ડિજિટલ અરેસ્ટ રાખી ઉદ્યોગપતિની વહુને સાયબર ઠગોએ 3 દિવસમાં 1.60 કરોડ રૂપિયાની કરી ઠગાઈ

Indore Digital Arrest: મધ્ય પ્રદેશના ઈંદોરમાં વધુ એક વખત ડિજિટલ અરેસ્ટનો મામલો સામે આવ્યો છે. આ વખતે સાયબર ઠગોએ વેપારીની વહૂને નિશાન બનાવતા ડિજિટલ અરેસ્ટ કરી અને દોઢ કરોડથી વધુ રૂપિયાની ઠગાઈ કરી લીધી.

Written by Rakesh Parmar
Updated : November 28, 2024 20:07 IST
ડિજિટલ અરેસ્ટ રાખી ઉદ્યોગપતિની વહુને સાયબર ઠગોએ 3 દિવસમાં 1.60 કરોડ રૂપિયાની કરી ઠગાઈ
ઈંદોરમાં મહિલા બિઝનેસમેન ડિજિટલ અરેસ્ટનો શિકાર બની. (તસવીર: Indian Express)

Indore Digital Arrest: મધ્ય પ્રદેશના ઈંદોરમાં વધુ એક વખત ડિજિટલ અરેસ્ટનો મામલો સામે આવ્યો છે. આ વખતે સાયબર ઠગોએ વેપારીની વહુને નિશાન બનાવતા ડિજિટલ અરેસ્ટ કરી અને દોઢ કરોડથી વધુ રૂપિયાની ઠગાઈ કરી લીધી. હાલમાં મહિલાની ફરિયાદના આધારે પોલીસ આખા મામલાની તપાસ કરી રહી છે.

ત્રણ દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ રાખી

જાણકારી અનુસાર, ઈંદોરની મહિલા વેપારી વંદના ગુપ્તાને સાયબર ઠગોએ મની લોંન્ડ્રિંગ કેસમાં ફસાવીને ત્રણ દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ રાખી હતી. આ ઠગ ટોળકીએ પોતાને ઈડીના અધિકારી ગણાવ્યા એક કરોડ 60 લાખ રૂપિયા તેમના બેંક એકાઉન્ટમાં ટ્રાસફર કરાવી લીધા હતા. અને તેને ગોલ્ડ લોન લેવા માટે પણ દબાણ કર્યુ હતું. ઠગાઈની શિકાર થયેલી મહિલાએ હવે પોલીસમાં ફરિયાદ કરી છે.

ઇડીના અધિકારી બની ઠગાઈ આચરી

સાયબર પોલીસે અધિકારી નરેન્દ્ર રઘુવંશીએ જણાવ્યું કે, બદમાશોએ મહિલાને જેટ એરવેજના સંસ્થાપક નરેશ ગોયલ સાથે સંબંધિત મની લોંન્ડ્રિંગના પ્રકરણમાં સામેલ બતાવી ત્રણ દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ રાખી. આ ઠગોએ પોતાને ઈડી અધિકારી ગણાવી તપાસના નામે એક કરોડ 60 લાખ રૂપિયા તેમના ખાતામાં જમા કરાવી લીધા હતા. તે પછી પણ સાયબર ઠગોએ મહિલા પર ગોલ્ડ લોન લઈ રકમને મોકલવા માટે દબાણ કર્યું હતું ત્યારે મહિલાને ઠગાઈ થવાની શંકા થઈ હતી.

સાયબર સેલ કરી રહી છે મામલાની તપાસ

આ પછી મહિલા વેપારીએ નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર ફરિયાદ કરી હતી. હવે પોલીસ સાયબર ઠગોના ખાતા અને મોબાઈલ નંબરના આધારે તેમની જાણકારી એકઠી કરી રહી છે. સાયબર ઠગોનો શિકાર બનેલી 50 વર્ષીય મહિલા વંદના ગુપ્તા ઈંદોરના પ્રગતિ વિહાર કોલોનીમાં રહે છે. તે ઉદ્યોગપતિ સુભાષ ગુપ્તાની વહુ છે અને શેર ખરીદવા-વેચવાનારા એક મોટા ગ્રુપ સાથે વેપાર કરે છે. વંદનાનું કહેવું છે કે તેમણે સાયબર અરેસ્ટ જેવી ઘટના વિશે ક્યારેય સાંભળ્યુ નથી. આ કારણે જ તે બદમાશો અને ઠગની જાળમાં ફસાઈ ગઈ અને કરોડો રૂપિયા ગુમાવી દીધા.

આ પણ વાંચો: ડિજિટલ અરેસ્ટ શું છે અને તેનાથી બચવા શું કરવું? જાણો Digital Arrest વિશે A to Z માહિતી

ડિજિટલ અરેસ્ટથી બચવા માટેના 3 ઉપાય

જોકે અહીં સવાલ એ પણ ઉદ્ભવે છે કે પોલીસ દ્વારા જાહેર કાર્યક્રમો, સોશિયલ મીડિયામાં સંદેશ અને નુક્કડ નાટક દ્વારા ‘ડિજિટલ અરેસ્ટ’થી સાવધાન રહેવા લોકોને જણાવે છે છતા નાગરીકો તેનો ભોગ કેમ બની રહ્યા છે. અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા STOP, THINK અને ACT જેના ત્રણ નિયમો વિશે જાણકારી આપવામાં આવી છે જેનો અમલ કરીને નાગરિકો ડિજિટલ અરેસ્ટથી બચી શકે છે.

  • પ્રથમ નિયમ – STOP: કોઈની સાથે તમારી અંગત માહિતી શેર કરશો નહીં.
  • બીજો નિયમ – THINK: સરકારની કોઈ પણ એજન્સી તમને ફોન પર ધમકી કેમ આપે?
  • ત્રીજો નિયમ – ACT: જો કોઇ તમને કહે કે તમે ‘ડિજિટલ અરેસ્ટ’ થઇ ગયા છો, તો જવાબ આપશો નહીં, ફોન કટ કરો અને 1930 પર જાણકારી આપો.

ડિજિટલ અરેસ્ટ શું છે – What is digital arrest?

ડિજિટલ અરેસ્ટ એક સાયબર ગુનો છે, જેમાં અપરાધિ કોઈ વ્યક્તિની સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી ચોરી કરીને તેને માનસિક રીતે હૈરાન કરે છે. અપરાધિ ધમકીઓ આપે છે કે જો તેમની માંગ પૂર્ણ કરવામાં નહીં આવે તો પીડિતની તસવીરો અથવા જાણકારી સાર્વજનિક કરે દેવામા આવશે.

આ અપરાધમાં ન માત્ર માનસિક રીતે પ્રતાડીત કરવામાં આવે છે પરંતુ વ્યક્તિને સામાજીક બદનામીનો ડર પણ દેખાડવામાં આવે છે. કોઈ તમને ઓનલાઈન ધમકી આપી રહ્યું છે અને વીડિયો કોલિંગ દ્વારા તમારા પર નજર રાખી રહ્યું છે. ડિજીટલ ધરપકડ દરમિયાન સાયબર ગુનેગારો નકલી પોલીસ અધિકારીઓ તરીકે ધાકધમકી આપે છે અને પીડિતોને પોતાનો શિકાર બનાવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ