શરમજનક! હોસ્પિટલમાં એક યુવકે મહિલાના મૃતદેહ સાથે કર્યું અભદ્ર કૃત્ય, CCTV ફૂટેજ વાયરલ થયા બાદ હોબાળો

25 વર્ષીય યુવકને મહિલાના શરીરનું અપમાન કરવાના શંકાસ્પદ આરોપસર અટકાયતમાં લેવામાં આવ્યો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Written by Rakesh Parmar
October 09, 2025 19:08 IST
શરમજનક! હોસ્પિટલમાં એક યુવકે મહિલાના મૃતદેહ સાથે કર્યું અભદ્ર કૃત્ય, CCTV ફૂટેજ વાયરલ થયા બાદ હોબાળો
મહિલાના મૃતદેહ સાથે કથિત દુર્વ્યવહાર થયાનો ખુલાસો. (પ્રતિકાત્મક તસવીર)

મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લામાં એક સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દોઢ વર્ષ પહેલાં એક મહિલાના મૃતદેહ સાથે કથિત દુર્વ્યવહાર થયાના ખુલાસા બાદ બુધવારે એક 25 વર્ષીય યુવકની શંકાના આધારે અટકાયત કરવામાં આવી હતી. એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી હતી. ખકનાર સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લગાવેલા CCTV કેમેરામાં આ શરમજનક ઘટના રેકોર્ડ થઈ હતી. CCTV ફૂટેજના વિવિધ ભાગો સામે આવ્યા બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.

આ વીડિયોમાં એક પુરુષ સ્ટ્રેચરમાંથી મહિલાના મૃતદેહને સામુદાયિક આરોગ્ય કેન્દ્રના એક સ્થાન પર લઈ જતો, તેને સ્ટ્રેચર પાસેના ફ્લોર પર ખેંચીને જતો જોવા મળે છે. અધિક પોલીસ અધિક્ષક અંતર સિંહ કનેશે જણાવ્યું હતું કે આ ઘટના સાથે સંબંધિત વીડિયો 18 એપ્રિલ, 2024ના છે.

તેમણે કહ્યું કે 25 વર્ષીય યુવકને મહિલાના શરીરનું અપમાન કરવાના શંકાસ્પદ આરોપસર અટકાયતમાં લેવામાં આવ્યો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ભારતીય દંડ સંહિતાની કલમ 297 (માનવ શબનું અપવિત્ર કરવું) હેઠળ FIR નોંધવામાં આવી છે અને વિગતવાર તપાસ ચાલી રહી છે.

નોંધ: અમે આ વાયરલ વીડિયો તમારી સાથે શેર કરી શકતા નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ