-
Jiya Khan Suicide Case : જિયા ખાન આત્મહત્યા કેસમાં સીબીઆઈ વિશેષ કોર્ટે 10 વર્ષ બાદ સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કર્યો છે. 3 જૂન 2013ના રોજ બોલિવૂડ અભિનેત્રી જિયા ખાને આત્મહત્યા કરી લીધી હતી. આદિત્ય પંચોલી અને ઝરીના વહાબના અભિનેતા પુત્ર સૂરજ પંચોલી પર જીયા ખાનની આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ હતો. (તસવીરઃ સોશિયલ મીડિયા)
ડિસક્લેમર : આ લખાણ અનુવાદિત છે. મૂળ લખાણ અહીં મેળવી શકો છો
-
Jiya Khan Suicide Case : જિયા ખાને મોત પૂર્વે લખેલી શ્યૂસાઇડ નોટમાં સૂરજ પંચોલી સાથેના પ્રેમમાં મળેલી નિષ્ફળતા, દગા અંગે ભારેભાર દર્દ છલકાવ્યું, તેણીએ લખ્યું છે કે, ‘મને ખબર નથી કે તને આ કેવી રીતે કહું, હું અંદરથી ભાંગી ગઇ છું. તને ખબર નથી કે તેં મને એટલી બધી હદે ઈમ્પ્રેસ કરી છે કે હું મારી જાતને પ્રેમમાં ખોઈ બેઠી છું. તેમ છતાં તું મને રોજ ત્રાસ આપે છે. (તસવીરઃ સોશિયલ મીડિયા)
-
Jiya Khan Suicide Case : મેં ક્યારેય કોઈને આટલો પ્રેમ કર્યો નથી અને કેર કરી નથી. પરંતુ તમે મને છેતરી અને બદલામાં માત્ર મારી સાથે ખોટું બોલ્યા. મને પ્રેગ્નન્ટ થવાનો ડર હતો, પણ મેં મારી જાતને દુ:ખ આપ્યું જે તમે મને રોજ આપતા હતા. (Photo: Varinder Chawla)
-
જિયા ખાને નોટમાં દર્દ વ્યક્ત કર્યું કે, ‘મેં મારા આત્મા અને દરેક વસ્તુનો અંત આણ્યો છે. હું ખાઈ શકતી નથી, સૂઈ શકતી નથી અને કોઈ કામ કરી શકતી નથી. હું આ બધી બાબતોથી દૂર જાઉં છું. (તસવીરઃ સોશિયલ મીડિયા)
-
જિયાનું દર્દ એના શબ્દોમાં સ્પષ્ટ છલકાઇ રહ્યું છે… ‘તમે મને માત્ર દુ:ખ, બળાત્કાર, અત્યાચાર અને ત્રાસ આપ્યો. મને લાગે છે કે હું તેને લાયક નથી. મેં તમારા તરફથી ક્યારેય કોઈ પ્રેમ અને પ્રતિબદ્ધતા જોઈ નથી. (તસવીરઃ સોશિયલ મીડિયા)
-
‘તમે મને માનસિક અને શારીરિક રીતે નુકસાન પહોંચાડ્યું છે. તારી જિંદગી માત્ર પાર્ટી અને છોકરીઓ હતી, પણ મારું જીવન માત્ર તું અને મારું કામ હતું. (તસવીરઃ સોશિયલ મીડિયા)
-
જિયા ખાન મોત કેસમાં દસ વર્ષ બાદ 28 એપ્રિલે સીબીઆઈ કોર્ટે સૂરજ પંચોલીને આરોપોમાંથી મુક્ત કર્યો અને નિર્દોષ જાહેર કર્યો છે. તસવીરઃ સોશિયલ મીડિયા) ( આ પણ વાંચો : જિયા ખાન ડેથ કેસમાં કોર્ટે સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કર્યો,.. )
ડિસક્લેમર : આ લખાણ અનુવાદિત છે. મૂળ લખાણ અહીં મેળવી શકો છો
