આ વખતે ટી 20 વર્લ્ડ કપમાં ભારતને જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાની સેવા નહીં મળે. આ બંને સ્ટાર ખેલાડી ઈજા થવાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર થયા છે. આ ભારતીય ટીમ માટે મોટો ઝાટકો માનવામાં આવી રહ્યો છે. જોકે, અન્ય ટીમોમાં પણ કેટલાક સ્ટાર અને મેચની દિશા બદલનારા સક્ષમ ખેલાડીઓ આ વખતે ટી20 વર્લ્ડકપમાં જોવા નહીં મળે. આ ખેલાડીઓની ગેરહાજરીની અસર તેમની ટીમોના પ્રદર્શન ઉપર પડી શકે છે.
જોની બેયરસ્ટો (ઇંગ્લેન્ડ)
શાનદાર ફોર્મમાં ચાલી રહેલા સ્ટાર વિકેટકીપર બેસ્ટમેન બેયરસ્ટોને ઓપનર તરીકે ટીમમાં સામેલ કર્યો હતો. પરંતુ ગત મહિને ગોલ્ફ રમતા સમયે તેમને ઈજા પહોંચી હતી. જેના પગલે તેમને ટૂર્નામેન્ટથી બહાર થવું પડ્યું હતું. ગોલ્ફ રમતા સમયે તેઓ લપસી પડ્યા હતા. તેમના પગના નીચેના ભાગે ઈજા પહોંચી હતી.
કારણઃ પગરમાં ઈજા પહોંચવાથી
શિમરન હેટમાયર (વેસ્ટ ઈન્ડિઝ)
મિડલ ઓર્ડરનો આ અટેકિંગ બેસ્ટમેન ઈજાગ્રસ્ત નથી. પરંતુ તેનું બહાર હોવાનું કારણ રસપ્રદ છે. ટૂર્નામેન્ટ માટે વેસ્ટઈન્ડિઝ ટીમનો મહત્વનો સભ્ય માનવામાં આવતો હેટમાયર સમયસર ફ્લાઈટ પકડવા માટે એરપોર્ટ પહોંચી શક્યો નહીં. જોકે તેની વિનંતીથી તેમની ઉડાનને પુનનિર્ધારિત કરવામાં આવી હતી. જ્યારે તે ફરીથી ફ્લાઈટ મિસ કરી ગયો તો વિંડીઝના સિલેક્ટર્સે તેને ટીમમાંથી જ બહાર કરી દીધો હતો.
આ પણ વાંચોઃ- ICC POTM: આઇસીસી પ્લેયર ઓફ ધ મંથ, હરમનપ્રીત કૌર અને મોહમ્મદ રિઝવાને મારી બાજી
કારણ ફ્લાઈટ મિસ કરવાથી
રાસી વાન ડર ડુસેન (સાઉથ આફ્રિકા)
જબર્દસ્ત ફોર્મમાં ચાલી રહેલા સાઉથ આફ્રિકી બેટ્સમેન રાસી વાન ડર ડુસેનને ઓગસ્ટમાં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ દરમિયાન ડાબા હાથની આંગળીમાં ઈજા પહોંચી હતી. કુલ 41 ટી 20માં સાત અર્ધશતક લગાવી ચુકેલા રાસીની આંગળીમાં ફ્રેક્ચરે તેમને વર્લ્ડ કપની બહાર કરવા મજબૂર કરી દીધો હતો. તેમના નામ પર ટી 20 ફોર્મેટમાં ત્રણ શદી છે. તેઓ પોતાના દમ ઉપર મેચ જીવતાની ક્ષમતા રાખે છે.
કારણઃ હાથમાં ઈજા
આંદ્રે રસેલ (વેસ્ટઈન્ડિઝ)
વેસ્ટઈન્ડિઝની ટીમને ગતવખત ચૈમ્પિયન બનાવનાર સ્ટારમાં સામેલ રહેલા આંદ્રે રસેલ, સુનીલ નરેન, કાયરન પોલાર્ડ અને ક્રિસ ગેલ આ વખતે એક્શનમાં નહીં રહે. કેટલાક ખેલાડીઓએ ગણા દિવસોથી રાષ્ટ્રીય ટીમમાં રમ્યા નથી. તો કેટલાક હવે સિલેક્ટર્સના રડાર પર નથી. પોલાર્ડે તો સન્યાસ લીધો છે. ખરાબ ફોર્મ અને ફિટનેસના કારણે સિલેક્ટરની પસંદ બની શક્યો નહીં.
કારણઃ ખરાબ ફોર્મ
જેસનો રોય (ઇંગ્લેન્ડ)
ઈંગ્લેન્ડના જ જેસન રોયના ખરાબ ફોર્મના પગલે ટીમમાં જગ્યા ન મળી. ફોર્મની તપાસમાં રોય ધ હંડ્રેડમાં પણ રમતમાં ઉતર્યા પરંતુ ત્યાં પણ પોતાના પ્રદર્શનથી નિરાશ કર્યા હતા. હવે સ્થિતિ એ છે કે તેમના કોન્ટ્રાક્ટ ઉપર પણ ખતરો મંડરાઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ- ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડની મેચમાં એવી વસ્તુ જોઈ કે ભારતીય દિગ્ગજ થયા ચિંતિત, ‘કાશ વર્લ્ડ કપમાં આવું જોવા ન મળે’
કારણઃ ખરાબ ફોર્મ
ક્રિસ ગેલ (વેસ્ટ ઈન્ડિઝ)
વિન્ડીઝ ટીમના પ્રખ્યાત ઓપનર ક્રિસ ગેલ પણ ટૂર્નામેન્ટમાં નહીં રમે. તેઓ ટીમનો ભાગ નથી. લાંબા સમય સુધી વર્લ્ડ ક્રિકેટ ઉપર રાજ કરનારા ગેલને લઈને કેટલાક લોકોમાં એક ગેરસમજ હતી કે તેમણે રિટાયરમેન્ટ લીધું છે. પરંતુ આ સાચું નથી. તેઓ ઈન્ટરનેશનલ ક્રિકેટ રમી શકે છે. પરંતુ તેમની પસંદગી થઈ ન્હોતી.
ચાહકો થશે નિરાશ
આ એક એવા ખેલાડી છે જેમના મોટા પ્રમાણમાં ફેન્સ ફોલોઇંગ છે. પોતાના હીરોને ટૂર્નામેન્ટમાંથી બહાર થવાથી ફેન્સ નિરાશ થશે.