રશિયા અને યુક્રેન યુદ્ધ બાદ જી 20 દેશો વચ્ચે પરસ્પર સંબંધો બદલવાના શરૂ થવા લાગ્યા છે. ગત વર્ષે બાલીમાં થયેલા શિખર સંમ્મેલનમાં પણ પશ્વિમી દેશોના વિદેશ મંત્રીઓને રશિયાની ખુલીને આલોચના કરી હતી. આ વિરોધ હજી પણ યથાવત રહેલો છે. આજ કારણ છે કે આ વખતે ભારતમાં થેયલા વિદેશ મંત્રીઓના સંમ્મેલમાં પણ અમેરિકા સહિત પશ્વિમી દુનિયાના દેશો અને રશિયા-ચીન વચ્ચે વિભાજન ઉભરેલું છે.
ભારતે તેમની વચ્ચે સમન્વય બનાવવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ તેમાં સફળતા મળી શકી નથી. પરિણામ એ આવ્યું કે જી 20 દેશોના વિદેશ મંત્રીઓના આ સંમ્મેલનમાં નિવેદનો રજૂ થઇ શક્યા નથી. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના પગલે એક વર્ષથી વધારે સમય થઈ ગયો છે. આ વચ્ચે બંને દેશોમાં પણ કોઇપણ કોઇ જ પ્રકારની સમજૂતી કરવા તૈયાર નથી. પછી અત્યાર સુધી જે જાપાન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ વગેરે પશ્વિમી દેશ તટસ્થ બનેલા છે તે હવે ખુલીને યુક્રેનના સમર્થનમાં ઊભા થયા છે.
અમેરિકાની આગેવાનીમાં તેમનું એક ગ્રૂપ સક્રિય થયું છે. બીજી તરફ રશિયાના સમર્થનમાં ચીન ઊભું છે. આ પ્રકારે દુનિયા બે ધ્રુવોમાં વહેંચાયેલી દેખાય છે. જોકે, ભારત સહિત બાકીના દેશો અત્યારે પણ રશિયા અને યુક્રેનમાં શાંતિ બનાવી રાખવાના પક્ષમાં છે.
અમેરિકાનો ખુલ્લેઆમ રશિયાનો વિરોધથી તણાવ વધારે વધ્યો
આ વર્ષે જી 20 ગ્રૂપની અધ્યક્ષતા ભારત કરી રહ્યું છે. એટલા માટે તેની બાજુમાં આખી દુનિયા જોઈ રહી છે. આ ખેંચતાણને કેવી રીતે ઉકેલવામાં પ્રયત્ન કરે છે. જો કે ભારત શરુઆતથી બંને દેશોના રાષ્ટ્રાઘ્યક્ષો વચ્ચે વાતચીત કરીને યુદ્ધ રોકવાનો પ્રયત્ન કરતો આવ્યો છે. જોકે ભારતની કોઈ અસર થઈ નહીં. હવે અમેરિકાનો ખુલ્લેઆમ રશિયાનો વિરોધ તણાવમાં વધારો કરી રહ્યો છે.
આ પણ વાંચોઃ- ત્રિપુરામાં ચૂંટણી પરિણામ બાદ 50 જેટલી હિંસક ઘટનાઓ, બે જિલ્લામાં કલમ- 144 લાગુ
રશિયાએ અમેરિકા ઉપર આરોપ લગાવ્યો છે કે દુનિયાના તમામ દેશો જે સસ્તી ઉર્જા સ્ત્રોત છોડવા પર મજબૂર ક્યા. બીજી તરફ અમેરિકાએ રશિયા ઉપર આરોપ લગાવ્યો છે કે તેણે દુનિયામાં ખાધ્ય અસુરક્ષા પૈદા રી છે. જી-20 સમૂહની રચના એ હેતુથી કરવામાં આવી હતી કે દેશ એકસાથે મળીને જળવાયુ પરિવર્તન, નોકરીઓ અને સામાજિક સુરક્ષાના મુદ્દાઓ, અસમાનતા, કૃષિ, પ્રવાસ, ભ્રષ્ટાચાર, આતંકવાદના વિત્તપોષણ, માદક પદાર્થોની તસ્કરી, ખાદ્ય સુરક્ષા અને પોષણ, વિઘટનકારી પ્રદ્યોગિકિયો જેવા મુદ્દાઓને ઉકેલવાનો પ્રયત્ન કરેશે.પરંતુ છેલ્લા એક વર્ષથી જે પ્રકારે રશિયા-યુક્રેન યુદ્ધને લઇને આ દેશોમાં મતભેદ જોવા મળી રહ્યા છે. જેના કારણે આ વખતના શિખર સમ્મેલન ઉપર અસર જોવા મળી રહી છે.
આ વખતે G-20 સમિટથી ભારતને ઘણી અપેક્ષાઓ છે. આ અંગે દેશભરમાં લગભગ પચાસ બેઠકો યોજાવા જઈ રહી છે અને વિવિધ મુદ્દાઓ પર સર્વસંમતિ સાધવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ વિદેશ મંત્રીઓની બેઠકમાં જે રીતે મતભેદો ઉભરી આવ્યા છે, તેનાથી કેટલીક આશંકા સ્વાભાવિક છે.
આ પણ વાંચોઃ- શું દીદી મેઘાલયમાં પણ કરશે ‘ખેલા’? બીજેપીના સંગમાને ઘેરવાનો પ્લાન બનાવી રહ્યા છે ટીએમસીના સંગમા
જો કે આ મીટિંગમાં એક સારી વાત એ બની કે અમેરિકી વિદેશ મંત્રીએ અગાઉ જાહેરાત કરી હતી કે તેઓ રશિયાના વિદેશ મંત્રી તરફ નજર પણ કરશે નહીં, આ બેઠકમાં બંનેએ દસ મિનિટ સુધી વાત કરી. બીજી તરફ, ભારતના વિદેશ પ્રધાને ચીનના વિદેશ પ્રધાનને કેટલાક કડક સ્વરમાં સરહદ સંબંધિત તમામ વિવાદોને ઉકેલવા જણાવ્યું હતું. ભારત આ મામલે પોતાની વ્યૂહરચના બદલી રહ્યું છે અને એવી અપેક્ષા છે કે સમિટ સુધીના આ તણાવ વચ્ચે કેટલાક સકારાત્મક પરિણામ આવશે.





