લો બોલો! મુખ્યમંત્રીના કાફલાના વાહનોમાં ભરી દીધુ પાણી મિક્સ ડીઝલ, 19 વાહનોમાં ખરાબ, પેટ્રોલ પંપ સીલ

Madhya Pradesh News: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવના કાફલાના 19 વિદેશી વાહનોમાં ખામી સર્જાઈ હતી. આનું કારણ આ વાહનોમાં દૂષિત ડીઝલ ભરાયું હતું.

Written by Rakesh Parmar
June 27, 2025 17:51 IST
લો બોલો! મુખ્યમંત્રીના કાફલાના વાહનોમાં ભરી દીધુ પાણી મિક્સ ડીઝલ, 19 વાહનોમાં ખરાબ, પેટ્રોલ પંપ સીલ
પેટ્રોલ પંપ પર ડીઝલ ભર્યા પછી કેટલાક વાહનો ખરાબ થઈ ગયા હતા. (તસવીર: X)

ગુરુવારે રાત્રે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવના કાફલાના 19 વિદેશી વાહનોમાં ખામી સર્જાઈ હતી. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં જણાવાયું છે કે આનું કારણ આ વાહનોમાં દૂષિત ડીઝલ ભરાયું હતું. અહેવાલ મુજબ આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે મુખ્યમંત્રીનો કાફલો પેટ્રોલ પંપ પર રિફ્યુઅલિંગ માટે રોકાયો. કોઈને ખબર નહોતી કે પેટ્રોલ પંપ પર કથિત રીતે પાણીમાં ભેળવેલું તેલ વેચાઈ રહ્યું છે. આ ઘટના પછી પેટ્રોલ પંપ સીલ કરી દેવામાં આવ્યો છે.

ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, પેટ્રોલ પંપ પર ડીઝલ ભર્યા પછી કેટલાક વાહનો ત્યાંથી નીકળી ગયા હતા પરંતુ થોડા સમય માટે ચાલ્યા બાદ હાઇવે પર ખરાબ થઈ ગયા હતા. પેટ્રોલ પંપ પર ડીઝલ ભર્યા પછી કેટલાક વાહનો આગળ વધી શક્યા ન હતા. અહેવાલમાં જણાવાયું છે કે મુખ્યમંત્રી મોહન યાદવ રતલામમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. જે 19 વાહનોમાં ખામી સર્જાઈ હતી તે શુક્રવારે મોહન યાદવના કાફલામાં જોડાવાના હતા.

વાહનો ઇન્દોરથી રતલામ જઈ રહ્યા હતા

કાફલામાં સામેલ એક ડ્રાઇવર શુભમ પરમારે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે શુક્રવારે મુખ્યમંત્રીના કાર્યક્રમ માટે આ તમામ વાહનો ઇન્દોરથી જઈ રહ્યા હતા. તેમણે કહ્યું, “અમે ઇન્દોરથી આવ્યા અને એક પેટ્રોલ પંપ પર ઉતરીને ઇંધણ ભરાવ્યું. પેટ્રોલ પંપ છોડીને નીકળેલા પહેલા થોડા વાહનો હાઇવે પર જ અટકી ગયા, પરંતુ બાકીના વાહનો પેટ્રોલ પંપ પર જ રોકાઈ ગયા હતા.”

આ પણ વાંચો: જજ સાહેબ સામે ટોયલેટ સીટ પર બેઠેલો વ્યક્તિ હાજર થયો, ગુજરાત હાઈકોર્ટનો વીડિયો વાયરલ

ડ્રાઇવરે કહ્યું કે જ્યારે તેણે તેલ તપાસ્યું ત્યારે તેને જાણવા મળ્યું કે તેમાં પાણી ભળેલું હતું. આ માહિતી સ્થાનિક અધિકારીઓને આપવામાં આવી હતી. સ્થાનિક નાયબ તહસીલદાર આશિષ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે તપાસ ચાલી રહી છે. આશિષ ઉપાધ્યાયે પેટ્રોલ પંપ પ્રશાસન સાથે પણ વાત કરી છે, જેમને શંકા છે કે ગઈકાલે રાત્રે વરસાદનું પાણી ડીઝલ ટાંકીમાં ઘૂસી ગયું હશે. પ્રશાસને પેટ્રોલ પંપ સીલ કરી દીધો છે અને પેટ્રોલ પંપના માલિકની શોધ કરી રહ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ