આજે 2 માર્ચે ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભા ચૂંટણી પરિણામનો દિવસ છે. ત્યારે ભાજપ ત્રિપુરા ચૂંટણી પ્રદ્યોત દેબબર્મા રૂઝાનોમાં આગળ ચાલી રહી છે,પરંતુ ટિપરા મોથા પક્ષ પણ ઘણું સારું પ્રદર્શન કરી રહી હોવાના સમાચાર છે. ટિપરા મોથાના સંસ્થાપક પ્રદ્યોત દેબબર્મા (Pradyot Deb Barma) છે. તેઓ પહેલા કોંગ્રેસમાં જોડાયા હતા. પ્રદ્યોત દેબબર્માના માતા-પિતા પણ રાજકારણ સાથે જોડાયેલા હતા. તેના પિતાનું નામ કિરીટ વિક્રમ કિશોર દેબ વર્મા છે અને માતાનું નામ વિભુ કુમારી છે.
પ્રદ્યોત દેબબર્માનો જન્મ 4 જુલાઇ 1978ના ત્રિપુરામાં રાજાશાહી પરિવારમાં થયો હતો. તેઓએ તેની રાજકીય સફરની શરૂઆત કોંગ્રેસથી કરી હતી. તેના માતા-પિતા પણ કોંગ્રેસની ટિકટ પર સાંસદ સભ્ય રહી ચૂક્યા છે. વર્ષ 2018ની વિધાનસભા ચૂંટણી પછી કોંગ્રેસે પ્રદ્યોતને કોંગ્રેસ પક્ષના ત્રિપુરા યુનિટના અધ્યક્ષની કમાન સોંપી હતી. આ પછી પ્રદ્યોતનો પક્ષમાંથી મોહ ભંગ થઇ ગયો અને તેણે એનઆરસી મુદ્દે (NRC Issue) તેનો વિરોધ પ્રગટ કર્યો અને કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું.
આ પછી પ્રદ્યોતે ટિપરા મોથી નામના સમાજીક સંગઠનની રચના કરી, પણ તે પછી આ સંગઠન રાજનીતિ તાકતમાં તબ્દીલ થઇ ગયું. ટિપરા મોથાએ એપ્રિલ 2021માં ત્રિપુરા આદિવાસી ક્ષેત્ર સ્વાયત્ત જિલ્લા પરિષદની ચૂંટણી લડી હતી અને 28માંથી 18 બેઠકો જીતી હતી.
તમારા માટે ન્યૂઝ
2સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, હવે સરકાર નહીં કમિટી નિમણૂક કરશે મુખ્ય ચૂંટણી કમિશનર
3અદાણી-હિંડનબર્ગ મુદ્દો: સુપ્રીમ કોર્ટે નિષ્ણાત સમિતિની કરી રચના, સેબીને તપાસ હાથ ધરવા કહ્યું
પ્રદ્યોત આદિવાસી સમુદાયમાં મજબૂત પકડ ધરાવે છે અને તે આદિવાસી સમુદાય માટે ટીપરાલેન્ડ નામના અલગ રાજ્યની માંગ કરી રહ્યો છે.આનાથી તેમના પ્રત્યે આદિવાસીઓના ભાવનાત્મક લગાવ પણ ગહેરો થઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે, આ વિધાનસભા ચૂંટણીમાં ટીપરાએ 40 બેઠકો પર ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. આપને જણાવી દઇએ કે,ત્રિપુરામાં 32 ટકા આદિવાસી સમુદાયની વસ્તી છે.
મહત્વનું છે કે, ત્રિપુરા વિધાનસભામાં આદિવાસી સમુદાય માટે 20 સીટો અનામત રાખવામાં આવી છે. આ સિવાય બિન આદિવાસી બેઠકો પર પણ પ્રદ્યોતે પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. આવી પરિસ્થિતિમાં ટિપરા મોથા કુલ 42 બેઠકો પર વિધાનસભા ચૂંટણી લડી રહી છે.જેનું આજે પરિણામ પ્રત્યક્ષ આવી જશે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં તમામ આદિવાસી અનામત બેઠકો ભાજપ-આઈપીએફટી ગઠબંધન દ્વારા જીતવામાં આવી હતી.