રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ભાજપ મુખ્યાલયમાં વિસ્તારના શિલાન્યાસ કાર્યક્રમમાં પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભાજપની ખુબીઓ ગણાવતા વિપભ પર ભારે પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે 2018માં જ્યારે અમે કાર્યાલયનું લોકાર્પણ કરવાનું હતું ત્યારે અમે કહ્યું હતું કે આ કાર્યાલયની આત્મા અમારા કાર્યકર્તાઓ છે. પાર્ટીના દરેક સંસ્થાપક સભ્યોનું માથું ઝુકાવીને નમન કરીએ છીએ. આ યાત્રા સંકલ્પ અને શિખરની યાત્રા છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે ભારતીય જનસંઘે દિલ્હીમાં અજમેરી ગેટ પાસે એક નાની ઓફિસથી પોતાની યાત્રા શરુ કરી હતી. 1980માં જ્યારે ભાજપનો જન્મ થયો ત્યારે કેટલાક દિવસો માટે રાજેન્દ્ર પ્રસાદ માર્ગ પર ઓફિસ હતી. મોદીએ કહ્યું કે અમે એ દળ છીએ જેણે કટોકટી સમયે પોતાને સાબિત કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર નિશાન સાધતા કહ્યું કે 1984માં જે થયું એ કાળી ટીલીને દેશ ક્યારે ભૂલી શકે નહીં.
1 – ભાજપના બે લોકસભા સીટોથી શરુ થયેલી સફર 2019માં 303 સીટો સુધી પહોંચી છે. પરિવારવાદી પાર્ટીઓ વચ્ચે ભાજપ યુવાઓને તક આપે છે. દેશની માતાઓ બહેનોના આશીર્વાદ ભાજપની સાથે છે. અમારું લક્ષ્ય ભવિષ્યના આધુનિક વિકસિત ભારતના નિર્માણ કરે છે. ભાજપ આજ એક માત્ર પેન ઇન્ડિયા પાર્ટી છે.
2 – આજ ભાજપની ઓળખ દુનિયાની સૌથી મહત્વપૂર્ણ દળના રૂપમાં થવા લાગી છે. જે દળે અમરે ઘડ્યા તેની દુનિયાભારમાં ઓળખ થઇ રહી છે. આજે ભાજપ માત્ર વિશ્વની સૌથી મોટી પાર્ટી નહીં પરંતુ ભાજપની સૌથી ફ્યુચરિસ્ટીક પાર્ટી છે. અમારું એક જ લક્ષ્ય છે ભવિષ્યને આધુનિક અને વિકસિત ભારતનું નિર્માણ કરવું.
3 – બીજેપી માત્ર ચૂંટણી ડલવા અને જીતવા સુધી સીમિત નથી. બીજેપી એક વ્યવસ્થા છે. બીજેપી એક વિચાર છે. બીજેપી એક સંગઠન છે. બીજેપી એક આંદોલન છે. ભાજપ પહેલી એવી પાર્ટી છે જેણે પાર્ટીની વ્યવસ્થામાં બંધારણીય રૂપથી મહિલાઓ માટે પદની વ્યવસ્થા કરી છે. ભાજપ પહેલી એવી પાર્ટી છે જેણે પોતાના કાર્યકર્તાઓને નવી તક આપવા માટે નિરંતર તત્પર રહી છે.
4 – આજે અનેક રાજ્યોમાં અમને 50 ટકાથી વધારે વોટ મળે છે. આજે ઉત્તરથી દક્ષિણ સુધી પુરબથી પશ્વિમ સુધી ભાજપ એક માત્ર પૈન ઇન્ડિયા પાર્ટી છે. આજથી કેટલાક દિવસ બાદ અમારી પાર્ટી પોતાનો 44મો સ્થાપના દિવસ ઉજવશે. આ યાત્રા એક અનથક અને અનવરત યાત્રા છે. યાત્રા પરિશ્રમની પરાકાષ્ઠાની યાત્રા છે. આ યાત્રા સમર્પણ અને સંકલ્પોની શિખરની યાત્રા છે. આ યાત્રા વિચાર અને વિચારધારાના વિસ્તારની યાત્રા છે.
5 – ભાજપને ડગલેને પગલે ભાઈ-ભત્રીજાવાદ સામે લડવાનું છે. ભારતની સીમા અમારા કાર્યોની સીમા છે. અમારે વિકસિત ભારતનું લક્ષ્ય રાખવાનું છે. આજ વિપક્ષ અને વિદેશી તાક ભારતની યાત્રાને રોકી રહી છે.
આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ 29 માર્ચ : મંગલ પાંડે એ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે વિદ્રોહનું રણશિંગુ ફૂંક્યુંh
6 – અમારી પાસે બંધારણીય સંસ્થાઓનો મજબૂત આધાર છે. એટલા માટે ભારતને રોકવા માટે બંધારણીય સંસ્થાઓ ઉપર હુમલા થઇ રહ્યા છે. કાર્યવાહી કરવા પર એજન્સીઓ ઉપર હુમલા થઇ રહ્યા છે. કોર્ટ ઉપર પ્રશ્નો ઊભા થઇ રહ્યા છે. કેટલીક પાર્ટીઓ ભ્રષ્ટાટારી બચાઓ અભિયાન ચલાવી રહી છે. આજે ભ્રષ્ટાચારમાં લિપ્ત જેટલા પણ ચહેરા છે આજે તે બધા એક મંચ ઉપર આવી રહ્યા છે. ભ્રષ્ટાચાર પર કાર્યવાહી કરવાથી કેટલાક લોકો નારાજ છે.
7 – સાત દશકમાં પહેલીવાર ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ એક પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જ્યારે આપણે એટલું કરીશું તો કેટલા લોકો પરેશાન થશે. નારાજ થશે પરંતુ ખોટા આરોપોથી ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યાવહી નહીં કરે.
8 – કેટલાક લોકોને કોંગ્રેસ શાસન દરમિયાન બેંકોને લૂંટી. આજે ભાજપ સરકારે આ લોકોની આશરે 20 હજાર કરોડની સંપત્તિ જપ્ત કરાવી દીધી છે.
આ પણ વાંચોઃ- ઉદ્ધવ ઠાકરેની આપત્તિ પછી શરદ પવારે કરી રાહુલ ગાંધી સાથે વાત, હવે સાવરકરને વચ્ચે નહીં લાવે કોંગ્રેસ
9- બીજેપી સરકારમાં ભ્રષ્ટાચારથી ઘેરાયેલા સેકડો અધિકારીઓને બળજબરી ઘરે મોકલી દીધા છે. તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આઝાદી પછી પહેલીવાર ભ્રષ્ટાચાર પર આવી કાર્યવાહી થઇ રહી છે.
10 – અમે એક નાની ઓફિસથી પોતાની યાત્રા શરુ કરી હતી. અમારા સપના મોટા હતા. દળ નાનું હતું. અમે નિરાશ થયા નહીં. હતાશ થયા નહીં. અમે બીજામાં દોષ શોધ્યા નથી. અમે અમારા સંગઠનને મજબૂત બનાવ્યું છે. આ રીતે અમે અહીં પહોંચી શક્યા છીએ.