ટી-20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે થયા છે 6 મુકાબલા, આવો છે ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ

India vs Pakistan : ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર બપોરે 1.30 કલાકે મુકાબલો રમાશે

India vs Pakistan : ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર બપોરે 1.30 કલાકે મુકાબલો રમાશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update

ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આ સાતમો મુકાબલો થશે

T20 World Cup 2022, IND vs PAK: ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનના મુકાબલાને હવે ગણતરીના દિવસોની વાર છે. બન્ને ટીમો 23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર બપોરે 1.30 કલાકે મેચ રમશે. ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આ સાતમો મુકાબલો થશે. આ પહેલા 6 મુકાબલા થયા છે. જેમાં ભારતનો પાંચ મેચમાં વિજય થયો છે. જ્યારે પાકિસ્તાનનો એક મેચમાં વિજય થયો છે. અમે ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલા વિશે જણાવી રહ્યા છીએ.

Advertisment

પ્રથમ મુકાબલો, 2007

ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20 વર્લ્ડ કપમાં પ્રથમ મેચ 2007માં રમાઇ હતી. આ ટી-20નો પ્રથમ વર્લ્ડ કપ હતો. ગ્રુપ સ્ટેજમાં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલો પ્રથમ મુકાબલો જ રોમાંચક રહેતા ટાઇ રહ્યો હતો. ભારતે 20 ઓવરમાં 9 વિકેટે 141 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાન 20 ઓવરમાં 7 વિકેટે 141 રન બનાવતા મેચ ટાઇ પડી હતી. આ પછી બોલઆઉટથી પરિણામ નક્કી કરાયું હતું. ભારતે 3-0થી બોલઆઉટ કરીને મેચ જીતી લીધી હતી.

બીજો મુકાબલો, 2007 વર્લ્ડ કપની ફાઇનલ

2007માં ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં ફરી એક વખત ભારત-પાકિસ્તાન ટકરાયા હતા. ભારતનો અંતિમ ઓવરમાં 5 રને રોમાંચક વિજય થયો હતો. ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 157 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાન 19.3 ઓવરમાં 152 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. પાકિસ્તાનને હરાવી ભારતે ટી-20નો પ્રથમ વર્લ્ડ કપ જીતી લીધો હતો.

આ પણ વાંચો - ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચની મજા વરસાદ બગાડશે? મેલબોર્નમાં 23 ઓક્ટોબરે કેવું રહેશે મોસમ, જાણો

Advertisment

ત્રીજો મુકાબલો, 2012

ટી-20 વર્લ્ડ કપ 2012માં 30 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર-8ના રાઉન્ડમાં મુકાબલો થયો હતો. પાકિસ્તાનની ટીમ 19.4 ઓવરમાં128 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. જવાબમાં ભારતે 17 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. વિરાટ કોહલીએ 61 બોલમાં 8 ફોર અને 2 સિક્સરની મદદથી અણનમ 78 રન બનાવ્યા હતા.

ચોથો મુકાબલો, 2014

2014માં 21મી માર્ચે ભારત પાકિસ્તાન વચ્ચે ટી-20 વર્લ્ડ કપનો ચોથો મુકાબલો રમાયો હતો. પાકિસ્તાન 20 ઓવરમાં 7 વિકેટે 130 રન જ બનાવી શક્યું હતું. જવાબમાં ભારતે 18.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 131 રન બનાવી લીધા હતા.

પાંચમો મુકાબલો, 2016

19 માર્ચ 2016ના રોજ બન્ને વચ્ચે ટી-20 વર્લ્ડ કપનો પાંચમો મુકાબલો થયો હતો. વરસાદના કારણે મેચ 18-18 ઓવરની કરવામાં આવી હતી. પાકિસ્તાને 18 ઓવરમાં 5 વિકેટે 118 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 15.5 ઓવરમાં 4 વિકેટે 119 રન બનાવી લીધા હતા. વિરાટ કોહલીએ 37 બોલમાં 7 ફોર, 1 સિક્સરની મદદથી અણનમ 55 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો - T20 World Cup: ઓસ્ટ્રેલિયાએ સ્લો ઓવર રેટથી બચવા અપનાવ્યો આવો જુગાડ

છઠ્ઠો મુકાબલો, 2021

24 ઓક્ટોબર 2021ના રોજ બન્ને ટીમો ગ્રુપ સ્ટેજમાં ટકરાઇ હતી. આ મેચમાં પાકિસ્તાનનો 10 વિકેટે વિજય થયો હતો. ટી-20 વર્લ્ડ કપમાં પ્રથમ વખત પાકિસ્તાન ભારત સામે જીતવા સફળ રહ્યું હતું. ભારતીય ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 151 રન બનાવી શકી હતી. જવાબમાં પાકિસ્તાને 17.5 ઓવરમાં વિના વિકેટે 152 રન બનાવી લીધા હતા. મોહમ્મદ રિઝવાને 79 અને બાબર આઝમે 68 રન બનાવ્યા હતા.

Express Exclusive T20 વર્લ્ડ કપ Team India વર્લ્ડકપ સ્પોર્ટ્સ