/indian-express-gujarati/media/media_files/2026/02/22/ind-vs-sa-live-score-2026-02-22-17-36-07.jpg)
ટી20 વર્લ્ડ કપ 2026 ના પ્રથમ સુપર 8 મેચમાં ભારત દક્ષિણ આફ્રિકાનો સામનો કરશે. Photograph: (Jansatta)
IND vs SA Super 8 Cricket Match Score: ટી20 વર્લ્ડ કપ 2026 ના સુપર 8 ની પહેલી મેચમાં ભારત હારી ગયું છે. પહેલા બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ સાત વિકેટે 187 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાને જીતવા માટે 188 રન બનાવવાના હતા, પરંતુ ટીમ 20 ઓવરનો પોતાનો સંપૂર્ણ ક્વોટા પણ રમી શકી ન હતી અને 18.5 ઓવરમાં ફક્ત 111 રન જ બનાવી શકી હતી. આમ 76 રનની કારમી હાર થઈ છે. ટી20 વર્લ્ડ કપ 2026 માં ભારતનો આ પહેલો પરાજય છે. દક્ષિણ આફ્રિકાની ટીમે પણ અત્યાર સુધી કોઈ મેચ હાર્યું નથી તેનો વિજય ક્રમ યથાવત રહ્યો છે.
ડેવાલ્ડ બ્રેવિસ અને ટ્રિસ્ટન સ્ટબ્સ દ્વારા શાનદાર ઇનિંગ
ડેવાલ્ડ બ્રેવિસે 29 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સહિત 45 રન ફટકાર્યા હતા. ટ્રિસ્ટન સ્ટબ્સે પણ અંતમાં પોતાની ઇનિંગને ઝડપી બનાવી, 24 બોલમાં 44 રન બનાવ્યા, જેમાં એક ચોગ્ગો અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. ભારત તરફથી જસપ્રીત બુમરાહે ત્રણ વિકેટ લીધી. અર્શદીપ સિંહે બે વિકેટ લીધી, જ્યારે વરુણ ચક્રવર્તી અને શિવમ દુબેએ એક-એક વિકેટ લીધી.
ભારતનું બોલિંગ પ્રદર્શન
ભારતની બોલિંગમાં જસપ્રીત બુમરાહે સૌથી વધુ વિકેટ લીધી હતી, તેણે ચાર ઓવરમાં માત્ર 15 રન આપ્યા. દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન તેની બોલિંગથી વધુ રન બનાવી શક્યા નહીં. અર્શદીપ સિંહે ચાર ઓવરમાં 28 રન આપીને બે વિકેટ લીધી. વરુણ ચક્રવર્તીની ઓવરમાં પણ સારા એવા રન આવ્યા હતા, તેણે ચાર ઓવરમાં 47 રન આપીને માત્ર એક વિકેટ લીધી. શિવમ દુબેએ બે ઓવરમાં 32 રન આપીને એક વિકેટ લીધી. સુંદર અને હાર્દિક પંડ્યા વિકેટ લઈ શક્યા નહીં, અને હાર્દિક પંડ્યાએ ચાર ઓવરમાં 45 રન આપ્યા.
એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ટીમ ઈન્ડિયાનો વિજય, ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવ્યું
ભારતની ટીમઃ અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી, સંજુ સેમસન, કુલદીપ પટેલ, કુલદીપ પટેલ, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ.
દક્ષિણ આફ્રિકાની ટીમઃ એઇડન માર્કરામ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રેયાન રિકલ્ટન, ડેવાલ્ડ બ્રેવિસ, ટ્રિસ્ટન સ્ટબ્સ, જેસન સ્મિથ, જ્યોર્જ લિન્ડે, કોર્બિન બોશ, કાગીસો રબાડા, એનરિચ નોર્ટજે, ક્વેના મ્ફાકા, ડેવિડ મિલર, લુંગી એનગિડી, કેશવ મહારાજ, માર્કો જેનસેન.
- Feb 22, 2026 22:43 IST
અમદાવાદ ખાતે ટીમ ઈન્ડિયાનો કારમો પરાજય
ટી20 વર્લ્ડ કપ 2026 ના સુપર 8 ની પહેલી મેચમાં ભારત હારી ગયું છે. પહેલા બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ સાત વિકેટે 187 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાને જીતવા માટે 188 રન બનાવવાના હતા, પરંતુ ટીમ 20 ઓવરનો પોતાનો સંપૂર્ણ ક્વોટા પણ રમી શકી ન હતી અને 18.5 ઓવરમાં ફક્ત 111 રન જ બનાવી શકી હતી. આમ 76 રનની કારમી હાર થઈ છે. ટી20 વર્લ્ડ કપ 2026 માં ભારતનો આ પહેલો પરાજય છે. દક્ષિણ આફ્રિકાની ટીમે પણ અત્યાર સુધી કોઈ મેચ હાર્યું નથી તેનો વિજય ક્રમ યથાવત રહ્યો છે.
- Feb 22, 2026 22:28 IST
IND vs SA Live Update | ભારતને આઠમો ઝટકો લાગ્યો
ભારતીય ટીમને અર્શદીપ સિંહના રૂપમાં આઠમો ઝટકો લાગ્યો છે. તે 2 બોલમાં 1 રન બનાવીને આઉટ થયો.
- Feb 22, 2026 22:18 IST
IND vs SA Live Update | હાર્દિક પંડ્યા પણ પેવેલિયન પરત ફર્યા
હાર્દિક પંડ્યા 17 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો છે. 14.2 ઓવર પછી ભારતનો સ્કોર 86/6 છે.
- Feb 22, 2026 22:07 IST
IND vs SA Live Update | ભારતને પાંચમો ઝટકો
ભારતે પાંચ વિકેટ ગુમાવી દીધી છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ 22 બોલમાં બે ચોગ્ગા ફટકારીને માત્ર 18 રન બનાવીને આઉટ થયો છે. હાલમાં દસમી ઓવર ચાલી રહી છે અને ભારતીય ટીમ ફક્ત 51 રન જ બનાવી શકી છે.
- Feb 22, 2026 21:31 IST
IND vs SA Live Update | અભિષેક શર્મા આઉટ
ભારતની ત્રીજી વિકેટ અભિષેક શર્માના રૂપમાં પડી ગઈ છે. તેણે ત્રણ મેચ પછી પોતાનું ખાતું ખોલ્યું પરંતુ મોટી ઇનિંગ રમી શક્યો નહીં. અભિષેકે 12 બોલમાં 15 રન બનાવ્યા. શર્માએ બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો. ભારતનો સ્કોર હાલમાં ફક્ત 27 રન છે.
- Feb 22, 2026 21:16 IST
IND vs SA Live Update | ઈશાન કિશન પછી તિલક વર્મા આઉટ
ઈશાન કિશન પછી તિલક વર્મા પેવેલિયનમાં પાછો ફર્યો છે. ભારતને બીજો ઝટકો લાગ્યો છે. તિલક વર્મા 2 બોલમાં 1 રન બનાવીને આઉટ થયો છે.
- Feb 22, 2026 20:55 IST
IND vs SA Live Update | દક્ષિણ આફ્રિકાએ બનાવ્યા 187 રન
દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 187/7 રન બનાવ્યા છે. ભારતને 188 રનનો ટાર્ગેટ મળ્યો છે. ડેવિડ મિલરે 35 બોલમાંમ 63 રન બનાવ્યા હતા. જ્યારે ટ્રિસ્ટન સ્ટબ્સે 24 બોલમાં 44 રન બનાવ્યા.
- Feb 22, 2026 20:50 IST
IND vs SA Live Update | દક્ષિણ આફ્રિકાને સાતમો ઝટકો
કોર્બિન બોશ 6 બોલમાં 5 રન બનાવીને આઉટ થયો છે. દક્ષિણ આફ્રિકાને સાતમો ઝટકો લાગ્યો છે. સ્કોર 167/7 છે.
- Feb 22, 2026 20:44 IST
IND vs SA Live Update | દક્ષિણ આફ્રિકાને છઠ્ઠો ઝટકો, માર્કો જેન્સન આઉટ
દક્ષિણ આફ્રિકાને છઠ્ઠો ઝટકો લાગ્યો છે. માર્કો જેન્સન 6 બોલમાં 2 રન બનાવીને આઉટ થયો હતો. 17.2 ઓવર પછી દક્ષિણ આફ્રિકાનો સ્કોર 160/6 છે.
- Feb 22, 2026 20:34 IST
દક્ષિણ આફ્રિકાની અડધી ટીમ પેવેલિયન ભેગી, મિલર પણ આઉટ
દક્ષિણ આફ્રિકાને પાંચમો ફટકો પડ્યો છે. ડેવિડ મિલર 35 બોલમાં 63 રન બનાવીને આઉટ થયો હતો. 16 ઓવર થઈ ગઈ છે. સ્કોર 152/5 છે.
- Feb 22, 2026 20:14 IST
IND vs SA Live Update | ડેવાલ્ડ બ્રેવિસ આઉટ
ડેવાલ્ડ બ્રેવિસ સારી ઇનિંગ બાદ આઉટ થયો. તેને શિવમ દુબેએ આઉટ કર્યો. બ્રેવિસે 29 બોલમાં 45 રનની શાનદાર ઇનિંગ રમી, જેમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ સિક્સર સામેલ છે. તે અભિષેક શર્માના હાથે કેચ આઉટ થયો.
- Feb 22, 2026 20:13 IST
IND vs SA Live Update | દક્ષિણ આફ્રિકાનો સ્કોર 100 પાર
દક્ષિણ આફ્રિકાનો સ્કોર 100 ને પાર કરી ગયો છે. ડેવિડ મિલર 45 અને બ્રેવિસ 38 રને બેટિંગ કરી રહ્યા છે.
- Feb 22, 2026 19:50 IST
IND vs SA Live Update | દક્ષિણ આફ્રિકાનો લાઈવ સ્કોર 73/3
9 ઓવરના અંતે દક્ષિણ આફ્રિકાએ 73 રન બનાવ્યા છે અને ત્રણ મુખ્ય વિકેટ ગુમાવી દીધી છે. હાલમાં ડેવાલ્ડ બ્રેવિસ 22 રન અને ડેવિડ મિલર 33 રન બનાવીને ક્રિઝ પર છે.
- Feb 22, 2026 19:37 IST
IND vs SA Live Update | દક્ષિણ આફ્રિકાનો લાઈવ સ્કોર 41/3
પહેલી છ ઓવર રમાઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકાએ 41 રન બનાવ્યા છે અને ત્રણ મુખ્ય વિકેટ ગુમાવી દીધી છે. જસપ્રીત બુમરાહે બે વિકેટ લીધી છે, જ્યારે અર્શદીપ સિંહે એક વિકેટ લીધી છે. ડેવાલ્ડ બ્રેવિસ અને ડેવિડ મિલર હાલમાં ક્રીઝ પર છે.
- Feb 22, 2026 19:13 IST
IND vs SA Live Update | દક્ષિણ આફ્રિકાને પ્રથમ ઝટકો
દક્ષિણ આફ્રિકાને પ્રથમ ઝટકો મળ્યો છે. જસપ્રીત બુમરાહે ડી કોકને પેવેલિયન પાછો મોકલ્યો છે. બે ઓવરના અંતે સાઉથ આફ્રિકાએ 1 વિકેટના નુકસાને 10 રન બનાવી લીધા છે.
- Feb 22, 2026 18:54 IST
IND vs SA Live Update | ટોસ સમયે કેપ્ટન સૂર્યાએ શું કહ્યું?
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ સુપર 8 માં દક્ષિણ આફ્રિકા સામે ટોસ હારી ગયો હતો. સંપર્ક કરવામાં આવતા તેણે કહ્યું કે તે પહેલા બેટિંગ કરવાનું વિચારી રહ્યા હતા, પરંતુ તેનાથી કોઈ ફરક પડ્યો નહીં. તેણે ઉમેર્યું કે તેઓ બે-ત્રણ દિવસ પહેલા અહીં રમ્યા હતા. "આનો લાભ કેમ ન લેવો?" સૂર્યાએ સ્વીકાર્યું કે આ એક મોટી મેચ છે, દરેક માટે આગળ આવવા અને પોતાનું પાત્ર બતાવવાની એક શ્રેષ્ઠ તક છે. તે અને તેની ટીમ પહેલા બોલિંગ કરવામાં ખુશ છે. પ્લેઇંગ ઇલેવન અંગે તેણે કહ્યું કે તે એક મુશ્કેલ નિર્ણય હતો પરંતુ અક્ષર પટેલ રમી રહ્યો નથી. અમે એ જ ટીમ સાથે જઈ રહ્યા છીએ જે છેલ્લી મેચમાં રમી હતી. તે એક રણનીતિક નિર્ણય છે."
- Feb 22, 2026 18:45 IST
IND vs SA Live Update | દક્ષિણ આફ્રિકાની પ્લેઈંગ 11
એઇડન માર્કરમ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રેયાન રિકલ્ટન, ડેવાલ્ડ બ્રેવિસ, ડેવિડ મિલર, ટ્રીસ્ટન સ્ટબ્સ, માર્કો જેન્સેન, કોર્બિન બોશ, કેશવ મહારાજ, કાગીસો રબાડા, લુંગી એનગીડી.
- Feb 22, 2026 18:44 IST
IND vs SA Live Update | ભારતની પ્લેઈંગ 11
અભિષેક શર્મા, ઈશાન કિશન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી.
- Feb 22, 2026 18:38 IST
IND vs SA Live Update | દક્ષિણ આફ્રિકાએ ટોસ જીત્યો
દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમ પહેલા બોલિંગ કરશે.
- Feb 22, 2026 17:38 IST
IND vs SA Super 8 Match Live Update: ભારતનું પલડું ભારે
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી 35 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતે 21 જીત મેળવી છે અને દક્ષિણ આફ્રિકાએ 13 જીત મેળવી છે. બે મેચ ડ્રો રહી હતી. ભારતની જીતની ટકાવારી 60 છે.
- Feb 22, 2026 17:36 IST
ભારતની સંભવિત પ્લેઈંગ 11
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, શિવમ દુબે, રિંકુ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us