ICC ODI World Cup 2023: વર્ષ 2023માં વન ડે વર્લ્ડકપની મેજબાની ભારત પાસેથી છીનવાઈ શકે છે. આ મામલો ટેક્સ સાથે જોડાયેલો છે. જો ભારત સરકાર સાથે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આ સમસ્યાનું સમાધાન નહીં કરે તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ મોટું પગલું ઉઠાવી શકે છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ભારતીય ક્રિકેટ બોર્ડ પાસેથી વનડે ક્રિકેટ વર્લ્ડકપ 2023 માટે ભારત સરકાર પાસે ટેક્સ છૂટ માટે વાત કરવાનું કહ્યું છે. ઇન્ટરનેશન ક્રિકેટ કાઉન્સિલનો નિયમ છે કે મેજબાન દેશ ટૂર્નામેન્ટના આયોજન માટે સરકાર પાસેથી ટેક્સ છૂટ અપાવે. જોકે, આ મામલે હજી કોઈ પ્રગતિ થઈ નથી.
ભારત સરકારે ભારતમાં આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2016 દરમિયાન આઈસીસીને કોઈ છૂટ આપવામાં આવી નથી. હવે આગામી વર્ષે થનારી વનડે વર્લ્ડકપ ટૂર્નામેન્ટ માટે ભારત સરકાર તરફથી આવા કોઈ સંકે નથી છે. મીડિયા રિપોર્ટ અનુસાર બીસીસીઆઈએ આઈસીસીને માહિતગાર કર્યા છે કે આ મામલે કંઇ જ થઈ શકે એમ નથી. તેઓ જો ઇચ્છે તો ટૂર્નામેન્ટ ભારત બહાર લઇ જઈ શકે છે.
બીસીસીઆઈને કરોડો રૂપિયાનું નુકસાન
2016 T20 વર્લ્ડ કપ (ICC T20 World Cup 2016) દરમિયાન BCCI ને ભારત સરકાર તરફથી ટેક્સમાં છૂટ ન મળવાને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. આઇસીસીએ BCCIની આવકમાંથી ટેક્સ સરચાર્જ તરીકે રૂ. 190 કરોડ કાપ્યા હતા. બીસીસીઆઈએ આ અંગે આઈસીસી ટ્રિબ્યુનલ સમક્ષ મામલો ઉઠાવ્યો છે.
આ પણ વાંચોઃ- બિગ બેશ લીગ : સિડની થંડર 15 રનમાં ઓલઆઉટ, ટી-20 ક્રિકેટમાં સૌથી લોએસ્ટ સ્કોરનો શરમજનક રેકોર્ડ બનાવ્યો
ICCએ બ્રોડકાસ્ટ રેવન્યુ વધાર્યું
ન્યૂઝ 18ના અહેવાલ મુજબ જો આપણે 2023 વર્લ્ડ કપની વાત કરીએ તો ભારત સરકાર ફરી એકવાર ટેક્સ છૂટનો ઇનકાર કરી શકે છે. ICC અને BCC ફરી એકવાર મુશ્કેલીમાં આવી શકે છે. ICC પહેલાથી જ બ્રોડકાસ્ટ રેવન્યુમાંથી 21.84% (લગભગ રૂ. 900 કરોડ)નું ટેક્સ બિલ તૈયાર કરી ચૂક્યું છે.
આ પણ વાંચોઃ- FIFA World Cup 2022: ફિફા વર્લ્ડ કપની કુલ પ્રાઇઝ મની 3641 કરોડ રૂપિયા, જાણો ચેમ્પિયન અને રનર્સ અપને કેટલા રૂપિયા મળશે
ICC અને BCCI માં કાનૂની લડાઈ
કેસ નિરીક્ષકો કહે છે, “તે બીસીસીઆઈના પૈસા છે. જો આઈસીસી વર્લ્ડ કપના આગમન પહેલા આ મુદ્દાનું સમાધાન નહીં કરે અને ભારતની આવકનો હિસ્સો કાપવામાં આવે તો બંને વચ્ચે કાનૂની લડાઈ થઈ શકે છે. દેશની સૌથી ધનિક રમતને ટેક્સમાં છૂટ આપીને સરકાર લોકોને શું કહેશે? બીજી બાજુ જો ICC ભારતમાંથી આવતા ટેક્સના નાણાંમાં છૂટ આપવા માટે સંમત થશે તો અન્ય સભ્ય દેશો તેની સામે અવાજ ઉઠાવશે.