંસીની સજાનો વિરોધ કરતું તેમણે આપેલું નિવેદન – “લડકે, લડકે હૈ, ગલતી હો જાતી હૈ” – સામે આક્રોશ જોવા મળ્યો અને જે તેમને મોટા વિવાદ તરફ દોરી ગયું.