/indian-express-gujarati/media/media_files/2026/01/23/wpl-2026-playoffs-scenario-2026-01-23-14-30-03.jpg)
WPL 2026 Playoffs Scenario : મહિલા પ્રીમિયર લીગ પ્લેઓફ સમીકરણ Photograph: (@wplt20)
WPL 2026 Playoffs Scenario, MI, RCB, DC, UPW, GG : વિમેન્સ પ્રીમિયર લીગ 2026 માં 14 લીગ મેચ રમાઇ ચુકી છે અને હવે લીગ સ્ટેજમાં 6 મેચ બાકી છે. આરસીબીની ટીમે તેની પાંચેય મેચ જીતીને પ્લે ઓફમાં પ્રવેશ મેળવી લીધો છે. જો આરસીબી વધુ એક મેચ જીતશે તો તે સીધી ફાઈનલમાં પહોંચી જશે. બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સને પ્લેઓફની રેસ એટલે કે ટોપ 3માંથી બહાર થવાનો ખતરો છે.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ તેની 6 માંથી 4 મેચમાં હારી ચૂકી છે. વિમેન્સ પ્રીમિયર લીગ માં ગ્રુપ સ્ટેજના અંતે ટોચના ક્રમે રહેલી ટીમ સીધી ફાઈનલમાં પ્રવેશ મેળવે છે. જ્યારે બીજી અને ત્રીજા નંબરે રહેનારી ટીમો પ્લેઓફની એલિમિનેટર મેચ રમે છે. જીતનાર ટીમ ફાઈનલમાં પહોંચી જાય છે.
મુંબઈ ઇન્ડિયન્સ અને યુપી વોરિયર્સ સમીકરણ
મુંબઈ ઈન્ડિયન્સની બે મેચ બાકી છે અને જો મુંબઈ એક પણ મેચ હારી જાય તો તે ટોપ 3ની રેસમાંથી બહાર થઈ શકે છે. જો મુંબઈ બાકીની બંને મેચ જીતે તો પણ તેનો આધાર અન્ય ટીમોના પરિણામ પર રહેશે. યુપી વોરિયર્સની ટીમ પણ મુંબઈ જેવી જ સ્થિતિમાં છે. 6 મેચમાં 4 હાર બાદ તેના પણ 4 પોઈન્ટ છે. જો વોરિયર્સ બંને મેચ જીતે તો પણ તે અન્ય ટીમો પર નિર્ભર રહેશે.
આ પણ વાંચો - મહિલા પ્રીમિયર લીગ 2026 પોઇન્ટ ટેબલ, જાણો કઇ ટીમ છે નંબર વન
ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સને તક
દિલ્હી કેપિટલ્સની વાત કરીએ તો તે અત્યાર સુધી પાંચ મેચ રમી ચૂક્યું છે અને બે મેચ જીતી છે. જો દિલ્હી બાકીની ત્રણ મેચ જીતશે તો પ્લેઓફમાં તેનું સ્થાન નિશ્ચિત થઈ જશે. બીજી તરફ જો દિલ્હી એક પણ મેચ હારશે તો તેણે જીત સાથે અન્ય ટીમોના પરિણામ પર નિર્ભર રહેવું પડશે. દિલ્હીની બાકીની મેચો આરસીબી, ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ સામે છે.
આ પણ વાંચો - મહિલા પ્રીમિયર લીગ 2026, ઓરેન્જ કેપ અને પર્પલ કેપમાં કોણ છે નંબર વન, જાણો
ગુજરાત જાયન્ટ્સની વાત કરીએ તો ગુજરાતે 6 માંથી ત્રણ મેચ જીતી છે. તેની બે મેચ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ સામે બાકી છે. ગુજરાત માટે બંને મેચ આસાન નથી. જો તે બંને મેચ જીતે તો પ્લેઓફમાં પ્રવેશ કન્ફર્મ થઈ જાય છે. બીજી તરફ જો ગુજરાત એક પણ મેચ હારે તો તેની મદાર અન્ય ટીમોના પરિણામ પર પણ રહેશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us