વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલમાં બનાવ્યા સૌથી વધુ રન

વૈભવ સૂર્યવંશીએ ઇંગ્લેન્ડ સામેની અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં 218.75 ના ​​સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા. તેણે પોતાની 175 રનની ઇનિંગ્સમાં 15 ચોગ્ગા અને 15 સિકસર ફટકારી હતી.

વૈભવ સૂર્યવંશીએ ઇંગ્લેન્ડ સામેની અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં 218.75 ના ​​સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા. તેણે પોતાની 175 રનની ઇનિંગ્સમાં 15 ચોગ્ગા અને 15 સિકસર ફટકારી હતી.

author-image
Rakesh Parmar
New Update
Vaibhav Suryavanshi World Record

વૈભવ સૂર્યવંશીએ ઇંગ્લેન્ડ સામેની અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં 218.75 ના ​​સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા. Photograph: (સોશિયલ મીડિયા)

અંડર-19 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલમાં શુક્રવારે (6 ફેબ્રુઆરી) ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ભારતના ઓપનર વૈભવ સૂર્યવંશીએ શાનદાર બેટિંગ પ્રદર્શન કરીને ઇતિહાસ રચી દીધો છે. વૈભવે અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં સૌથી ઝડપી સદી ફટકારી જ નહીં પરંતુ સૌથી લાંબી ઇનિંગ્સ રમનાર બેટ્સમેન પણ બની ગયો છે. જોકે 14 વર્ષનો આ ખેલાડી બેવડી સદી ચૂકી ગયો. વૈભવે માત્ર 80 બોલમાં 175 રન બનાવ્યા, જેમાંથી 150 રન ચોગ્ગા અને સિકસર સાથે હતા.

Advertisment

વૈભવ સૂર્યવંશીએ ઇંગ્લેન્ડ સામેની અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં 218.75 ના ​​સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા. તેણે પોતાની 175 રનની ઇનિંગ્સમાં 15 ચોગ્ગા અને 15 સિકસર ફટકારી હતી. આ ઇનિંગ્સ દરમિયાન, વૈભવે અંડર-19 વનડેમાં સૌથી ઝડપી 150 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો. તેણે 71 બોલમાં 150 રન બનાવ્યા અને ઇંગ્લેન્ડના બેન મેયસનો રેકોર્ડ તોડ્યો. મેયસે સ્કોટલેન્ડ સામે 98 બોલમાં 150 રન બનાવ્યા હતા.

વૈભવ સૂર્યવંશીએ અગાઉ વિજય હજારે ટ્રોફી દરમિયાન 59 બોલમાં 150 રન બનાવીને લિસ્ટ A ક્રિકેટમાં સૌથી ઝડપી 150 રનનો રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલા એબી ડી વિલિયર્સે 2015ના વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 64 બોલમાં 150 રન બનાવ્યા હતા. આ ઇનિંગ સાથે વૈભવ સૂર્યવંશી અંડર-19 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બન્યો હતો. તેણે 41 ચોગ્ગા અને 30 છગ્ગા ફટકારીને 449 રન બનાવ્યા છે.

Advertisment

અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં વૈભવ સૂર્યવંશીને મેની લમ્સડેનની બોલિંગમાં થોમસ રીવ દ્વારા કેચ અપાયો હતો. વૈભવે 32 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. તેણે આગામી 23 બોલમાં પોતાની સદી પૂરી કરી અને પછીના 50 રન માત્ર 16 બોલમાં પૂરા કર્યા હતા.

Team India ક્રિકેટ વૈભવ સૂર્યવંશી