આજનો ઇતિહાસ 11 માર્ચ : સંભાજી મહારાજની પુણ્યતિથિ, ઓટમીલ નટ વેફલ્સ ડે અને વર્લ્ડ પ્લમ્બિંગ ડે

Today history 11 March : આજે 11 માર્ચ 2023 (11 march) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો ઓટમીલ નટ વેફલ્સ ડે અને વર્લ્ડ પ્લમ્બિંગ ડે ઉજવાય છે. ઉપરાંત આજે છત્રપતિ શિવાજીના સૌથી મોટા પુત્ર અને ઉત્તરાધિકારી સંભાજી મહારાજની પુણ્યતિથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (11 march history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Written by Ajay Saroya
March 11, 2023 06:50 IST
આજનો ઇતિહાસ 11 માર્ચ : સંભાજી મહારાજની પુણ્યતિથિ, ઓટમીલ નટ વેફલ્સ ડે અને વર્લ્ડ પ્લમ્બિંગ ડે
છત્રપતિ શિવાજીના સૌથી મોટા પુત્ર અને ઉત્તરાધિકારી સંભાજી મહારાજ

Today history 11 March : આજે 11 માર્ચ, 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ઓટમીલ નટ વેફલ્સ ડે અને વર્લ્ડ પ્લમ્બિંગ ડે ઉજવવામાં આવે છે. વર્લ્ડ પ્લમ્બિંગ કાઉન્સિલ દ્વારા દર વર્ષે 11 માર્ચે સામાજિક સ્વાસ્થ્ય અને સુવિધામાં પ્લમ્બિંગની મહત્વપૂર્ણ કામગીરીને બિરદાવવા માટે આ દિવસની ઉજવણી કરાય છે. અમેરિકામાં વર્ષ 1918માં આજના દિવસે સ્પેનિશ ફ્લુનો પ્રથમ કેસ નોંધાયો હતો. આજે છત્રપતિ શિવાજીના સૌથી મોટા પુત્ર અને ઉત્તરાધિકારી સંભાજી મહારાજની પુણ્યતિથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (11 march history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

11 માર્ચની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1814 – નોર્વે એ સ્વતંત્રતાનો દાવો કર્યો.
  • 1918 – અમેરિકામાં સ્પેનિશ ફ્લુનો પ્રથમ કેસ નોંધાયો હતો.
  • 1919 – ફ્રેડરિક એબર્ટ જર્મનીના પ્રમુખ તરીકે ચૂંટાયા.
  • 1953 – રશિયાએ ઇઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધો તોડી નાખ્યા.
  • 1978 – ચીને એરિસ્ટોટલ, શેક્સપિયર અને ડિકન્સના સાહિત્ય પરનો સેસ પ્રતિબંધ ઉઠાવી લીધો.
  • 1996 – ઈરાને સેટેનિક વર્સિસના લેખક સલમાન રુશ્દી સામેનો ફતવો પાછો ખેંચ્યો.
  • 1999 – ઈન્ફોસિસ કંપની Nasdaq (NASDAQ) ઈન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થનારી પ્રથમ ભારતીય કંપની બની.
  • 2001 – સંયુક્ત રાજ્યના જનરલ સેક્રેટરી કોફી અન્નાનને એશિયાના ચાર દેશોનો પ્રવાસ પાકિસ્તાનથી શરૂ કર્યો હતો, અન્નાન કાશ્મીર પર ભારતના વલણ સાથે સહમત છે, તાલિબાને બૌદ્ધ મૂર્તિઓના વિનાશ અંગે અન્નાનની વિનંતીને નકારી કાઢી છે.

આ પણ વાંચોઃ 10 માર્ચનો ઇતિહાસ : સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સની સ્થાપના થઇ, ગબ્બર સિંહ નેગીનો શહીદ દિન

  • 2004 – સ્પેનમાં ત્રણ રેલવે સ્ટેશનો પર બોમ્બ વિસ્ફોટોમાં 190 લોકોના મોત, 1200 ઘાયલ.
  • 2006 – ગ્રીક સંસદે બહુમતી સાથે અંતિમ સંસ્કારની મંજૂરી આપતો કાયદો પસાર કર્યો.
  • 2008 – પાકિસ્તાનના લાહોરમાં થયેલા બે આત્મઘાતી વિસ્ફોટોમાં 26 લોકો માર્યા ગયા હતા. યુએસ સ્પેસ એજન્સી નાસાનું યાન એન્ડેવર અંતરિક્ષ સ્ટેશન તરફ ઉડાન ભરી.
  • 2010 – અરુણાચલ પ્રદેશના કુરુંગ કમ્પી જિલ્લામાં એક ખાનગી હોસ્ટેલમાં આગ લાગવાથી 14 બાળકોના મોત થયા છે અને 8 ઘાયલ થયા હતા.
  • ભારતના પરમાણુ ઉર્જા આયોગના અધ્યક્ષ શ્રીકુમાર બેનર્જી અને બ્રિટિશ હાઈ કમિશનર રિચર્ડ સ્ટેગે ભારત-યુકે સિવિલ ન્યુક્લિયર એગ્રીમેન્ટ પર સંયુક્ત ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા.
  • ભારતે નેપાળ સાથે હવાઈ સેવાઓને લઈને એક નવા કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેના હેઠળ બંને દેશો પરસ્પર સંમતિના આધારે એકબીજાની એરલાઈન્સને તેમની વચ્ચે ગમે તેટલી ફ્લાઈટ્સ ઉડાવવાની મંજૂરી આપી શકશે. આ કરાર હેઠળ બંને દેશોની એરલાઇન્સ એકબીજાના દેશના સેક્શન-1ના રૂટ-1 પર કોઈપણ પ્રકારના એરક્રાફ્ટ દ્વારા દર અઠવાડિયે મહત્તમ 30,000 સીટો ઉપલબ્ધ કરાવશે.
  • 2011 – ભારતના રક્ષા વૈજ્ઞાનિકોએ ઓરિસ્સાના દરિયા કિનારે 350 કિમી સુધી હુમલો કરનાર ધનુષ અને પૃથ્વી મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું.

આ પણ વાંચોઃ 9 માર્ચનો ઇતિહાસ : પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં અંગ્રેજોને હંફાવનારા ભાલેસુલતાન ક્ષત્રિયોનો શહીદ દિવસ

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • થોમસ આલ્વા એડિસન (1847) – વિદ્યુત બલ્બના સંશોધક અને વૈજ્ઞાનિક હતા.
  • વિજય હજારે (1915) – ભારતના પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી હતા.
  • મદનસિંહ મતવાલે (1925) – હૈદરાબાદના રજવાડા સાથે સંઘર્ષ કરનાર અગ્રણી વ્યક્તિઓ પૈકીના એક.
  • વી. શાંતા (1927) – રેમન મેગ્સેસે પુરસ્કાર વિજેતા ભારતીય મહિલા ડૉક્ટર હતા.
  • સુદર્શન સાહુ (1939) – એક પ્રખ્યાત ભારતીય શિલ્પકાર છે.
  • અમરિંદર સિંહ (1942) – પંજાબના મુખ્યમંત્રી
  • ડૉ. અશોક બંસલ (1951)- જાણીતા ભારતીય પત્રકાર અને લેખક.
  • વિનોદ દુઆ (1954) – એક પ્રખ્યાત ભારતીય સમાચાર વક્તા, હિન્દી ટેલિવિઝનના પત્રકાર અને પ્રોગ્રામ ડિરેક્ટર હતા.
  • મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન (1961) – અબુ ધાબીના રાજકુમાર.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 8 માર્ચ : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • સંભાજી મહારાજ (1699) – છત્રપતિ શિવાજીના સૌથી મોટા પુત્ર અને ઉત્તરાધિકારી હતા.
  • ચંદ્રભાનુ ગુપ્તા (1980) – પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન.

આ પણ વાંચો- 7 માર્ચનો ઇતિહાસ : નેશનલ સ્પોર્ટ્સ મેનશીપ ડે – રમતગમતમાં ખેલદિલી પણ જરૂરી છે

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ