WPL 2026 GG vs UPW Score : મહિલા પ્રીમિયર લીગ 2026, ગુજરાત જાયન્ટ્સનો 45 રને વિજય

GG vs UPW Score Updates, WPL 2026 : મહિલા પ્રીમિયર લીગ 2026, ગુજરાત જાયન્ટ્સે 20 ઓવરમાં 8 વિકેટે 153 રન બનાવ્યા હતા. જવાબમાં યુપી વોરિયર્સની ટીમ 17.3 ઓવરમાં 108 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી

GG vs UPW Score Updates, WPL 2026 : મહિલા પ્રીમિયર લીગ 2026, ગુજરાત જાયન્ટ્સે 20 ઓવરમાં 8 વિકેટે 153 રન બનાવ્યા હતા. જવાબમાં યુપી વોરિયર્સની ટીમ 17.3 ઓવરમાં 108 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
WPL 2026 Gujarat Giants vs UP Warriorz Live Scorecard in Gujarati

Women's Premier League 2026 Gujarat Giants vs UP Warriorz LIVE Score : મહિલા પ્રીમિયર લીગ 2026, ગુજરાત વિ યુપી વોરિયર્સ મેચ અપડેટ્સ

Gujarat Giants vs UP Warriorz Match Updates :સોફી ડિવાઇનની અણનમ અડધી સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ગુજરાત જાયન્ટ્સનો મહિલા પ્રીમિયર લીગ 2026માં યુપી વોરિયર્સ સામે 45 રને વિજય થયો હતો. ગુજરાતે 20 ઓવરમાં 8 વિકેટે 153 રન બનાવ્યા હતા. જવાબમાં યુપી વોરિયર્સ 17.3 ઓવરમાં 108 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ગુજરાત તરફથી રાજેશ્વરી ગાયકવાડે સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી. સોફી ડિવાઇન અને રેણુકા સિંહે 2-2 વિકેટ ઝડપી હતી.

Advertisment

બન્ને ટીમો આ પ્રમાણે છે

ગુજરાત જાયન્ટ્સ : સોફી ડિવાઇન, બેથ મૂની, અનુષ્કા શર્મા, એશ્લે ગાર્ડનર (કેપ્ટન), ડેની વ્યાટ હોજ, ભારતી ફુલમાલી, કનિકા આહુજા, કાશ્વી ગૌતમ, હેપ્પી કુમારી, રેણુકા સિંહ, રાજેશ્વરી ગાયકવાડ.

આ પણ વાંચો - મહિલા પ્રીમિયર લીગ પોઇન્ટ ટેબલ અને પર્પલ કેપ, ઓરેન્જ કેપ લિસ્ટ જુઓ

યુપી વોરિયર્સ : કિરણ નવગીરે, મેગ લેનિંગ (કેપ્ટન), ફોબી લિચફિલ્ડ, હરલીન દેઓલ, ચાલોએ ટ્રાયોન, શ્વેતા સેહરાવત, દીપ્તિ શર્મા, સોફી એક્લેસ્ટોન, આશા શોભના, શિખા પાંડે, ક્રાંતિ ગૌડ.

Advertisment
  • Jan 22, 2026 23:09 IST

    WPL 2026 GG vs UPW LIVE : ગુજરાત જાયન્ટ્સનો 45 રને વિજય

    સોફી ડિવાઇનની અણનમ અડધી સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ગુજરાત જાયન્ટ્સનો મહિલા પ્રીમિયર લીગ 2026માં યુપી વોરિયર્સ સામે 45 રને વિજય થયો હતો. ગુજરાતે 20 ઓવરમાં 8 વિકેટે 153 રન બનાવ્યા હતા. જવાબમાં યુપી વોરિયર્સ 17.3 ઓવરમાં 108 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ગુજરાત તરફથી રાજેશ્વરી ગાયકવાડે સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી. સોફી ડિવાઇન અને રેણુકા સિંહે 2-2 વિકેટ ઝડપી હતી.



  • Jan 22, 2026 22:18 IST

    WPL 2026 GG vs UPW LIVE : લિચફિલ્ડ 32 રને આઉટ

    ફોબી લિચફિલ્ડ 27 બોલમાં 5 ફોર સાથે 32 રને ગાર્ડનરની ઓવરમાં કેચ આઉટ થઇ. હરલીન દેઓલ 12 બોલમાં 3 રને રેણુકા સિંહની ઓવરમાં આઉટ. યુપી વોરિયર્સે 59 રને ચોથી વિકેટ ગુમાવી.



  • Jan 22, 2026 21:57 IST

    WPL 2026 GG vs UPW LIVE : મેગ લેનિંગ આઉટ

    કિરણ નવગીરે પ્રથમ બોલે રેણુકા સિંહની ઓવરમાં સ્ટમ્પિંગ આઉટ થઇ. મેગ લેનિંગ 10 બોલમાં 2 ફોર સાથે 14 રને કાશ્વી ગૌતમીની ઓવરમાં બોલ્ડ થઇ. યુપી વોરિયર્સે 39 રને બીજી વિકેટ ગુમાવી.



  • Jan 22, 2026 21:08 IST

    WPL 2026 GG vs UPW LIVE : યુપી વોરિયર્સને 154 રનનો પડકાર

    મહિલા પ્રીમિયર લીગ 2026 ની 14મી મેચમાં ગુજરાત જાયન્ટ્સે 20 ઓવરમાં 8 વિકેટે 153 રન બનાવી લીધા છે. યુપી વોરિયર્સને જીતવા માટે 154 રનનો પડકાર મળ્યો છે. સોફી ડિવાઇન 42 બોલમાં 2 ફોર અને 3 સિક્સર સાથે 50 રને અણનમ રહી.



  • Jan 22, 2026 20:24 IST

    WPL 2026 GG vs UPW LIVE : એશ્લે ગાર્ડનર બોલ્ડ

    એશ્લે ગાર્ડનર 12 બોલમાં 5 રન બનાવી દિપ્તી શર્માની ઓવરમાં બોલ્ડ થઇ. ગુજરાતે 65 રને ત્રીજી વિકેટ ગુમાવી દીધી. ટીમે 7 ઓવરમાં 50 રન પુરા કર્યા હતા.



  • Jan 22, 2026 19:55 IST

    WPL 2026 GG vs UPW LIVE : ગુજરાતે 43 રનમાં બીજી વિકેટ ગુમાવી

    ડેની વ્યાટ હોજ 8 બોલમાં 3 ફોર સાથે 14 રને આઉટ થઇ. જ્યારે અનુષ્કા શર્મા 8 બોલમાં 3 ફોર સાથે 14 રને કાંતિ ગૌડની ઓવરમાં બોલ્ડ થઇ. ગુજરાતે 43 રનમાં બીજી વિકેટ ગુમાવી.



  • Jan 22, 2026 19:11 IST

    WPL 2026 GG vs UPW LIVE : યુપી વોરિયર્સ પ્લેઇંગ ઇલેવન

    કિરણ નવગીરે, મેગ લેનિંગ (કેપ્ટન), ફોબી લિચફિલ્ડ, હરલીન દેઓલ, ચાલોએ ટ્રાયોન, શ્વેતા સેહરાવત, દીપ્તિ શર્મા, સોફી એક્લેસ્ટોન, આશા શોભના, શિખા પાંડે, ક્રાંતિ ગૌડ.



  • Jan 22, 2026 19:10 IST

    WPL 2026 GG vs UPW LIVE : ગુજરાત જાયન્ટ્સ પ્લેઇંગ ઇલેવન

    સોફી ડિવાઇન, બેથ મૂની, અનુષ્કા શર્મા, એશ્લે ગાર્ડનર (કેપ્ટન), ડેની વ્યાટ હોજ, ભારતી ફુલમાલી, કનિકા આહુજા, કાશ્વી ગૌતમ, હેપ્પી કુમારી, રેણુકા સિંહ, રાજેશ્વરી ગાયકવાડ.



  • Jan 22, 2026 19:05 IST

    WPL 2026 GG vs UPW LIVE : યુપી વોરિયર્સે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    મહિલા પ્રીમિયર લીગ 2026 ની 14મી મેચમાં ગુજરાત જાયન્ટ્સ સામે યુપી વોરિયર્સની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ વડોદરાના BCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. 



  • Jan 22, 2026 18:07 IST

    WPL 2026 GG vs UPW LIVE : ગુજરાત વિ યુપી વોરિયર્સ વચ્ચે ટક્કર

    મહિલા પ્રીમિયર લીગ 2026 ની 14મી મેચ ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ વચ્ચે રમાશે. આ મેચ વડોદરાના BCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. બન્ને ટીમો માટે આ મેચમાં જીત ઘણી જરુરી છે. બન્નેના 5 મેચમાં 2 જીત સાથે 4 પોઇન્ટ છે.



વિમેન્સ પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પોર્ટ્સ