/indian-express-gujarati/media/media_files/2026/01/09/parliament-budget-session-2026-2026-01-09-22-05-07.jpg)
સંસદ બજેટ સત્ર 2026 Photograph: (સોશિયલ મીડિયા)
સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જાહેરાત કરી છે કે સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી શરૂ થશે અને 2 એપ્રિલ સુધી ચાલશે. બજેટ સત્ર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના લોકસભામાં સંસદના બંને ગૃહોના સંયુક્ત સત્રને સંબોધન સાથે શરૂ થશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ આર્થિક સર્વે અને સામાન્ય બજેટ રજૂ કરશે. 1 ફેબ્રુઆરીને બજેટ દિવસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.
રિજિજુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે, "ભારત સરકારની ભલામણ પર, માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બજેટ સત્ર 2026 માટે સંસદના બંને ગૃહોનું આયોજન કરવાની મંજૂરી આપી છે."
On the recommendation of the Govt of India, Hon’ble President of India, Smt. Droupadi Murmu ji has approved the summoning of both the Houses of Parliament for the Budget Session 2026.
— Kiren Rijiju (@KirenRijiju) January 9, 2026
The Session will commence on 28 January 2026 and continue till 2 April 2026.
The first phase… pic.twitter.com/FxGYCL7keq
પ્રથમ તબક્કો 13 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે
રિજિજુએ કહ્યું, "આ સત્ર 28 જાન્યુઆરી, 2026થી શરૂ થશે અને 2 એપ્રિલ, 2026 સુધી ચાલુ રહેશે." તેમણે કહ્યું, "સત્રનો પ્રથમ તબક્કો 13 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે, અને સંસદ તેનો બીજો તબક્કો 9 માર્ચે ફરી શરૂ કરશે."
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
સંસદના શિયાળુ સત્રની જેમ બજેટ સત્રમાં પણ ઘણા બિલ રજૂ થવાની અથવા ચર્ચા થવાની અપેક્ષા છે. દરમિયાન ભારત આ વર્ષે ફેબ્રુઆરીમાં દિલ્હીમાં AI ઇમ્પેક્ટ સમિટનું આયોજન પણ કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ સમિટનું ઉદ્ઘાટન કરશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us