અભિષેક શર્માની બેટિંગથી કિવી ખેલાડીઓ આશ્ચર્યચકિત, મેચ પછી ચેક કર્યું બેટ; જુઓ વીડિયો

ગુવાહાટી ટી-20 મેચમાં અભિષેકની બેટિંગ અને ભારતની ઐતિહાસિક જીત પછી કિવી ઓપનિંગ બેટ્સમેન ડ્વોન કોનવે અને બોલર જેકબ ડફી અભિષેક શર્માનું બેટ ચેક કરતા જોવા મળ્યા હતા.

ગુવાહાટી ટી-20 મેચમાં અભિષેકની બેટિંગ અને ભારતની ઐતિહાસિક જીત પછી કિવી ઓપનિંગ બેટ્સમેન ડ્વોન કોનવે અને બોલર જેકબ ડફી અભિષેક શર્માનું બેટ ચેક કરતા જોવા મળ્યા હતા.

author-image
Rakesh Parmar
New Update
Abhishek Sharma Batting

ગુવાહાટી ટી-20 મેચ બાદ ન્યુઝીલેન્ડના ખેલાડીઓ અભિષેક શર્માનું બેટ ચેક કર્યું. Photograph: (સોશિયલ મીડિયા)

અભિષેક શર્માની ધારદાર બેટિંગ સ્ટાઈલ વિરોધી ખેલાડીઓને આશ્ચર્યચકિત કરી દે છે. ન્યૂઝીલેન્ડ સામેની વર્તમાન શ્રેણીની પહેલી મેચમાં 35 બોલમાં 84 રન બનાવ્યા બાદ ત્રીજી મેચમાં 20 બોલમાં અણનમ 68 રન બનાવ્યા બાદ તે હેડલાઇન્સમાં આવ્યો છે. મેચ પછી ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ પણ તેનું બેટ ચેક કરતા જોવા મળ્યા.

Advertisment

મેચ પછી આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ત્રીજી ટી-20 મેચમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડના બોલરોને જે રીતે હરાવ્યા તેનાથી કિવી ખેલાડીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. ભારતે માત્ર 10 ઓવરમાં 154 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો અને 8 વિકેટથી મેચ જીતી લીધી. આ પછી ન્યૂઝીલેન્ડના કેટલાક ખેલાડીઓ અભિષેક શર્માનું બેટ ચેક કરતા જોવા મળ્યા હતા.

વીડિયો થયો વાયરલ

ગુવાહાટી ટી-20 મેચમાં અભિષેકની બેટિંગ અને ભારતની ઐતિહાસિક જીત પછી કિવી ઓપનિંગ બેટ્સમેન ડ્વોન કોનવે અને બોલર જેકબ ડફી અભિષેક શર્માનું બેટ ચેક કરતા જોવા મળ્યા હતા. કેપ્ટન મિશેલ સેન્ટનર પણ હસતા હસતા બેટ તરફ જોતા ત્યાંથી ચાલ્યા ગયો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Advertisment

પાકિસ્તાનની નવી ગીધડ ધમકી! ભારત સામેની મેચનો કરી શકે છે બહિષ્કાર

340 ના સ્ટ્રાઈક રેટથી રન

અભિષેક શર્માએ ન્યુઝીલેન્ડ સામે ગુવાહાટી ટી-20 માં 20 બોલમાં અણનમ 68 રન બનાવ્યા હતા, જેમાં સાત ચોગ્ગા અને પાંચ સિક્સર સામેલ હતી. તેણે 340 ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી. તેણે 14 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી, પરંતુ તેના માર્ગદર્શક યુવરાજ સિંહનો રેકોર્ડ (12 બોલ) તોડવામાં મુશ્કેલીથી ચૂકી ગયો હતો. તેણે નાગપુરમાં રમાયેલી પહેલી ટી-20 મેચમાં 35 બોલમાં 84 રનની શાનદાર ઇનિંગ પણ રમી હતી. બીજી ટી-20 માં તે પહેલા બોલ પર એક પણ રન બનાવ્યા વિના આઉટ થયો હતો.

ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ ક્રિકેટ અભિષેક શર્મા