ભારતને ગુલામ બનાવી 200 વર્ષ સુધી રાજ કરનાર ‘બ્રિટન’માં હવે ‘ભારતીય રાજ’નો ઉદય થયો છે. ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા છે. બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાએ ઋષિ સુનકને દેશના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે અને તેમને પોતાની સરકાર બનાવવા માટે કહ્યું છે.
બ્રિટનના નવા વડાપ્રધાન ઋષિ સુનકે રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું કે, “આ સરકાર દરેક સ્તરે ઈમાનદારી, વ્યાવસાયિકતા અને જવાબદારીના આધારે ચાલશે. વિશ્વાસ મેળવો છે અને હવે હું તમારો વિશ્વાસ હાંસલ કરશ.”
તેમણે કહ્યુ કે, “મારી સરકાર એવી અર્થવ્યવસ્થાનું નિર્માણ કરશે કે જે બ્રેક્ઝિટની તકોનો મહત્તમ ફાયદો ઉઠાવશે,”. “હું પાછલી લિઝ ટ્રસ સરકાર પ્રત્યે સહાનુભૂતિ ધરાવું છું. તેઓ આ દેશના વિકાસમાં સુધારો કરવાની ઇચ્છા ધરાવતી હતી, તેઓ ખોટા ન હતા. આ એક સારો હેતુ છે અને હું પરિવર્તન લાવવાની તેમની ધગશની પ્રશંસા કરું છું, પરંતુ કેટલીક ભૂલો કરવામાં આવી હતી, જેમાં ખરાબ ભાવનાઓ ન હતી, તેમ છતાં તે ભૂલ હતી.”
શ્રી કૃષ્ણના ભક્ત છે બ્રિટનના નવા વડાપ્રધાન
બ્રિટનના નવા વડાપ્રધાન ઋષિ સુનક શ્રી કૃષ્ણના ભક્ત છે. વડાપ્રધાન બનતાની સાથે જ તેમનો જૂનો ગોપૂજાનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ ગોપૂજા કરતા દેખાઇ રહ્યા છે. તેઓ સૌપ્રથમ વર્ષ 2015માં રિચમન્ડ, યોર્કશાયરના સાંસદ બન્યા હતા અને ત્યારબાદ તેમણે હાઉસ ઓફ કોમન્સમાં ભગવદ ગીતા પર હાથ રાખીને શપથ લીધા હતા. તે અવારનવાર શ્રી કૃષ્ણ મંદિરમાં દર્શન માટે જાય છે.
આ પણ વાંચોઃ બ્રિટનના નવા PM બનનાર ભારતીય મૂળના ઋષિ સુનક સામે આર્થિક અને રાજકીય સ્તર પર કેવા હશે પડકારો? 10 પોઈન્ટ્સ
તેમને હિંદુ ધર્મમાં ઊંડી શ્રદ્ધા છે. જ્યારે તેઓ બોરિસ જ્હોન્સનની સરકારમાં નાણાં પ્રધાન હતા, ત્યારે તેઓ તેમના ડાઉનિંગ સ્ટ્રીટના સત્તાવાર નિવાસસ્થાને દિવાળી પર દીવા પ્રગટાવતા હતા. વડાપ્રધાન બનતાની સાથે જ તેમનો ગાય પૂજા કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
ઋષિ સુનક વારંવાર કહે છે કે તેઓ જ્યારે મૂંઝવણની સ્થિતિમાં હોય ત્યારે તેઓ ભગવદ ગીતા વાંચે છે. આનાથી તેમને ખૂબ જ માનસિક શાંતિ મળે છે અને તેઓ સમસ્યાઓ ઉકેલવામાં સક્ષમ બને છે.
આ પણ વાંચોઃ ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના પ્રથમ હિન્દુ પીએમ બન્યા, ઇન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિના છે જમાઇ