એમપીથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી ચાલશે ક્રૂઝ, 100 કરોડ રૂપિયાના રોકાણનો પ્રસ્તાવ

Global Investors Summit: મધ્યપ્રદેશથી ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની ક્રૂઝ ટૂંક સમયમાં કાર્યરત થઈ શકે છે.

Written by Rakesh Parmar
February 28, 2025 15:59 IST
એમપીથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી ચાલશે ક્રૂઝ, 100 કરોડ રૂપિયાના રોકાણનો પ્રસ્તાવ
એમપી ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં 6 ક્રૂઝ ટૂરિસ્ટના પ્રોજેક્ટના પ્રસ્તાવ આવ્યા છે. (તસવીર: Freepik)

MP News: મધ્ય પ્રદેશને ખુબ જ જલદી વધુ એક સૌગાત મળવા જઈ રહી છે. ક્રૂઝ પ્રોજેક્ટમાં 100 કરોડ રૂપિયાના રોકાણનો પ્રસ્તાવ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં આવ્યો છે. આ ક્રૂઝ ધાર જિલ્લાના કુક્ષીથી ગુજરાતના સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી ચલાવવામાં આવશે. જેની લંબાઈ 135 કિલોમીટર હશે. સાથે જ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી પર લગભગ 70 કરોડ રૂપિયાના ખર્ચનું અનુમાન છે.

આ રૂટોમાંથી કોઈ એક પર ચાલશે ક્રૂઝ

ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં 6 ક્રૂઝ ટૂરિસ્ટના પ્રોજેક્ટના પ્રસ્તાવ આવ્યા છે. જેમાં કુક્ષીથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી, સેલાની ધારા, રાજઘાટ બેતવાથી દેઓગઢ, બરગીથી ટિંડની, ગાંધીસાગરથી સંજીત અને તવાથી મઢઈ સામેલ છે. તેમાં સરયૂ નદીમાં ક્રૂઝ ચલાવનારી કંપનીઓએ પ્રસ્તાવ આપ્યા છે.

આ પણ વાંચો: ગોવામાં પ્રવાસીઓ કેમ નથી આવતા? ભાજપ નેતાનો વિચિત્ર દાવો, ઈડલી સાંભાર સાથે કનેક્શન

એમપીમાં ક્રૂઝ ચલાવવાનો પ્રસ્તાવ આપનારી કંપની સરયૂ નદીમાં 2 ક્રૂઝ ચલાવી રહી છે. યૂપીમાં સરયૂ નદી પર જ જટાયુ ક્રૂઝ સેવાની શરૂઆથ બે વર્ષ પહેલા થઈ હતી. એમપીમાં નર્મદા નદીમાં ક્રૂઝ સંચાલન શરૂ થવાથી ઘણા ધાર્મિક શહેરો જોડાઈ જશે.

એનજીટીએ ક્રૂઝ અને મોટર બોટ પર પ્રતિબંધ લગાવ્યો છે

એમપીમાં ચાલતા ક્રૂઝ અને હાઉસ બોટ્સ સોલાર અથવા ઈલેક્ટ્રીક હોઈ શકે છે. ગત વર્ષોમાં એનજીટી તરફથી ભોપાલને મોટા તળાવ સહિત ઘણા સ્થાનો પર દોઢ વર્ષ પહેલા રોક લગાવી હતી. એનજીટી તરફથી તર્ક આપવામાં આવ્યું હતું કે ડીઝલ એન્જીન અને મોટર બોટ્સથી પાણી અને સિંચાઈનું પાણઈ દુષિત થાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ