MI vs RR Mumbai Weather and Pitch Report: આઈપીએલ 2024 ની આજની મેચ ખાસ છે. મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અહીંના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુકાબલો થશે. આઈપીએલ ઇતિહાસમાં વધુ વખત ચેમ્પિયન બનનાર મુંબઇ આ વખતે હજુ એક પણ મેચ જીતી શકી નથી તો આજે પોતાના હોમ ગ્રાઉન્ડ પર જીત માટે મરણીયો પ્રયાસ કરશે. મુંબઇ માટે આ સિઝનમાં પહેલી મેચ હોમ ગ્રાઉન્ડમાં રમાશે.
રાજસ્થાન રોયલ્સ ફુલ ફોર્મમાં
આઇપીએલ સિઝન 2024 પ્રારંભથી રસપ્રદ બની છે. મુંબઇ અને રાજસ્થાન વચ્ચેની આજની મેચ પણ નિર્ણાયક બનવાની છે. રાજસ્થાન ફુલ ફોર્મમાં છે તો બીજી તરફ મુંબઇ જીત માટે હવાતિયાં મારી રહ્યું છે. આઇપીએલ સિઝન 2024 માં અત્યાર સુધી આ બંને ટીમો 2 -2 મેચ રમ્યા છે. જેમાં રાજસ્થાન રોયલ્સ બંને મેચ જીત્યું છે જ્યારે મુંબઇ બંને મેચ હાર્યું છે. મુંબઇ ઇન્ડિયન્સ નવા સુકાની હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં આ સિઝનમાં હજુ એક પણ મેચ જીત્યું નથી.
મુંબઇ ઇન્ડિયન્સ-રાજસ્થાન રોયલ્સ પિચ રિપોર્ટ
મુંબઇના જાણીતા વાનખેડે સ્ટેડિયમ ખાતે આજે મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાશે. રાજસ્થાન જીતનો સિલસિલો જાળવી રાખવા તો મુંબઇ જીતનું ખાતું ખોલાવવા મેદાનમાં પરસેવો પાડશે. આવો જાણીએ કે આજના મેદાનની પિચ કેવી છે. વાનખેડે સ્ટેડિયમની પિચ બેટીંગ અને બોલિંગ બંને માટે એકંદરે સમાન રહી છે. અહીં બેટ્સમેન પણ ચાલે છે અને બોલર્સને પણ આ વિકેટ સાથ આપે છે. હવે જોવાનું એ છે કે આજે કોણ કમાલ કરે છે.
મુંબઇ હવામાન આગાહી
મુંબઇ હવામાનની વાત કરીએ તો મુંબઇમાં આજે આકાશ એકંદરે ખુલ્લુ રહેશે જોકે છુટા છવાયા વાદળ જોવા મળશે. જોકે વરસાદની શક્યતા નહિંવત છે. પરંતુ મેદાન પર ઝાકળ રહેવાની પુરી સંભાવના છે. જેને લીધે ફિલ્ડર્સ અને બોલર્સ માટે પરિસ્થિતિ થોડી વિકટ બની શકે છે. મુંબઇનું આજનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે.





