ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં થયેલા ઉમેશ પાલ હત્યાકાંડમાં પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. આ હત્યાકાંડમાં એક વધુ આરોપીનું એન્કાઉન્ટર થયું છે જેમાં તેનું મોત નીપજ્યું છે. એ વ્યક્તિએ ઉમેશ પાલને પહેલી ગોળી મારી હતી. જેનું એન્કાઉન્ટર થયું છે.
હત્યાકાંડમાં આરોપી ઉસ્માન ચૌધરીની પ્રયાગરાજ પોલીસની સાથે કૌધિયારા વિસ્તારમાં અથડામણ થઈ ગઈ. આ અથડામણમાં ઉસ્માન ચૌધરી ઘાયલ થયો હતો. ઇજાગ્રસ્ત અવસ્થામાં તેને પ્રયાગરાજની એસઆરએન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસ આ હત્યાંકાંડમાં વધુ એક એન્કાઉન્ટર કરી ચુકી છે. આ કેસમાં આ બીજું એન્કાઉન્ટર હતું.
આ એન્કાઉન્ટર અંગે પ્રયાગરાજ પોલીસ કમિશનર રમિત શર્માએ જણાવ્યું હતું કે, “કૌંધિયારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ અને આરોપી વિજય ઉર્ફે ઉસ્માન વચ્ચે એન્કાઉન્ટર થયું હતું, જેમાં આરોપી ઘાયલ થયો હતો.”
અગાઉ પોલીસે આરોપી અરબાઝનું એન્કાઉન્ટર કર્યું હતું. આ એન્કાઉન્ટરમાં અરબાઝ ઘાયલ થયો હતો અને પછી તેનું મોત થયું હતું. અરબાઝ ક્રેટા વાહન ચલાવતો હતો જેનો ઉપયોગ હત્યામાં કરવામાં આવ્યો હતો. અરબાઝ અતિક અહેમદના પુત્રનો ડ્રાઈવર હોવાનું કહેવાય છે.
આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ 6 માર્ચ : ‘નેશનલ ડ્રેસ ડે’, મહિલા ક્રાંતિકારી અંબિકા ચક્રવર્તીનું અવસાન
જણાવી દઈએ કે 24 ફેબ્રુઆરીના રોજ ઉમેશ પાલની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. અતીક અહેમદ અને તેના પુત્ર પર આ હત્યાનો આરોપ છે. ઉમેશ પાલ, જેઓ બસપાના ધારાસભ્ય હતા, રાજુ પાલ હત્યા કેસમાં મુખ્ય સાક્ષી હતા.
આ પણ વાંચોઃ- ત્રિપુરામાં પરાજય પર વામપંથી નેતાએ સમજાવ્યું ગણિત, કહ્યું- ટિપરા મોથાથી તાલમેલ ના થતા ભાજપને થયો ફાયદો
અતીક અહેમદ અને તેના પુત્રો પર પણ ઉમેશ પાલની હત્યાનો આરોપ છે. પોલીસે ક્રેટા કાર કબજે કરી છે. કાર અતિક અહેમદના ઘરથી 200 મીટર દૂર પાર્ક કરેલી મળી આવી હતી. ક્રેટા કાર સફેદ રંગની છે જેમાં નંબર પ્લેટ નથી. તપાસમાં ખુલાસો થયો છે કે ઉમેશ પાલને મારવા આવેલા 7 શૂટર્સમાંથી 2 અતિક અહેમદ ગેંગના હતા. દરમિયાન, યુપી પોલીસે ગુજરાતની સાબરમતી જેલમાં બંધ અતીક અહેમદની પૂછપરછ કરવાની તૈયારી કરી લીધી છે. સૂત્રોનું કહેવું છે કે જેલમાં રહેલા અતીક અહેમદે ઉમેશ પાલની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.