/indian-express-gujarati/media/media_files/2026/03/01/india-vs-west-indies-t20-world-cup-super-8-match-action-2026-03-01-16-27-59.jpg)
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે સેમીફાઈનલ માટે જંગ. Photograph: (Jansatta)
IND vs WI Super 8 Cricket Match Score: સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સુપર 8 મેચમાં પાંચ વિકેટથી હરાવીને ટી20 વર્લ્ડ કપ 2026 ના સેમિફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી લીધુ છે. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 4 વિકેટે 195 રન બનાવ્યા. જેના જવાબમાં ભારતે 19.2 ઓવરમાં 5 વિકેટે 199 રન બનાવીને મેચ જીતી લીધી છે. ટીમ ઈન્ડિયા હવે સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે અને વધુ એક વર્લ્ડ કપ ટાઇટલ જીતવાથી માત્ર બે પગલાં દૂર છે.
આ મેચમાં ટીમ ઈન્ડિયાની બોલિંગ કેવી રહી?
આ મેચમાં ટીમ ઈન્ડિયાની બોલિંગની વાત કરીએ તો જસપ્રીત બુમરાહ ભારત માટે સૌથી સફળ બોલર રહ્યો. તેણે ચાર ઓવરમાં 36 રન આપીને બે વિકેટ લીધી. હાર્દિક પંડ્યાએ પણ ચાર ઓવરમાં 40 રન આપીને એક વિકેટ લીધી. વરુણે પણ પોતાની ચાર ઓવરમાં 40 રન આપીને એક વિકેટ લીધી.
ટી20 વર્લ્ડ કપ 2026 માં ભારત સામે પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડીઝે 20 ઓવરમાં 195 રન બનાવ્યા. વેસ્ટ ઇન્ડીઝ તરફથી રોસ્ટન ચેસે સૌથી વધુ 40 રન બનાવ્યા. કેપ્ટન શાઈ હોપે 32 અને રોવમેન પોવેલે માત્ર 19 બોલમાં 34 રન બનાવ્યા. જેસન હોલ્ડર છેલ્લા સ્થાને આવ્યો અને તેણે 22 બોલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકારીને શાનદાર 37 રન બનાવ્યા.
ઇરાન ઇઝરાયેલ સંઘર્ષની ટી 20 વર્લ્ડ કપ પર અસર
ભારતની પ્લેઈંગ ઈલેવન
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ.
વેસ્ટ ઈન્ડિઝ પ્લેઈંગ ઈલેવન
શાઈ હોપ (વિકેટકીપર), રોસ્ટન ચેસ, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, શેરફેન રધરફોર્ડ, રોમારિયો શેફર્ડ, જેસન હોલ્ડર, મેથ્યુ ફોર્ડ, અકીલ હોસીન, ગુડાકેશ મોટી, શમર જોસેફ.
- Mar 01, 2026 22:57 IST
IND vs WI Live Score: ભારતે વેસ્ટ ઈન્ડિઝને હરાવી સેમીફાઈનલની ટિકિટ મેળવી
સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સુપર 8 મેચમાં પાંચ વિકેટથી હરાવીને ટી20 વર્લ્ડ કપ 2026 ના સેમિફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી લીધુ છે. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 4 વિકેટે 195 રન બનાવ્યા. જેના જવાબમાં ભારતે 19.2 ઓવરમાં 5 વિકેટે 199 રન બનાવીને મેચ જીતી લીધી છે. ટીમ ઈન્ડિયા હવે સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે અને વધુ એક વર્લ્ડ કપ ટાઇટલ જીતવાથી માત્ર બે પગલાં દૂર છે.
- Mar 01, 2026 22:42 IST
IND vs WI Live Score: હાર્દિક પંડ્યા આઉટ
ટીમ ઈન્ડિયાને પાંચમો ઝટકો લાગ્યો છે. હાર્દિક પંડ્યા 14 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો છે. ટીમ ઈન્ડિયાનો લાઈવ સ્કોર 183/5 છે.
- Mar 01, 2026 22:41 IST
IND vs WI Live Score: ભારતે 16 ઓવરમાં 160 રન બનાવ્યા
ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે 16 ઓવરમાં ચાર વિકેટે 160 રન બનાવ્યા છે. સંજુ સેમસન હાલમાં 79 અને હાર્દિક પંડ્યા 9 રન બનાવીને બેટિંગ કરી રહ્યા છે. ભારત હવે જીતથી માત્ર 36 રન દૂર છે.
- Mar 01, 2026 22:29 IST
IND vs WI Live Score: ભારતને ચોથો ઝટકો લાગ્યો
ભારતને 15મી ઓવરના ચોથા બોલ પર તિલક વર્માના રૂપમાં ચોથો ઝટકો લાગ્યો છે. તિલકને 15 બોલમાં 27 રન બનાવીને જેસન હોલ્ડરની ઓવરમાં આઉટ થયો.
- Mar 01, 2026 22:01 IST
IND vs WI Live Score: ભારતને ત્રીજો ફટકો
ભારતને 10મી ઓવરના બીજા બોલ પર કેપ્ટન સૂર્યકુમાર યાદવના રૂપમાં ત્રીજો ફટકો પડ્યો છે. કેપ્ટન સૂર્યાએ 16 બોલમાં 18 રન બનાવીને શમર જોસેફ દ્વારા આઉટ કરવામાં આવ્યો.
- Mar 01, 2026 22:00 IST
IND vs WI Live Score: સંજુ સેમસનની અડધી સદી
સંજુ સેમસનનો અડધી સદી પૂર્ણ થઈ. તેણે 26 બોલમાં 53 રન બનાવ્યા, જેમાં છ ચોગ્ગા અને ત્રણ સિક્સરનો સમાવેશ થાય છે. 10 ઓવર પછી ભારતનો સ્કોર 2 વિકેટે 97 રન છે.
- Mar 01, 2026 22:00 IST
IND vs WI Live Score: ભારતનો સ્કોર 10 ઓવરમાં 78 રન
ભારતે 8 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 78 રન બનાવ્યા છે. હાલમાં સંજુ સેમસન 36 રન અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ 16 રન સાથે ક્રીઝ પર છે.
- Mar 01, 2026 21:21 IST
IND vs WI Live Score: અભિષેક શર્મા આઉટ
મહત્ત્વની મેચમાં અભિષેક શર્મા માત્ર 10 રન બનાવીને આઉટ થઈ ગયો છે. જોકે ત્રીજી ઓવરમાં સંજુએ 1 ચોગ્ગો અને 2 શાનદાર સિક્સર ફટકારી છે. ભારતે પ્રથમ 3 ઓવરમાં એક વિકેટના નુક્સાને 29 રન બનાવી લીધા છે.
- Mar 01, 2026 21:13 IST
IND vs WI Live Score: અભિષેકને માથામાં ઈજા પહોંચી
અભિષેક શર્માને માથાના ભાગે ઈજા પહોંચી છે પરંતુ તે ઠીક છે. તેનો કનકશન ટેસ્ટ કરવામાં આવ્યો અને મેચ ફરીથી શરૂ થઈ છે. અભિષેક ખુબ જ સંભાળીને રમી રહ્યો છે. તેની સાથે સંજુ સેમસન ક્રિઝ પર છે.
- Mar 01, 2026 21:12 IST
IND vs WI Live Score: અભિષેક શર્માએ ચોગ્ગા સાથે કરી શરૂઆત
અભિષેક શર્માએ ચોગ્ગા સાથે પોતાનું અને ટીમ ઈન્ડિયાનું ખાતું ખોલ્યું છે. પ્રથમ ઓવર વેસ્ટ ઈન્ડિઝના સ્પિનર અકીલ હોસેને ફેંકી. આ ઓવરમાં 5 રન બન્યા. અભિષેકે સ્પિનરનો સામનો ખુબ જ સાવધાની સાથે કર્યો.
- Mar 01, 2026 20:52 IST
IND vs WI Live Score: ભારતને જીતવા માટે 196 રનનો ટાર્ગેટ
ભારતને જીતવા માટે 196 રનનો ટાર્ગેટ મળ્યો છે. વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 4 વિકેટે 195 રન બનાવ્યા હતા. હોલ્ડર અને પોવેલે 35 બોલમાં પાંચમી વિકેટ માટે 76 રનની શાનદાર ભાગીદારી નોંધાવી હતી. ભારત તરફથી બુમરાહે સૌથી વધુ બે વિકેટ લીધી હતી.
- Mar 01, 2026 20:23 IST
IND vs WI Live Score: હાર્દિક પંડ્યાને મળી સફળતા
હાર્દિક પંડ્યાને રેધરફોર્ડના રૂપમાં પ્રથમ સફળતા મળી છે. તેણે રેધરફોર્ડને 14 રન પર સંજુ સેમસનના હાથે કેચ આઉટ કરાવ્યો છે. 15 ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝે 4 વિકેટના નુકસાને 125 રન બનાવી લીધા છે. હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 40 રન આપ્યા અને એક વિકેટ લીધી.
- Mar 01, 2026 20:05 IST
IND vs WI Live Score: બુમરાહે રોસ્ટન ચેસને પેવેલિયન ભેગો કર્યો
બુમરાહે રોસ્ટન ચેસને પણ આઉટ કર્યો છે. એક જ ઓવરમાં બુમરાહે વેસ્ટ ઈન્ડીઝને બે ઝટકા આપ્યા. હેટમાયર બાદ રોસ્ટન ચેસ પણ પેવેલિયન ભેગો થયો. તેણે 25 બોલમાં 40 રન બનાવ્યા.
- Mar 01, 2026 20:03 IST
IND vs WI Live Score: બુમરાહે હેટમાયરને આઉટ કર્યો
બુમરાહે હેટમાયરને આઉટ કરી વેસ્ટ ઈન્ડીઝને બીજો ઝટકો આપ્યો છે. હેટમાયર સારી બેટિંગ કરી રહ્યો હતો, તેણે 12 બોલમાં 27 રન બનાવ્યા.
- Mar 01, 2026 19:53 IST
IND vs WI Live Score: વેસ્ટ ઈન્ડિઝ લાઈવ સ્કોર 82/1
10 ઓવરના અંતે વેસ્ટ ઈન્ડિઝે એક વિકેટના નુક્સાને 82 રન બનાવી લીધા છે. શિમરોન હેટમાયર 5 બોલમાં 9 રન અને રોસ્ટન ચેસ 23 બોલમાં 39 રન બનાવીને ક્રિઝ પર છે.
- Mar 01, 2026 19:43 IST
IND vs WI Live Score: વરૂણ ચક્રવર્તીએ ભારતને પ્રથમ સફળતા અપાવી
વરૂણ ચક્રવર્તીએ ભારતને પ્રથમ સફળતા અપાવી છે. શાઈ હોપને પેવેલિયન ભેગો કર્યો છે. તે 33 બોલમાં 32 રન બનાવીને આઉટ થયો.
- Mar 01, 2026 19:39 IST
IND vs WI Live Score: વેસ્ટ ઈન્ડિઝ લાઈવ સ્કોર 66/0
8 ઓવરના અંતે વેસ્ટ ઈન્ડિઝે એક પણ વિકેટના નુક્સાન વિના 66 રન બનાવી લીધા છે. શાઈ હોપ 30 બોલમાં 31 રન અને રોસ્ટન ચેસ 18 બોલમાં 35 રન બનાવીને ક્રિઝ પર છે. ટીમ ઈન્ડિયા વિકેટની શોધમાં છે.
- Mar 01, 2026 19:30 IST
IND vs WI Live Score: વેસ્ટ ઈન્ડિઝ લાઈવ સ્કોર 45/0
છ ઓવરના અંતે વેસ્ટ ઈન્ડિઝે એક પણ વિકેટના નુક્સાન વિના 45 રન બનાવી લીધા છે. શાઈ હોપ 25 રન અને રોસ્ટન ચેસ 20 રન સાથે ક્રિઝ પર છે. ટીમ ઈન્ડિયા વિકેટની શોધમાં છે.
- Mar 01, 2026 19:22 IST
IND vs WI Live Score: વેસ્ટ ઈન્ડિઝ લાઈવ સ્કોર 28/0
ચાર ઓવરના અંતે વેસ્ટ ઈન્ડિઝે એક પણ વિકેટના નુક્સાન વાન 28 રન બનાવી લીધા છે. શાઈ હોપ 18 રન અને રોસ્ટન ચેસ 10 રન સાથે ક્રિઝ પર છે. ટીમ ઈન્ડિયા વિકેટની શોધમાં છે.
- Mar 01, 2026 19:12 IST
IND vs WI Live Score: 2 ઓવરના અંતે વેસ્ટ ઈન્ડિઝનો લાઈવ સ્કોર 13/0
હાર્દિક પંડ્યાની ઓવરમાં 10 રન આવ્યા, 2 ઓવરના અંતે વેસ્ટ ઇન્ડિઝનો સ્કોર 13 રન.
- Mar 01, 2026 19:06 IST
IND vs WI Live Score: પ્રથમ ઓવરમાં આવ્યા માત્ર 3 રન
અર્શદીપ સિંહે પ્રથમ ઓવરમાં મત્ર 3 રન આપ્યા છે. શાઈ હોપ અને રોસ્ટન ચેસ ક્રિઝ પર છે.
- Mar 01, 2026 18:56 IST
IND vs WI Live Score: અકીલ હોસેન ટીમમાં સામેલ
વેસ્ટ ઈન્ડિઝે પોતાની ટીમમાં એક ફેરફાર કર્યો છે અને બ્રેંડન કિંગના સ્થાને અકીલ હોસેનને ટીમમાં સામેલ કર્યો છે. વિન્ડીઝે સ્પિન ડિપાર્ટમેન્ટને મજબૂત કર્યો છે.
- Mar 01, 2026 18:54 IST
IND vs WI Live Score: વેસ્ટ ઈન્ડિઝ પ્લેઈંગ ઈલેવન
શાઈ હોપ (વિકેટકીપર), રોસ્ટન ચેસ, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, શેરફેન રધરફોર્ડ, રોમારિયો શેફર્ડ, જેસન હોલ્ડર, મેથ્યુ ફોર્ડ, અકીલ હોસીન, ગુડાકેશ મોટી, શમર જોસેફ.
- Mar 01, 2026 18:43 IST
IND vs WI Live Score: ભારતની પ્લેઈંગ ઈલેવન
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ.
- Mar 01, 2026 18:38 IST
IND vs WI Live Score: ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી મેચોના પરિણામો
ટી20 વર્લ્ડ કપમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી મેચોના પરિણામો
- 2009 - વેસ્ટ ઈન્ડિઝ 7 વિકેટથી જીત્યું
- 2010 - વેસ્ટ ઈન્ડિઝ 14 રનથી જીત્યું
- 2014 - ભારત 7 વિકેટથી જીત્યું
- 2016 - વેસ્ટ ઈન્ડિઝ 7 વિકેટથી જીત્યું
- Mar 01, 2026 18:36 IST
IND vs WI Live Score: ટીમ ઈન્ડિયાએ ટોસ જીત્યો
ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
- Mar 01, 2026 18:34 IST
IND vs WI Live Score: રિંકુ સિંહ ટીમ સાથે જોડાયો
રિંકુ સિંહ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, તે છતા તે ટીમ ઈન્ડિયા સાથે કોલકાતમાં શનિવારે જોડાય ગયો છે. તે મેચ પહેલા પ્રેક્ટિસ કરતા પણ જોવા મળ્યો હતો.
- Mar 01, 2026 18:01 IST
IND vs WI Super 8 Match Today: કોલકાતામાં વરસાદની શક્યતા કેટલી
ભારત-વેસ્ટ ઈન્ડીઝ મેચ દરમિયાન વરસાદની સંભાવના ના બરાબર છે. એટલે કે મેચ સંપુર્ણ રમાશે અને ક્રિકેટ ફેન્સને મેચનો સંપૂર્ણ આનંદ મળશે.
- Mar 01, 2026 18:01 IST
IND vs WI Super 8 Match Today: કોલકાતામાં હાઈ સ્કોરિંગ મેચ
ટીમ ઈન્ડિયાના સહાયક કોચ પ્રેસ કોન્ફરન્સમાં પહેલાથી જ કહી ચુક્યા છે કે કોલકાતામાં હાઈ સ્કોરિંગ મેચ જોવા મળશે. અહીંની પીચ પર બેસ્ટમેનોનું પ્રદર્શન ખુબ જ સારૂ રહેશે. અહીંની પીત કાળી માટીથી બનેલી છે જ્યાં સ્પિનરોને બાદમાં મદદ મળશે.
- Mar 01, 2026 16:33 IST
IND vs WI Super 8 Match Today: ભારતની બેટિંગ લાઈનઅપ શાનદાર
ભારતનું બેટિંગ લાઇનઅપ શાનદાર છે અને સૌથી સારી વાત એ છે કે જે રીતે ભારતીય બેટ્સમેનોએ ઝિમ્બાબ્વે સામે આક્રમક ક્રિકેટ રમી હતી, તે જ અભિગમ તેમને વેસ્ટ ઇન્ડીઝ સામે જીતવામાં મદદ કરશે.
- Mar 01, 2026 16:29 IST
IND vs WI Super 8 Match Today: કોલકાતામાં ભારતનો રેકોર્ડ શાનદાર
કોલકાતાની વાત કરીએ તો અહીં વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ભારતે અહીં વેસ્ટ ઇન્ડીઝ સામે ચાર મેચ રમી છે અને તે બધી જીતી છે. આનો અર્થ એ થયો કે આ સ્થળે વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતનો રેકોર્ડ 4-0 છે.
- Mar 01, 2026 16:29 IST
IND vs WI Super 8 Match Today: ભારત પાસે 10 વર્ષ જૂનો હિસાબ કરવાની તક
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે છેલ્લી ટી20 વર્લ્ડ કપ મુકાબલો 2016 માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે થયો હતો. રસપ્રદ વાત એ છે કે તે સેમિફાઇનલ મેચ હતી, જેમાં ભારત હારી ગયું હતું અને ફાઇનલમાં સ્થાન મેળવવાથી ચૂકી ગયું હતું.
- Mar 01, 2026 16:29 IST
IND vs WI Super 8 Match Today: આંકડામાં વેસ્ટ ઈન્ડિઝ મજબૂત
ટી20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝે ભારત સામે ત્રણ મેચ જીતી છે, જ્યારે ભારતે ફક્ત એક જ જીતી છે. બંને ટીમો વચ્ચે કુલ ચાર મેચ રમાઈ છે.
- Mar 01, 2026 16:29 IST
IND vs WI Super 8 Match Today: વેસ્ટ ઇન્ડીઝની નજર જીત પર
વેસ્ટ ઇન્ડીઝ પણ ભારતને હરાવીને સેમિફાઇનલમાં પહોંચવા માટે નજર રાખશે. જો તેઓ સેમિફાઇનલમાં પહોંચશે તો તેમનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે. હવે જોવાનું એ રહે છે કે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે કોણ જીતે છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us