/indian-express-gujarati/media/media_files/2026/02/09/coronal-hole-on-sun-nasa-image-2026-02-09-11-55-24.jpg)
સૂર્ય પરનું વિશાળ છિદ્ર કોરોનલ હોલ જેમાંથી તીવ્ર ગતિએ ચાર્જ્ડ કણો અવકાશમાં ફેંકાય છે. Photograph: (NASA)
Coronal Hole on Sun: બ્રહ્માંડમાં કોરોનલ હોલ રુપે વધુ એક અજીબ ઘટના સામે આવી છે. બ્રહ્માંડમાં જ્યારે પણ કોઈ હલચલ થાય છે, ત્યારે તેની સૌથી પહેલી અસર આપણી પૃથ્વી પર જોવા મળે છે. તાજેતરમાં નાસા (NASA) ના સોલર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરી (SDO) એ સૂર્યની સપાટી પર એક અત્યંત ચોંકાવનારી તસવીર ઝડપી છે. સૂર્યના દક્ષિણ ધ્રુવ પર એક વિશાળ કાળો વિસ્તાર દેખાયો છે જેને વૈજ્ઞાનિકો 'કોરોનલ હોલ' (Coronal Hole) ઓળખાવી રહ્યા છે. જે કદમાં આપણી પૃથ્વી કરતા 20 ગણો મોટો છે. ચાલો, અહીં જાણીએ કે વૈજ્ઞાનિકો આ વિશાળ રહસ્યમય છિદ્ર મુદ્દે ચિંતિત કેમ છે.
સૂર્યનું આ વિશાળ છિદ્ર (કોરોનલ હોલ) વૈજ્ઞાનિકો માટે મોટો કોયડો બન્યું છે. એનું પણ કારણ છે કે, આ છિદ્રમાંથી નીકળતા ચાર્જ્ડ કણો એટલે કે 'સોલર વિન્ડ્સ' 18 લાખ માઈલ પ્રતિ કલાકની પ્રચંડ ઝડપે પૃથ્વી તરફ આગળ વધી રહ્યા છે.
શું સૂર્યમાં ખરેખર છિદ્ર પડ્યું છે?
સામાન્ય રીતે 'છિદ્ર' શબ્દ સાંભળીને આપણને લાગે કે સૂર્યમાં કોઈ ખાડો પડ્યો હશે, પરંતુ વિજ્ઞાન કંઈક અલગ કહે છે. સૂર્ય એ વાયુઓનો બનેલો ધગધગતો ગોળો છે. કોરોનલ હોલ એ સૂર્યના વાતાવરણનો એવો વિસ્તાર છે જ્યાં પ્લાઝ્મા ઠંડા હોય છે અને એમની ઘનતા ઓછી હોય છે. અહીં સૂર્યનું ચુંબકીય ક્ષેત્ર (Magnetic Field) ખુલ્લું હોય છે, જેના કારણે સૂર્યની અંદરના કણો અવકાશમાં તીવ્ર ગતિએ ફેંકાય છે.
શું ખરેખર ઇન્ટરનેટ ઠપ્પ થઈ જશે?
સોશિયલ મીડિયા પર 'ઇન્ટરનેટ એપોકેલિપ્સ' (Internet Apocalypse) વિશે ઘણી ચર્ચાઓ થઈ રહી છે. વિજ્ઞાનીઓના મતે, જ્યારે આ સોલર વિન્ડ્સ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે અથડાય છે, ત્યારે જીઓમેગ્નેટિક સ્ટોર્મ (Geomagnetic Storm) સર્જાય છે. જે કેટલેક અંશે ઇન્ટરનેટ માટે અડચણો પેદા કરી શકે છે.
સેટેલાઇટ પર અસર: અવકાશમાં તરતા સેટેલાઇટ્સ આ તોફાનની સીધી ઝપેટમાં આવી શકે છે, જેનાથી GPS અને સંચાર સેવાઓમાં વિક્ષેપ પડી શકે છે.
પાવર ગ્રીડ: જો તોફાન અત્યંત શક્તિશાળી હોય, તો પૃથ્વી પરની હાઈ-વોલ્ટેજ પાવર ગ્રીડમાં ટ્રાન્સફોર્મર બળી શકે છે અને બ્લેકઆઉટ થઈ શકે છે.
ઇન્ટરનેટ: લાંબા અંતરની અંડરસી કેબલ્સ (સમુદ્રની અંદરના કેબલ્સ) જે ઇન્ટરનેટ ચલાવે છે, તે આ ચુંબકીય તરંગોથી પ્રભાવિત થઈ શકે છે, જેનાથી વૈશ્વિક સ્તરે ઇન્ટરનેટ ધીમું પડી શકે અથવા અટકી શકે છે.
NASA દ્વારા લેવાયેલ કોરોનલ હોલ તસ્વીર
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/02/09/nasa-discover-coronal-hole-on-sun-2026-02-09-12-08-03.jpg)
શું તમે જાણો છો? સૂર્યના રોમાંચક તથ્યો
ઓરોરા નિર્માણ: સોલર સ્ટોર્મ માત્ર નુકસાન નથી કરતું, તે આકાશમાં સુંદરતા પણ લાવે છે. જ્યારે આ કણો પૃથ્વીના વાતાવરણ સાથે અથડાય છે, ત્યારે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર લીલા અને લાલ રંગનો સુંદર પ્રકાશ દેખાય છે, જેને 'નોર્ધન લાઈટ્સ' (Aurora) કહેવાય છે.
- 1859 ની ઘટના: ઇતિહાસમાં1859 માં 'કેરિંગ્ટન ઇવેન્ટ' નામનું સૌથી મોટું સોલર તોફાન આવ્યું હતું. તે સમયે ટેલિગ્રાફ મશીનો આપોઆપ ચાલવા લાગ્યા હતા અને ઘણામાં આગ લાગી ગઈ હતી!
- પૃથ્વીનું રક્ષણ: પૃથ્વીનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર (Magnetosphere) એક સુરક્ષા કવચ તરીકે કામ કરે છે, જે મોટાભાગના ઘાતક કણોને અવકાશમાં પાછા ધકેલી દે છે.
- સોલર સાયકલ: સૂર્ય દર 11 વર્ષે તેના 'સોલર મેક્સિમમ' તબક્કામાંથી પસાર થાય છે, જેમાં આવા છિદ્રો અને તોફાનો આવવાની શક્યતા વધી જાય છે. 2025-26 આ સાયકલનો પીક સમય ગણાય છે.
આપણે કેટલા સુરક્ષિત છીએ?
વૈજ્ઞાનિકો આ કોરોનલ હોલ પર સતત નજર રાખી રહ્યા છે. હાલના તબક્કે, આ તોફાન 'મધ્યમ' શ્રેણીનું હોવાનું અનુમાન છે, તેથી ગભરાવાની જરૂર નથી. પરંતુ ટેકનોલોજી પર નિર્ભર આજની દુનિયામાં, સૂર્યની એક નાની હલચલ પણ આપણી જીવનશૈલીને થંભાવી દેવા માટે પૂરતી છે.
Science News: બ્રહ્માંડનું અદ્રશ્ય રહસ્ય, જાણો શું છે આ ડાર્ડ મેટર રિંગ?
આ શોધ આપણને યાદ અપાવે છે કે આપણે અંતરિક્ષના કેટલા વિશાળ અને અનિશ્ચિત વાતાવરણમાં જીવી રહ્યા છીએ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us