scorecardresearch

Sachin Tendulkar Birthday :ક્રિકેટના વામનાવતાર સચિન તેંડુલકર, માસ્ટર બ્લાસ્ટરે 3 ફૂટના બેટથી માપી લીધી ક્રિકેટની આખી દુનિયા

Sachin Tendulkar 50th birthday special : સચિન તેંડુલકર ક્રિકેટના અત્યારના સૌથી મોટા આઇકન છે. આંકડાઓથી ભરેલી આ રમતમાં સચિન તેંડુલકર પાસે લગભગ દરેક બેટિંગના રેકોર્ડ છે.

Sachin Tendulkar birthday, Sachin Tendulkar 50th birthday
સચિન તેંડુલકરનો 50મો જન્મ દિવસ, (Photos: Express Archive, Sachin Tendulkar Instagram)

Sachin Tendulkar’s 50th birthday : મહારાષ્ટ્રના બોમ્બે અત્યારે મુંબઈમાં મરાઠી કવિ અને ઉપન્યાસકાર રમેશ તેંડુલકરની પત્ની રજની તેંડુલકરે 24 એપ્રિલ 1973ના રોજ એક પુત્રને જન્મ આપ્યો હતો. જેમને આજે સચિન રમેશ તેંડુલકરના નામથી આપણે જાણીએ છીએ. સચિન તેંડુલકર ક્રિકેટના અત્યારના સૌથી મોટા આઇકન છે. આંકડાઓથી ભરેલી આ રમતમાં સચિન તેંડુલકર પાસે લગભગ દરેક બેટિંગના રેકોર્ડ છે.

સચિન તેંડુલકરઃ 79 મેચ સુધી ન્હોતી લગાવી પહેલી ઇન્ટરનેશનલ સદી

સચિન તેંડુલકરના રેકોર્ડમાં ટેસ્ટ અને વન ડે ક્રિકેટ મેચમાં સૌથી વધારે રન, ટેસ્ટ અને વન ડેમાં ઇન્ટરનેશલમાં સૌથી વધારે શતક અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે 100 શતકનો સમાવેશ થાય છે. જોકે, એ જાણવું જરૂરી છે કે સચિન તેંડુલકરે પોતાની 79મી મેચ સુધી પહેલી વન ડે સેન્ચૂરી લગાવી ન્હોતી. સચિન તેંડુલકર 37 વર્ષથી ઓછી ઉંમરમાં વનડે ક્રિકેટમાં પહેલી બેવડી સદી ફટકારી હતી.

સચિન તેંડુલકરને ક્રિકેટના વામનાવતાર કહેવું ખોટું નથી. જે પ્રાકરે ભગવાન વિષ્ણુના અવાર ભગવાન વામને બે પગમાં ભૂલોક અને દેવલોકને માપી લીધા હતા. એજ પ્રકારે સચિન તેંડુલકરે માત્ર 3 ફૂટના બેટથી ક્રિકેટની આખી દુનિયા માપી લીધી હતી. કદાય આ જ કારણથી સચિન તેંડુલકરને ક્રિકેટના ભગવાન પણ કહેવામાં આવે છે.

સચિન તેંડુલકરની જિંદગીઃ ખાવું, ઊંઘવું અને ક્રિકેટ

સચિન તેંડુલકરનો ક્રિકેટ સાથે કેવી રીતે પરિચય થયો આ અંગે અનેક કહાનીઓ છે. સચિન તેંડુલકર પ્રમાણે તેમના મોટા ભાઈ અજીત 11 વર્ષની ઉંમરમાં જ મુંબઈની શારદાશ્રમ સ્કૂલ લગઇ ગયા હતા. જ્યાં તેમના પહેલા કોચ રમાકાંત ઓચરેકર સાથે મુલાકાત કરાવી હતી. ત્યારબાદ સચિન તેંડુલકરની જિંદગી ખાવું, ઊંઘવું અને ક્રિકેટ થઇ ગઈ હતી.

આ પણ વાંચોઃ- ક્રિકેટમાં ફિક્સિંગ? મોહમ્મદ સિરાજને આવેલા એક ફોન કોલથી હડકંપ, બીસીસીઆઈની તપાસ શરૂ

વિનોદ કાંબલી સાથે રેકોર્ડ ભાગીદારી કરીને ચર્ચામાં આવ્યા હતા સચિન તેંડુલકર

ટૂંક સમયમાં સચિન તેંડુલકરનું નામ આખા મુંબઇમાં પ્રસિદ્ધ થઈ ગયું હતું. જ્યારે તેમણે વિનોદ કાંબલી સાથે 664 રનની રેકોર્ડ બ્રેકિંગ ભાગીદારીમાં અણનમ 326 રન બનાવ્યા હતા. જે એ સમયે પ્રતિસ્પર્ધી ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં સૌથી વધારે ભાગીદારી હતી. સચિને 16 વર્ષ 205 દિવસની ઉંમરમાં કરાચીમાં પાકિસ્તાન સામે પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરની શરુઆત કરી હતી.

નાકમાંથી લોહી વહી રહ્યું હતું છતાં બેટ ન મૂક્યું

સચિન તેંડુલકરને એ સમયે વકાર યૂનિસે માત્ર 15 રન પર આઉટ કરી દીધા હતા. પાકિસ્તાનના પ્રવાસમાં અંતિમ ટેસ્ટમાં સિયાલકોટમાં વકાર યુનિસનો બાઉન્સર બોલ સચિન તેંડુલકરના નાક ઉપર વાગ્યો અને નાક પર ઇજા પહોંચીને લોહી વહેવા લા્યું હતું. ત્યારે તેમણે તબીબી સારવાર લેવાની ના પાડી દીધી હતી. સચિને લોહીને સાફ કર્યું અને બેટિંગ કરવા લાગ્યા હતા. તેમણે 57 રન બનાવ્યા હતા અને ભારતની ટેસ્ટ મેચ ડ્રો કરવામાં મદદ કરી હતી.

સચિન તેંડુલકરઃ 6 વનડે વર્લ્ડ કપમાં લીધો ભાગ

સચિન તેંડુલકરે પોતાના ક્રિકેટ કરિયરમાં 1992થી 2011 સુધી 6 વિશ્વ કપમાં ભાગ લીધો હતો. જેમાં બે વખત ફાઇનલ (2003 અને 2011) રમી હતી. વર્ષ 2011ની ફાઇનલ મેચ જીતી હતી. સચિન તેંડુલકર ભલે પોતાના બે વિશ્વ કપ ફાઇનલમાં મોટા સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા આમ છતાં ઉપરોક્ત ટૂર્નામેન્ટમાં તેમના સમગ્ર પ્રદર્શન અને યોદગાને ભારતને ફાઇનલમાં પહોંચાડવામાં મોટી ભૂમિકા નિભાવી હતી.

આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ 24 એપ્રિલ : રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ, સચિન તેંડુલકરનો જન્મદિવસ

સચિન 2003માં ઓસ્ટ્રેલિયા સામે ફાઇલમાં 4 અને 2011માં શ્રીલંકા સામે ફાઇનલમાં 18 રન જ બનાવી શક્યા હતા. જોકે, 2003માં સચિન તેંડૂલકરે ટૂર્નામેન્ટમાં 673 રન બનાવ્યા અને 1996ના વર્લ્ડ કપમાં 523 રન બનાવીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. કોઈ એક વિશ્વકપમાં સૌથઈ વધારે રનનો તેમનો રેકોર્ડ હજી પણ કાયમ છે.

સચિન તેંડુલકરઃ વનડે વર્લ્ડ કપમાં આજે પણ કાયમ છે રેકોર્ડ

વર્ષ 2011ના વિજયી વિશ્વ કપ અભિયાનમાં સચિન તેંડુલકર ફરીથી ભારતના સર્વોચ્ચ રન- સ્કોરર અને કુલ મળીને બીજા સ્થાન પર રહ્યા હતા. સચિને એ ટૂર્નામેન્ટમાં 53.55ની રનરેટથઈ 482 રન બનાવ્યા હતા. તેમણે લીગ ચરણમાં 2 સદી ફટકારી હતી. સચિને નોકઆઉટમાં 2 મહત્વપૂર્ણ અર્ધશતક લગાવ્યા હતા.

સચિન તેંડુલકરે પોતાના 50માં જન્મ દિવસ પહેલા ઓસ્ટ્રેલિયા સામે શારજાહમાં પોતાની એતિહાસિક ઇનિંગના 25 વર્ષ પૂરા થવા પર 22 એપ્રિલ 2023ના રોજ મુંબઈમાં આયોજિક એક કાર્યક્રમમાં કેક કાપી હતી. 24 એપ્રિલ 2023ના રોજ સચિન તેંડુલકર 50મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.

Web Title: Sachin tendulkar 50th birthday special icon of cricket records

Best of Express