scorecardresearch

T20 World Cup: ભારતે શાનદાર પ્રદર્શન કરી પાકિસ્તાનને હરાવ્યું, અમિત શાહ સહિત દિગ્ગજોએ કર્યો જીતનો ‘જય જયકાર’

T20 World Cup: વિરાટ કોહલીએ 53 બોલમાં અણનમ 82 રનની ઇનિંગ રમી ભારતને જીત અપાવી હતી. ભારતની આ જીત પર દિગ્ગજ નેતાએઓ અભિનંદન પાઠવ્યા છે.

T20 World Cup: ભારતે શાનદાર પ્રદર્શન કરી પાકિસ્તાનને હરાવ્યું, અમિત શાહ સહિત દિગ્ગજોએ કર્યો જીતનો ‘જય જયકાર’
દિગ્ગજ નેતાઓએ ટીમ ઇન્ડિયાને અભિનંદન પાઠવ્યા.

ઓસ્ટ્રેલિયાની ધરતી પર T20 વલર્ડ કપમાં ટીમ ઇન્ડિયાએ શાનદાર શરૂઆત કરી દીધી છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી T20 વર્લ્ડ કપની સુપર-12માં ભારતે કટ્ટર હરિફ એવા પાકિસ્તાનને 4 વિકેટે માત આપી જીત હાંસિલ કરી છે. ભારતે છેલ્લો રન બનાવી લક્ષ્ય પૂર્ણ કર્યો હતો. જેમાં વિરાટ કોહલીએ 53 બોલમાં અણનમ 82 રનની ઇનિંગ રમી ભારતને જીત અપાવી હતી. ભારતની આ જીત પર દિગ્ગજ નેતાઓએ અભિનંદન પાઠવ્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતા શાહએ લખ્યું હતું કે, ‘T20 વલર્ડ કપ શરૂ કરવાનો સારો રસ્તો ….દિપાવલી શરૂ. વિરાટ કોહલીનું શાનદાર પ્રદર્શન. જીત બદલ પૂરી ટીમને બધાઇ’. તો રાજનાથ સિંહે ટ્વીટ કર્યું હતું કે, ‘આજે મેલબોર્નમાં પાકિસ્તાન સામે ટીમ ઇન્ડિયાની અભૂતપૂર્વ જીત. વિરાટ કોહલીએ તેના જીવનની સૌથી શ્રેષ્ઠ ઇનિંગમાંથી એક રમી છે. આ અવિશ્વનીય જીતથી વિશ્વભરના ભારતીય ક્રિકેટના પ્રશંસકો અને રસિકો ખુશ થઇ ગયા છે. ટીમ ઇન્ડિયાને શાનદાર જીત બદલ અભિનંદન’.

જોકે ટોસ હાર્યા બાદ પહેલાં બેટીંગ કરવા માટે ઉતરેલી પાકિસ્તાનની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ પર 159 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી શાન મસૂદએ અણનમ 52 અને ઇફિતિખાર અદમદે 51 રન બનાવ્યા હતા. આ પ્રકારે ટીમ ઇન્ડીયાને મેચ જીતવા માટે 160 રનની જરૂર હતી, પરંતુ 31 રન પર 4 વિકેટ ગુમાવ્યા બાદ ભારતીય ટીમ સંઘર્ષ કરી રહી હતી. વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાની પાર્ટનરશિપે મેચમાં વાપસી કરાવી. ભારત તરફથી વિરાટ કોહલીએ અણનમ 82 રન બનાવ્યા હતાં.

આ મેચને લઇ દિલ્હીના મુખ્યમંત્રી અર વિંદ કેજરીવાલનું નિવેદન સામે આવ્યું છે. કેજરીવાલે કહ્યું હતું કે, ‘કેટલી શાનદાર મેચ હતી. વિરાટે શાનદાર રમત રમી ભારતને પાકિસ્તાન વિરુદ્ધ શાનદાર જીત અપાવી. ટીમ ઇન્ડિયા અને તમામ દેશવાસિયોને T20 વલર્ડ કપમાં ભારતની જીત બદલ બધાઇ. આ જીતના ક્રમને આવી જ રીતે જાળવી રાખી આપણે વિશ્વ કપ જીતીશું. ઠીક છે’.

આ પણ વાંચો: ભારતની જીતના આ ચાર હિરો, એક દિવસ પહેલા જ આવી ગઇ દેશમાં દિવાળી

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ કરી લખ્યું હતું કે, ‘જીતવાની જો આદત છે. ટીમ ઇન્ડિયા પર ગર્વ છે. જય હો’. ‘કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘પાકિસ્તાન વિરુદ્ધ મેચ કેટલી રોમાચિંત હતી. આ જીત દબાણયુક્તમાંથી સૌથી મોટી છે. સારુ પ્રદર્શન કર્યું, ટીમ ઇન્ડિયા. આગળની મેચો માટે શુભકામના’.

આ પણ વાંચો: T20 World Cup 2022, Ind vs Pak : કિંગ કોહલીની લડાયક બેટિંગ, ભારતે પાકિસ્તાનને પછાડ્યું

ઉલ્લેખનીય છે કે, 10 વર્ષ પહેલા, કોલંબોમાં T20 વર્લ્ડ કપ(T-20 World Cup)માં પહેલીવાર પાકિસ્તાન સામે રમતી વખતે વિરાટ કોહલી(Virat Kohli)એ લડાયક અડધી સદી ફટકારી હતી અને ટીમ ઈન્ડિયા(Team India)ને જીત અપાવી હતી. હવે ફરી એકવાર વિરાટ કોહલીના બેટમાંથી એક અવિશ્વસનીય ઇનિંગ આવી, જેણે ટી-20 વર્લ્ડ કપમાં ફરી ભારતને પાકિસ્તાન સામે યાદગાર જીત અપાવી, પરંતુ એક સમયે આ જીત મુશ્કેલ લાગી અને પછી વિરાટ કોહલીએ તે સિક્સર ફટકારી, જેના કારણે મેચ જીતી ન શકી. તેણે માત્ર ભારત તરફ નમન કર્યું, તેમજ સચિન તેંડુલકર અને રોહિત શર્માને નમન કરવાની ફરજ પડી.

Web Title: Amit shah rajnath singh cm yogi congrates to team india after winning against pakistan in t 20 world cup

Best of Express