/indian-express-gujarati/media/media_files/2026/02/12/india-vs-namibia-2026-02-12-09-39-48.png)
નામીબિયા નાઇટ પ્રેક્ટિસ વિવાદ પર કેપ્ટન ગેરહાર્ડ ઈરાસ્મસ. Photograph: (સોશિયલ મીડિયા)
IND vs NAM: ભારત અને નામીબિયા આજે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આઈસીસી ટી20 વર્લ્ડ કપમાં એકબીજાનો સામનો કરશે. એક તરફ ખિતાબની પ્રબળ દાવેદાર ગણાતી યજમાન ટીમ ઈન્ડિયા છે તો બીજી બાજુ નામીબિયા જેવી ઉભરતી ટીમ છે. આ મેચ પહેલા જ નામીબિયાના કેપ્ટન ગેરહાર્ડ ઈરાસ્મસનું એક મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેણે પ્રેક્ટિસ શેડ્યૂલ પર સવાલ ઉઠાવ્યા છે.
નાઇટ ટ્રેનિંગ માટે તક ના મળી
ઇરાસ્મસે ખુલાસો કર્યો હતો કે ભારત સામેની નિર્ણાયક મેચ પહેલા એક વખત પણ તેમની ટીમને ફ્લડલાઇટ હેઠળ પ્રેક્ટિસ કરવાની તક આપવામાં આવી ન હતી. નામીબિયા એ જ મેદાન પર 10 ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યે નેધરલેન્ડ સામે મેચ રમી હતી. ત્યારપછી ટીમે બીજા દિવસે પ્રેક્ટિસ કરવાનું નક્કી કર્યું, પરંતુ 2 થી 5 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો. આ સમય દરમિયાન પ્રેક્ટિસ કરવાથી ખેલાડીઓ નાઇટ મેચની સ્થિતિનો અનુભવ કરી શક્યા નોહતા.
ટીમ ઈન્ડિયાએ જોરશોરથી પ્રેક્ટિસ કરી હતી
બીજી તરફ ભારતીય ટીમે 10 અને 11 ફેબ્રુઆરીના રોજ સાંજે 6 થી 9 વાગ્યા સુધી ફ્લડલાઇટ હેઠળ પ્રેક્ટિસ કરી હતી. રસપ્રદ વાત એ છે કે કેનેડાની ટીમને નાઇટ પ્રેક્ટિસનો સ્લોટ પણ મળ્યો છે, જ્યારે તેની મેચ યુએઈ સામે 13 ફેબ્રુઆરીએ બપોરે 3 વાગ્યે રમવાની છે.
કોલંબોમાં પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવશે ભારતીય ટીમ? આઈસીસીએ PCB ની માંગણી માની!
મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં ઈરાસ્મસે આ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેણે કહ્યું કે આ મેચ પહેલા અમને નાઈટ ટ્રેનિંગ આપવામાં આવી ન હતી, કેમ તે ખબર નથી. ભારતે બે રાત્રિ તાલીમ સત્રો મેળવ્યા અને કેનેડાને પણ રાત્રે પ્રેક્ટિસ કરતા જોયા. તમે આમાંથી તમને ગમે તે અર્થઘટન કરી શકો છો પરંતુ અમે ચોક્કસપણે નામિબિયન શૈલીમાં લડીશું.
ફ્લડલાઇટમાં રમવાની આદત નથી
કેપ્ટને એ પણ ખુલાસો કર્યો કે તેના દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવને કારણે ટીમને ઘરમાં પણ ફ્લડલાઈટની નીચે પ્રેક્ટિસ કરવાની તક મળતી નથી. નામીબિયામાં દિવસ-રાતની મેચો માટે પૂરતી લાઇટિંગ સુવિધા નથી, જેના કારણે ખેલાડીઓ રાત્રે રમવાનો અનુભવ કરી શકતા નથી. તેણે કહ્યું કે નેપાળ પ્રીમિયર લીગ, ILT20 અથવા વર્લ્ડ કપ જેવી ટૂર્નામેન્ટમાં રમી ચૂકેલા કેટલાક ખેલાડીઓને બાદ કરતાં મોટા ભાગના ખેલાડીઓ નિયમિતપણે ફ્લડલાઇટની નીચે રમવા માટે ટેવાયેલા નથી.
જોકે આ પડકારો હોવા છતાં ઇરાસ્મસે સ્પષ્ટ કર્યું કે તેની ટીમ મેદાન પર પૂરી તાકાત સાથે સ્પર્ધા કરશે. ભારત સામેની મેચ બાદ નામીબિયાએ તેની આગામી બે મેચ દિવસ દરમિયાન રમવાની છે. 15 ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં અમેરિકા સામે અને 18 ફેબ્રુઆરીએ કોલંબોમાં પાકિસ્તાન સામે. આ બંને મેચ બપોરે 3 વાગ્યે શરૂ થશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે તૈયારીને લઈને ઉભા થયેલા પ્રશ્નો વચ્ચે નામીબિયાની ટીમ ભારત સામે કેવું પ્રદર્શન કરે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us