મધ્યપ્રદેશના ઇન્દોરથી ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે, ઇન્દોરની પ્રગતિ પાર્ક કોલોનીમાં એક મોટી ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. ચોરીની ઘટના 10 ઓગસ્ટની વહેલી સવારે બની હતી, જેના CCTV ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વાયરલ વીડિયો જોયા બાદ લોકોએ સુરક્ષા પર પણ સવાલ ઉઠાવ્યા છે. નિવૃત્ત જસ્ટિસ રમેશ ગર્ગના ઘરે આ ચોરી થઈ છે. માસ્ક પહેરેલા 3 ચોરો ઘરમાં ઘૂસી ગયા અને થોડીવારમાં જ 5 લાખ રૂપિયાથી વધુની રોકડ અને દાગીના ચોરી ગયા.
આ આખી ઘટના CCTVમાં કેદ થઈ છે, વીડિયોમાં જોઈ શકાય છે કે ચોરો લોખંડની ગ્રીલ કાપીને કબાટનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ કરે છે. આ પછી તેઓ ખૂબ જ આરામથી સામાન ચોરી કરે છે. ચોરી સમયે જજનો પરિવાર ઘરમાં સૂતો હતો. જોકે ચોરોએ ચોરી એટલી ચાલાકીથી કરી કે કોઈને કોઈ સુરાગ ન મળ્યો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘરમાં સાયરન પણ વાગ્યું હતું પરંતુ સૂતેલા પરિવારે તે સાંભળ્યું નહીં. વીડિયોમાં જોઈ શકાય છે કે એક ચોર સૂતેલા વ્યક્તિ પાસે લોખંડનો સળિયો લઈને શાંતિથી ઊભો છે, અને સતત તેની સામે જોઈ રહ્યો છે. મતલબ કે જો તે જાગ્યો હોત તો ચોરે તેને મારી નાખવાની યોજના બનાવી હશે. તે જાગ્યો નહીં અને તેનો જીવ બચી ગયો. ચોરો સરળતાથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ લઈને ભાગી ગયા. સીસીટીવી પણ ચાલુ હતા પરંતુ ચોરોને જોઈને લાગે છે કે તેઓ ખૂબ જ ચાલાક હતા.
આ પણ વાંચો: ભારતીય ધ્વજ સાથે જોડાયેલા 10 નિયમો, ભૂલથી પણ ના થાય ત્રિરંગાનું અપમાન
પોલીસનું કહેવું છે કે અન્ય વિસ્તારોમાં પણ ચોરીઓ થઈ છે પોલીસને શંકા છે કે આ કોઈ ગેંગનું કામ છે, હાલમાં ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. લોકો ગભરાટમાં છે અને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.