Maharashtra politics, Ajit Pawar : મહારાષ્ટ્રમાં આ સમયે રાજકીય બયાનબાજી તેજી ચાલી રહી છે. આ સમયે એનસીપી નેતા અજીત પવારનું મોટું નિવેદન સામે આવ્યું છે. અજીત પવારે કહ્યું કે તેઓ આજે પણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદની ઉમેદવારી લેવા માટે તૈયાર છે. તેમણે શુક્રવારે એક ન્યૂઝ પેપરના કાર્યક્રમ દરમિયાન આ વાત જણાવી હતી.
અજીત પવારથી જ્યારે પૂછવામાં આવ્યું કે શું તમે 2024માં મુખ્યમંત્રી પદ માટે દાવો કરશો. ત્યારે આ પ્રશ્નના જવાબમાં અજીત પવારે કહ્યું કે 2024માં મુખ્યમંત્રી પદનો દાવો કરવાની શું જરૂરત છે. હું હજી પણ દાવો કરી શકું છું. 2024ની રાહ શું કામ જોવી. આ દરમિયાન તેમણે સ્વીકાર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરિશ્માનો પણ ઇન્કાર ન કરી શકાય. અજીત પવારનું આ નિવેદન એનસીપીમાં ત્રીરાડની અફવાઓ વચ્ચે આવી છે. જેમાં અજીત પવારે ભવિષ્યમાં રાજનીતિક પગલાંને લઇને અટકળો લગાવવામાં આવી રહી છે.
એમવીએમ ગઠબંધની વાત કરતા અજીત પવારે કહ્યું કે અમે ધર્મનિરપેક્ષતા અને પ્રગતિશીલ હોવા અંગે વાત કરીએ છીએ. પરંતુ 2019માં અમે અને કોંગ્રેસ એનસીપીના સરકાર બનવવા માટે શિવસેના સાથે ગઠબંધન કર્યું હતું. એટલા માટે અમે ધર્મનિર્પેક્ષતાથી અલગ થઈ ગયા કારણ કે શિવસેના એક હિન્દુત્વ પાર્ટી રહી છે.
આ પણ વાંચોઃ- CBI એ જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકને સમન્સ મોકલ્યું, 300 કરોડની લાંચના મામલે પુછપરછ થશે
ગત વર્ષથી મહારાષ્ટ્ર રાજકીય અસ્થિરતાના સમયમાંથી પસાર થઈ રહ્યું છે. જ્યારે એકનાથ શિંદેના નેતૃત્વવાળા વિદ્રોહએ રાજ્યમાં મહા વિકાસ અઘાડી સરકારને પાડી દીધી હતી. એકનાથ શિંદેની સેનાએ રાજ્યમાં સરકાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી સાથે હાથ મિલાવ્યો છે. જોકે, એવી અટકળો લગાવી રહી છે અજીત પવાર અને તેમના પ્રતિ વફાદાર ધારાસભ્યોનું ગ્રૂપ સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન કરી શકે છે.
અજીત પવારે આવા સમાચારોને નકારી દીધી છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં કોઈ જ પ્રકારની તીરાડ અને તેમની ભાજપ સાથે હાથ મિલાવવાની ઇચ્છામાં કોઈ સચ્ચાઈ નથી.
આ વચ્ચે અજીત પવાર પોતાના પહેલાના જરૂરી કાર્યક્રમોનો હવાલો આપતા મુંબઇમાં એનસીપીની બેઠકમાં સામેલ ન થયા. અજીત પવારે કહ્યું કે તેઓ એનસીપીની બેઠકમાં સામે ન થઇ શક્યા કારણ કે તેમને એ જ સમયે થનારા કાર્યક્રમો માટે ઉપસ્થિત રહેવું પડ્યું હતું. રાકાંપાએ એ પણ કહ્યું કે અજીત પવારની પાર્ટીની બેઠકમાં સામેલ ન થવાનો મતલબ એ છે કે તેઓ સંગઠન છોડવાની યોજના બનાવી રહ્યા છે.
આ પણ વાંચોઃ- Exclusive: શું આત્મસમર્પણ કરવા જઈ રહી શાઇસ્તા પરવીન, અતીક અહેમદે CJIને લખેલા પત્રમાં કોનું નામ? વકીલે શું કહ્યું?
પવારની વિશ્વનિયતા પર પ્રશ્નો ઉઠાવી રહી છે
શુક્રવારે મહારાષ્ટ્ર ભાજપા પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેએ મહા વિકાસ અઘાડીના નેતાઓ ઉપર અજીત પવારને બદનામ કરવા માટે અને તેમની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉઠાવવાના આરોપ લગાવ્યા છે. બાવનકુલાએ કહ્યું કે અજીત પવારે છેલ્લા ત્રણ મહિનાઓમાં મેની સાથે મુલાકાત નથી કરી અને તેમણે સત્તા પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી છે.
બાવનકુલાએ કહ્યું કે એમવીએના નેતા અજીત પવારને બદનામ કરી રહ્યા છે. તે પવારની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. સવારે શપથ ગ્રહણથી હવે સુધી તેમણે સવાલિયા પર નિશાન ઉઠાવવામાં આવી રહ્યા છે.





