Tripura Election 2023 Result: કોણ છે ત્રિપુરાના પ્રદ્યોત દેબ બર્મા, શું છે તેમની અલગ ટીપરાલેન્ડની માંગ?

Tripura Assembly Polls 2023 Result: ટિપરા મોથાના સંસ્થાપક પ્રદ્યોત દેબબર્મા (Pradyot Deb Barma) છે. તે આદિવાસી સમુદાય માટે ટીપરાલેન્ડ નામના અલગ રાજ્યની માંગ કરી રહ્યો છે.

Written by mansi bhuva
Updated : March 02, 2023 16:32 IST
Tripura Election 2023 Result: કોણ છે ત્રિપુરાના પ્રદ્યોત દેબ બર્મા, શું છે તેમની અલગ ટીપરાલેન્ડની માંગ?
Tripura Election Result 2023: પ્રદ્યોત દેબ બર્મા

આજે 2 માર્ચે ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભા ચૂંટણી પરિણામનો દિવસ છે. ત્યારે ભાજપ ત્રિપુરા ચૂંટણી પ્રદ્યોત દેબબર્મા રૂઝાનોમાં આગળ ચાલી રહી છે,પરંતુ ટિપરા મોથા પક્ષ પણ ઘણું સારું પ્રદર્શન કરી રહી હોવાના સમાચાર છે. ટિપરા મોથાના સંસ્થાપક પ્રદ્યોત દેબબર્મા (Pradyot Deb Barma) છે. તેઓ પહેલા કોંગ્રેસમાં જોડાયા હતા. પ્રદ્યોત દેબબર્માના માતા-પિતા પણ રાજકારણ સાથે જોડાયેલા હતા. તેના પિતાનું નામ કિરીટ વિક્રમ કિશોર દેબ વર્મા છે અને માતાનું નામ વિભુ કુમારી છે.

પ્રદ્યોત દેબબર્માનો જન્મ 4 જુલાઇ 1978ના ત્રિપુરામાં રાજાશાહી પરિવારમાં થયો હતો. તેઓએ તેની રાજકીય સફરની શરૂઆત કોંગ્રેસથી કરી હતી. તેના માતા-પિતા પણ કોંગ્રેસની ટિકટ પર સાંસદ સભ્ય રહી ચૂક્યા છે. વર્ષ 2018ની વિધાનસભા ચૂંટણી પછી કોંગ્રેસે પ્રદ્યોતને કોંગ્રેસ પક્ષના ત્રિપુરા યુનિટના અધ્યક્ષની કમાન સોંપી હતી. આ પછી પ્રદ્યોતનો પક્ષમાંથી મોહ ભંગ થઇ ગયો અને તેણે એનઆરસી મુદ્દે (NRC Issue) તેનો વિરોધ પ્રગટ કર્યો અને કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું.

આ પણ વાંચો: Nagaland, Meghalaya, Tripura Election 2023 Result – live : ત્રિપુરામાં ફરી બીજેપી તરફી ટ્રેન્ડ, મેઘાલયમાં NPP આગળ, નાગાલેન્ડમાં અડધાથી વધુ સીટો પર NDPP-BJP આગળ

આ પછી પ્રદ્યોતે ટિપરા મોથી નામના સમાજીક સંગઠનની રચના કરી, પણ તે પછી આ સંગઠન રાજનીતિ તાકતમાં તબ્દીલ થઇ ગયું. ટિપરા મોથાએ એપ્રિલ 2021માં ત્રિપુરા આદિવાસી ક્ષેત્ર સ્વાયત્ત જિલ્લા પરિષદની ચૂંટણી લડી હતી અને 28માંથી 18 બેઠકો જીતી હતી.

તમારા માટે ન્યૂઝ

1એક્સપ્રેસ ઇન્વેસ્ટિગેશન : લ્યુટિયન ઝોન, રિઝર્વ બેંક અને IIT-AIIMSના બંગલા પણ છે જંગલીય વિસ્તાર, સરકારના ફોરેસ્ટ મેપમાં ચોંકાવનારો ખુલાસો2સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, હવે સરકાર નહીં કમિટી નિમણૂક કરશે મુખ્ય ચૂંટણી કમિશનર3અદાણી-હિંડનબર્ગ મુદ્દો: સુપ્રીમ કોર્ટે નિષ્ણાત સમિતિની કરી રચના, સેબીને તપાસ હાથ ધરવા કહ્યું

પ્રદ્યોત આદિવાસી સમુદાયમાં મજબૂત પકડ ધરાવે છે અને તે આદિવાસી સમુદાય માટે ટીપરાલેન્ડ નામના અલગ રાજ્યની માંગ કરી રહ્યો છે.આનાથી તેમના પ્રત્યે આદિવાસીઓના ભાવનાત્મક લગાવ પણ ગહેરો થઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે, આ વિધાનસભા ચૂંટણીમાં ટીપરાએ 40 બેઠકો પર ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. આપને જણાવી દઇએ કે,ત્રિપુરામાં 32 ટકા આદિવાસી સમુદાયની વસ્તી છે.

આ પણ વાંચો: Tripura Election 2023 Result – live: ત્રિપુરાના સીએમ માણિક સાહા ટાઉન બારદોવાલી મતદારક્ષેત્રમાંથી જીત્યા

મહત્વનું છે કે, ત્રિપુરા વિધાનસભામાં આદિવાસી સમુદાય માટે 20 સીટો અનામત રાખવામાં આવી છે. આ સિવાય બિન આદિવાસી બેઠકો પર પણ પ્રદ્યોતે પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. આવી પરિસ્થિતિમાં ટિપરા મોથા કુલ 42 બેઠકો પર વિધાનસભા ચૂંટણી લડી રહી છે.જેનું આજે પરિણામ પ્રત્યક્ષ આવી જશે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં તમામ આદિવાસી અનામત બેઠકો ભાજપ-આઈપીએફટી ગઠબંધન દ્વારા જીતવામાં આવી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ