T20 વર્લ્ડ કપ 2026: ટિકિટ બુકિંગ માટે ત્રીજો તબક્કો શરૂ, જાણો ક્યાંથી અને કેવી રીતે મળશે ટિકિટ | T20 World Cup 2026 Tickets

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે BCCI એ ટિકિટ વેચાણનો ત્રીજો તબક્કો જાહેર કર્યો છે. ભારત અને શ્રીલંકામાં રમાનારી આ મેગા ઇવેન્ટની ઓનલાઇન ટિકિટ કેવી રીતે બુક કરવી તેની સંપૂર્ણ વિગતો અહીં જુઓ.

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે BCCI એ ટિકિટ વેચાણનો ત્રીજો તબક્કો જાહેર કર્યો છે. ભારત અને શ્રીલંકામાં રમાનારી આ મેગા ઇવેન્ટની ઓનલાઇન ટિકિટ કેવી રીતે બુક કરવી તેની સંપૂર્ણ વિગતો અહીં જુઓ.

author-image
Haresh Suthar
New Update
T20 વર્લડ કપ 2026 ટિકિટ ઓનલાઇન બુકિંગ - ICC Men's T20 World Cup 2026 tickets

ભારત અને શ્રીલંકામાં યોજાનાર ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ના ટિકિટ વેચાણનો ત્રીજો તબક્કો

T20 World Cup 2026 Tickets: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 મેદાનમાં બેસી મેચ જોવા ઇચ્છતા ક્રિકેટ ફેન્સ માટે સારા સમાચાર છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે ટિકિટ વેચાણ માટે ત્રીજા તબક્કો ખુલ્લો મુક્યો છે. અગાઉ બે તબક્કામાં ટિકિટ વિન્ડો ઓપન કરાઇ હતી જેને ક્રિકેટ ફેન્સે ભારે પ્રતિસાદ આપતાં ટિકિટો ફટાફટ વેચાઇ ગઇ હતી. 

Advertisment

દાયકાઓ પહેલા ક્રિકેટ ભલે વિદેશમાં વધુ રમાતું હોય પરંતુ હાલમાં ભારત ક્રિકેટ માટે ગોલ્ડન હબ બન્યું છે. એમાંય વળી વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટ ભારતમાં રમાતી હોય તો પછી ક્રિકેટ ફેન્સ માટે વગર દિવાળીએ તહેવાર જેવો માહોલ સર્જાય છે. 

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 આ વખતે ભારત અને શ્રીલંકામાં રમાવાનો છે અને 7મી ફેબ્રુઆરીથી શરુ થઇ રહ્યો છે. જેને લઇને ભારતીય ક્રિકેટ ફેન્સ ભારે ઉત્સાહિત છે. ક્રિકેટ ફેન્સ મેદાનમાં બેસીને ક્રિકેટ મેચની મજા લઇ શકે એ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા વિવિધ સ્ટેડિયમ ખાતે  ખાસ આયોજન કરાયું છે.

T20 વર્લ્ડ કપ 2026 ટિકિટ ત્રીજો તબક્કો શરુ

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ટુર્નામેન્ટની મેચની ટિકિટ વિતરણ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ઓનલાઇન બુકિંગ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્રીજા તબક્કા અગાઉ બે સફળ ટિકિટિંગ વિન્ડો ઓપન કરાઇ હતી. જેમાં પ્રથમ તબક્કો 11 ડિસેમ્બરના રોજ અને બીજો તબક્કો 14 જાન્યુઆરી 2026ના રોજ શરુ કરાયો હતો. T20 વર્લ્ડ કપ 2026 મેચની ટિકિટ તમે સત્તાવાર વેબસાઇટ પર જઇને બુક કરાવી શકો છો

Advertisment

T20 વર્લ્ડ કપ 2026 મેચની ટિકિટ કેવી રીતે મેળવવી? | How to Book T20 World Cup Tickets Step-by-Step

સ્ટેપ 1: સત્તાવાર વેબસાઇટ tickets.cricketworldcup.com પર જાઓ.

સ્ટેપ 2: તમારું રજિસ્ટ્રેશન અથવા લોગિન પ્રક્રિયા પૂર્ણ કરો.

સ્ટેપ 3: તમારી મનપસંદ મેચ અને સ્ટેડિયમ પસંદ કરો.

સ્ટેપ 4: ઉપલબ્ધ સીટ પસંદ કરી પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરો.

સ્ટેપ 5: કન્ફર્મેશન મેળવો અને તમારી ડિજિટલ ટિકિટ ડાઉનલોડ કરો

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 મેચની ટિકિટ તમે https://tickets.cricketworldcup.com/ પર જઇને બુક કરાવી શકો છો. અહીં તમને મેચ અને સ્થળ આધારિત ટિકિટ બુક કરવાનો ઓપ્શન પણ મળી રહ્યો છે. 

BCCI પ્રમુખ મિથુન મન્હાસે જણાવ્યું કે, ICC મેન્સ T20 વર્લ્ડ કપ વૈશ્વિક મહત્વનો કાર્યક્રમ છે અને BCCI ICC સાથે ગાઢ ભાગીદારીમાં કામ કરવા માટે પ્રતિબદ્ધ છે જેથી તે ઉચ્ચતમ ધોરણો સુધી પહોંચે.

ટિકિટ વેચાણનો ત્રીજો તબક્કો શરૂ થતાં, અમે તમામ ભાગ લેતી ટીમોમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની ઊંડાઈ અને સ્પર્ધાત્મકતાને પ્રતિબિંબિત કરતી મેચો માટે અમારા સ્ટેડિયમમાં ચાહકોનું સ્વાગત કરવા આતુર છીએ.

ટી 20 વર્લ્ડ કપ 2026 : 2016થી સતત વર્લ્ડ કપ રમી રમી રહ્યા છે આ 12 દિગ્ગજો

બીસીસીઆઈના માનદ સચિવ દેવજીત સૈકિયાએ ઉમેર્યું કે, ટિકિટિંગના પહેલા બે તબક્કાનો પ્રતિસાદ પ્રોત્સાહક રહ્યો છે અને તે આ વર્લ્ડ કપની આસપાસની અપેક્ષાઓને રેખાંકિત કરે છે. તૈયારીઓ હવે તેમના અંતિમ તબક્કામાં છે,

T20 World Cup 2026 જાણો સમગ્ર Schedule

અમારું ધ્યાન એક એવું વાતાવરણ બનાવવા પર છે જ્યાં ખેલાડીઓ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે અને દર્શકો સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉચ્ચ સ્તરીય T20 ક્રિકેટનો સંપૂર્ણ અનુભવ માણી શકે.

bcci T20 વર્લ્ડ કપ