વર્ષ 2023 માટે પદ્મ પુરસ્કારોની જાહેરાત: પુરસ્કારોનો ઇતિહાસ અને વિજેતાઓની પસંદગી કેવી રીતે થાય

Padma Awards 2023 announced : વર્ષ 2023 માટે પદ્મ પુરસ્કારની જાહેરાત (Padma Awards 2023 announced)કરવામાં આવી છે, બે પુરસ્કારો, ભારત રત્ન અને પદ્મ વિભૂષણ સૌપ્રથમ 1954 માં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન તરીકે સ્થાપિત કરવામાં આવ્યા હતા. બાદમાં ત્રણ કેટેગરીમાં વિભાજીત થયા હતા: પહેલો,દ્વિતીય ,ત્રીજો. 1955 માં, આને અનુક્રમે પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી તરીકે નામ આપવામાં આવ્યું હતું.

Written by shivani chauhan
January 26, 2023 10:33 IST
વર્ષ 2023 માટે પદ્મ પુરસ્કારોની જાહેરાત: પુરસ્કારોનો ઇતિહાસ અને વિજેતાઓની પસંદગી કેવી રીતે થાય
પદ્મ પુરસ્કારોના ત્રણ સ્તર છેઃ પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી. (ફોટોઃ પદ્મ એવોર્ડ વેબસાઇટ)

Explained Desk : પદ્મ એવોર્ડ વેબસાઇટે જણાવ્યું હતું કે ,પદ્મ પુરસ્કારએ ભારત રત્ન પછી આવતું ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે, આ એવોર્ડ માટે “અવનવી પ્રવૃતિઓ અથવા તમામ શિસ્તમાંની સિદ્ધિઓને ઓળખવામાં આવે છે, આ એવોર્ડમાં જાહેર સેવાનું તત્વ પણ સામેલ છે.

પદ્મ પુરસ્કારોનો ઇતિહાસ

બે પુરસ્કારો, ભારત રત્ન અને પદ્મ વિભૂષણ સૌપ્રથમ 1954 માં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન તરીકે સ્થાપિત કરવામાં આવ્યા હતા. બાદમાં ત્રણ કેટેગરીમાં વિભાજીત થયા હતા: પહેલો,દ્વિતીય ,ત્રીજો. 1955 માં, આને અનુક્રમે પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી તરીકે નામ આપવામાં આવ્યું હતું.

જ્યારે ભારત રત્નને એક અસાધારણ પુરસ્કાર તરીકે ગણવામાં આવે છે અને આજ સુધીમાં માત્ર 45 ભારત રત્ન આપવામાં આવ્યા છે, પદ્મ પુરસ્કારો વાર્ષિક ધોરણે લાયક નાગરિકોને એનાયત કરવામાં આવે છે. વર્ષ 1978, 1979 અને 1993 અને 1997 સિવાય, દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ પ્રાપ્તકર્તાઓના નામની જાહેરાત કરવામાં આવે છે.

સામાન્ય રીતે, એક વર્ષમાં 120 થી વધુ પુરસ્કારો આપવામાં આવતા નથી, પરંતુ તેમાં મરણોત્તર પુરસ્કારો અથવા એનઆરઆઈ (NRIs) અને વિદેશીઓને આપવામાં આવતા પુરસ્કારોનો સમાવેશ થતો નથી. પુરસ્કાર સામાન્ય રીતે મરણોત્તર આપવામાં આવતો નથી, સરકાર અસાધારણ સંજોગોમાં મરણોત્તર સન્માનનો વિચાર કરી શકે છે.

1954માં સૌપ્રથમ પદ્મ વિભૂષણ એવોર્ડ મેળવનારાઓમાં વૈજ્ઞાનિક સત્યેન્દ્ર નાથ બોઝ, કલાકાર નંદલાલ બોઝ, શિક્ષણશાસ્ત્રી અને રાજકારણી ઝાકિર હુસૈન, સામાજિક કાર્યકર અને રાજકારણી બાલાસાહેબ ગંગાધર ખેર અને રાજદ્વારી અને શૈક્ષણિક વી.કે. કૃષ્ણ મેનનનો સમાવેશ થાય છે. પ્રથમ બિન-ભારતીય પદ્મ વિભૂષણ પુરસ્કાર મેળવનાર ભૂટાનના રાજા જિગ્મે દોરજી વાંગચુક હતા, જેમને પણ 1954માં આ એવોર્ડ મળ્યો હતો.

આ પણ વાંચો: weather update : કાશ્મીર, હિમાચલમાં હિમવર્ષાથી માર્ગ અને હવાઇ પરિવહનને અસર, ગુજરાતમાં કેવી છે ઠંડી?

પદ્મ પુરસ્કારો ક્યાં આપવામાં આવે છે?

સામાન્ય રીતે રાષ્ટ્રપતિ ભવનમાં આ પુરસ્કારો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે.

પુરસ્કાર મેળવનારને રોકડ મળતી નથી પરંતુ મેડલિયન સિવાય રાષ્ટ્રપતિ દ્વારા સહી કરેલું પ્રમાણપત્ર મળે છે જે તેઓ જાહેર અને સરકારી સમારોહમાં પહેરી શકે છે. પુરસ્કારોનો ઉપયોગ પુરસ્કારિઓ દ્વારા ટાઇટલ કે એવોર્ડી તરીકે ન કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

જ્યારે પદ્મ પુરસ્કાર મેળવનારને ઉચ્ચ પુરસ્કાર આપવામાં આવી શકે છે (એટલે ​​કે પદ્મશ્રી પુરસ્કાર મેળવનારને પદ્મ ભૂષણ અથવા વિભૂષણ મળી શકે છે), આ એક પુરસ્કારના મળ્યાના પાંચ વર્ષ પછી જ થઈ શકે છે.

આ પુરસ્કારો અમુક પસંદગીની કેટેગરીમાં આપવામાં આવે છે જેમાં કલા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, વેપાર અને ઉદ્યોગ, દવા, સાહિત્ય અને શિક્ષણ, નાગરિક સેવા અને રમતગમતનો સમાવેશ થાય છે. ભારતીય સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર, માનવાધિકારનું રક્ષણ, વન્યજીવ સંરક્ષણ સહિત અન્ય બાબતો માટે પણ પુરસ્કારો આપવામાં આવે છે.

‘પદ્મ પુરસ્કારો માટેની પાત્રતા

જાતિ, વ્યવસાય, પદ અથવા લિંગના ભેદ વિના તમામ વ્યક્તિઓ આ પુરસ્કારો માટે પાત્ર છે. જો કે, ડોકટરો અને વૈજ્ઞાનિકો સિવાય PSUs સાથે કામ કરતા સરકારી કર્મચારીઓ આ પુરસ્કારો માટે પાત્રતા ધરાવતા નથી.

આ પુરસ્કાર વિશિષ્ટ કાર્યોને ઓળખવા અને પ્રવૃત્તિઓ અને શિસ્તના તમામ ક્ષેત્રોમાં વિશિષ્ટ અને અસાધારણ સિદ્ધિઓ અથવા સેવા માટે આપવામાં આવે છે.

પદ્મ પુરસ્કાર પસંદગીના ક્રાયટેરિયા અનુસાર, પુરસ્કાર “વિશેષ સેવાઓ” માટે આપવામાં આવે છે અને માત્ર “લાંબી સેવા” માટે નહીં. “તે કોઈ ચોક્કસ ક્ષેત્રમાં માત્ર શ્રેષ્ઠતા ન હોવી જોઈએ, પરંતુ માપદંડમાં ‘શ્રેષ્ઠતાથી પણ વધુ’ હોવા જોઈએ.

પદ્મ પુરસ્કારો માટેની પસંદગીની પ્રક્રિયા

ભારતનો કોઈપણ નાગરિક સંભવિત પ્રાપ્તકર્તાને નોમિનેટ કરી શકે છે. વ્યક્તિ પોતાની જાતને પણ નોમિનેટ કરી શકે છે. તમામ નોમિનેશન ઓનલાઈન થાય છે, જ્યાં નામાંકિત વ્યક્તિ અથવા સંસ્થાની વિગતો સાથે ફોર્મ ભરવાનું હોય છે. સંભવિત પુરસ્કાર મેળવનાર દ્વારા કરવામાં આવેલ કાર્યની વિગત આપતો 800-શબ્દનો નિબંધ પણ નોમિનેશનને ધ્યાનમાં લેવા માટે સબમિટ કરવાનો હોય છે.

સરકાર દર વર્ષે 1 મેથી 15 સપ્ટેમ્બરની વચ્ચે નામાંકન માટે પદ્મ પુરસ્કાર પોર્ટલ ખોલે છે. તે વિવિધ રાજ્ય સરકારો, રાજ્યપાલો, કેન્દ્રશાસિત પ્રદેશો, કેન્દ્રીય મંત્રાલયો અને વિવિધ વિભાગોને નામાંકન મોકલવા માટે પણ પત્ર લખે છે.

પદ્મ પુરસ્કારો માટે પ્રાપ્ત થયેલ તમામ નામાંકન પદ્મ પુરસ્કાર સમિતિ સમક્ષ મૂકવામાં આવે છે, જે દર વર્ષે વડાપ્રધાન દ્વારા રચવામાં આવે છે. પદ્મ પુરસ્કાર સમિતિનું નેતૃત્વ કેબિનેટ સચિવ કરે છે અને તેમાં ગૃહ સચિવ, રાષ્ટ્રપતિના સચિવ અને સભ્યો તરીકે ચારથી છ પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો સમાવેશ થાય છે. સમિતિની ભલામણો વડાપ્રધાન અને ભારતના રાષ્ટ્રપતિને મંજૂરી માટે સબમિટ કરવામાં આવે છે.

આ પણ વાંચો: Republic Day 2023 Live Updates: કર્તવ્ય પથ પર આજે દેખાશે દેશની આન-બાન-શાન, 74માં ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે આખો દેશ

શું પદ્મ એવોર્ડ નકારી શકાય?

જ્યારે પુરસ્કાર મેળવનાર પાસેથી સ્પષ્ટ સંમતિ માંગવામાં આવતી નથી, અંતિમ સૂચિ જાહેર થાય તે પહેલાં, તેઓને MHA તરફથી ફોન આવે છે. જો તેઓ એવોર્ડ મેળવવા માંગતા ન હોય, તો તેઓ તે સમયે ઇનકાર કરી શકે છે અને તેમના નામ કાઢી નાખવામાં આવશે. જો કે, ઐતિહાસિક રીતે, જાહેર ઇનકારના થોડા કિસ્સાઓ છે.

દાખલા તરીકે, ઈતિહાસકાર રોમિલા થાપરે બે વાર, 1992માં, અને પછી ફરીથી 2005માં પદ્મ ભૂષણ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, એમ કહીને કે તેઓ ફક્ત “શૈક્ષણિક સંસ્થાઓ અથવા મારા વ્યાવસાયિક કાર્ય સાથે સંકળાયેલા લોકો તરફથી” પુરસ્કારો સ્વીકારશે.

કેરળના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભારતના સામ્યવાદી ચળવળના અગ્રણી ઈ.એમ.એસ. 1992માં નંબૂદ્રીપદે એવોર્ડનો ઇનકાર કર્યો હતો, કારણ કે રાજ્ય સન્માન સ્વીકારવું તેમના સ્વભાવની વિરુદ્ધ હતું.

સ્વામી રંગનાથાનંદે 2000 માં આ પુરસ્કાર નકારી કાઢ્યો હતો કારણ કે તે તેમને વ્યક્તિગત તરીકે આપવામાં આવ્યો હતો અને તેમની સંસ્થા રામકૃષ્ણ મિશનને નહીં.

એવા કેટલાક કિસ્સાઓ એવા પણ છે જ્યારે એવોર્ડ પરત કરવામાં આવે. તાજેતરમાં, પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પ્રકાશ સિંહ બાદલે રાજ્યમાં ઉગ્ર ખેડૂતોના વિરોધને પગલે 2020 માં તેમનું પદ્મ વિભૂષણ પરત કર્યું હતું.

પદ્મ પુરસ્કારો રદ

અત્યંત રેર હોવા છતાં, ભારતના રાષ્ટ્રપતિ પ્રાપ્તકર્તા દ્વારા કરવામાં આવેલ કોઈપણ ગંભીર ગેરવર્તણૂકના કિસ્સામાં કોઈનો પદ્મ પુરસ્કાર રદ/રદ કરી શકે છે. તાજેતરમાં, આ મુદ્દો ત્યારે સામે આવ્યો જ્યારે ચંદ્રક વિજેતા કુસ્તીબાજ અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા સુશીલ કુમાર હત્યાના કેસમાં ફસાયા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ