scorecardresearch

Adani controversy parliament: અદાણી જૂથ મામલે સદનમાં માહોલ ભારે ગરમ

PM Modi Speech In Parliament: લોકસભામાં પીએમ મોદી (PM Modi In Parliament) એ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના (Rahul Gandhi) અદાણી મામલે (Adani Controversy) લગાવેલા આરોપોનો જડબાતોડ જવાબ આપ્યો છે.

પીએમ મોદી
અદાણી જૂથ મામલે સંસદમાં રાહુલ ગાંધીનો હંગામો

Editorial: મંગળવાર 7 ફેબ્રુઆરીના રોજ ભારત જોડો યાત્રા પૂર્ણ કરી રાહુલ ગાંધી ખાતે દિલ્હી પરત ફર્યા હતા. આ પછી રાહુલ ગાંધીએ સંસદમાં 53 મિનિટનું ભાષણ આપ્યું હતું. જેમાં વડાપ્રધાન મોદી અને તેમની સરકાર પર ગંભીર આરોપો લગાવ્યાં છે.

અદાણી મુદ્દે વિપક્ષ સતત આરોપો લગાવી રહ્યું છે. ત્યારે હવે રાહુલ ગાંધીએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, ભાજપની આગેવાની હેઠળની ભારતની વિદેશ નીતિ અબજોપતિ ઉધોગપતિ ગૌતમ અદાણીના હિતો અનુરૂપ છે. રષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર લોકસભાની ચર્ચા દરમિાન રાહુલ ગાંધીએ કહ્યું કે, પીએમ મોદીના વિદેશ પ્રવાસ બાદ અદાણીએ ત્યાં જાદુઇ કોન્ટ્રાક્ટ મેળવ્યા.

આ સાથે રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે, પીએમ મોદીની માત્ર એક વિદેશ મુલાકાતથી અદાણીએ ઇઝરાયેલ અને ભારત વચ્ચેના 90 ટકા સંરક્ષણ કોન્ટ્રાક્ટ મેળવ્યો. ઉલ્લેખનીય છે કે, હિંડેનબર્ગના રિસર્ચ બાદ અદાણી વિરૂદ્ધ વિદેશમાં અદાણીને લઇને કાર્યવાહી શરૂ થઇ ગઇ છે ત્યારે રાહુલ ગાંધીએ સંસદમાં આ અદાણી મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો.

આ પણ વાંચો: Hindenburg Research Report થી ચર્ચામાં આવેલા પત્રકારે અઢી વર્ષ બાદ મૌન તોડ્યું, ઠાકુરતાએ ખાસ મુલાકાતમાં શું કહ્યું?

સદનમાં રાહુલ ગાંધીના ભાષણમાં આગ વધારે અને તથ્ય ઓછું હતું, પરંતુ તેમણે સદનમાં એક મહત્વપૂર્ણ વિવાદ અને મુદ્દાને લાવ્યો તે નિર્ણાયક ક્ષણ તરીકે ચિહ્નિત થઇ. લાંબા સમયથી સંસદમાં આ પ્રકારનો ખાસ કોઇ મુદ્દો ઉઠાવવામાં આવ્યો ન હતો. તેવામાં રાહુલ ગાંધીએ અદાણી મુદ્દો ઉઠાવ્યો પણ તેઓ તેમાં નિષ્ફળ રહ્યા છે.

બુધવારે 8 ફેબ્રુઆરીના રોજ પીએમ મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનાના જવાબમાં 2024માં તોળાઈ રહેલી હરીફાઈના રૂપરેખાની સ્પષ્ટ ઝલક આપી હતી. બંને ભાષણો પીએમના વ્યક્તિત્વની ખૂબ જ નજીક હતા. રાહુલ ગાંધીએ અદાણી જૂથ મુદ્દે પીએમ મોદી અને તેમની સરકારને નિશાન બનાવ્યું તો પીએમની પ્રતિક્રિયાએ પણ વખતો વખત લોકોનો તેમના પર અતૂટ વિશ્વવાસને જગાડ્યો હતો. બંનેએ ભારતીય અર્થતંત્રના બજાર તંત્રની કામગીરી અને નિયમન અને શાસનની પ્રક્રિયાઓના વધુ સંસ્થાકીય અને કાયમી મુદ્દાઓને છોડી દીધા હતા.

આ પછી તેમણે જણાવ્યું હતું કે, બહુમતીથી સજ્જ એક સ્થિર સરકાર દ્વારા નેતૃત્વ કરવામાં આવ્યું હતું, જેણે ભારતને નવી શક્યતાઓ અને “વૈશ્વિક વિશ્વસનીયતા” અથવા વૈશ્વિક પ્રભાવનું સ્થાન સાથે “નવી સંભાવના” બનાવી હતી. એવી સરકાર કે જેણે માત્ર મજબૂરીમાં બંઘારણીય સુધારાનો અમલ કર્યો અને દરેક તકને મુશ્કેલીમાં ફેરવી તેમજ એવી સરકાર સામે કે જે દૃઢ નિશ્ચય સાથે સુધારા કરે છે અને તેના લોકોને પાયાની સેવાઓ પૂરી પાડે છે.

આ પણ વાંચો: PM Modi in Parliament: પીએમ મોદીનો વિપક્ષ પર પલટવાર: દેશની જનતાનો વિશ્વાસ જ મારું સુરક્ષા કવચ છે, તમારું જૂઠાણું કંઇ નહીં કરી શકે

આરબીઆઈ, સેબી, એલઆઈસી, એસબીઆઈ અને નાણા મંત્રાલય દ્વારા ચિંતાઓને ઓછી કરવામાં આવી હોવા છતાં, અદાણી કેસ મામલે ઉઠાવવામાં આવેલામુખ્ય સંસ્થાકીય પ્રશ્નો અનુત્તરિત છે – શેરહોલ્ડિંગમાં જૂથની પારદર્શિતાથી તેના વધારાના લાભ સુધી. સરકાર અને વિપક્ષ બંનેએ આ વણઉકેલાયેલા મુદ્દાઓ પર નજર રાખવાની જરૂર છે. અને જો તેઓએ રાજકીય ઈચ્છાશક્તિને બોલાવવી જોઈએ અને ગરમીને ઓછી કરવા અને વધુ પ્રકાશ આપવાનો સંકલ્પ કરવો જોઈએ, તો તેઓએ જાણવું જોઈએ કે આવું કરવા માટે સંસદ કરતાં વધુ સારું કોઈ મંચ નથી.

Web Title: Parliament budget session prime minister narendra modi speech in parliament rahul gandhi adani news

Best of Express