‘બૉમ્બ સાયક્લોન’: યુએસ અને કેનેડામાં જોવા મળતું તોફાની વાવાઝોડું

Bomb cyclone: હવામાનશાસ્ત્રી અને રાષ્ટ્રીય હવામાન સેવાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે જ્યાં ધ્રુવીય વમળમાંથી ઠંડકવાળી આર્ક્ટિક હવા પૂર્વમાં ખૂબ જ ગરમ હવામાં મળે છે અને બોમ્બ ચક્રવાતની શરતો ગ્રેટ લેક્સ પર પુરી થાય છે.

Written by shivani chauhan
December 26, 2022 15:27 IST
‘બૉમ્બ સાયક્લોન’: યુએસ અને કેનેડામાં જોવા મળતું તોફાની વાવાઝોડું

Henry Fountain :યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડાના મોટાભાગના વિસ્તારોમાં તોફાની વાવાઝોડાને આગાહીકારો “બોમ્બ ચક્રવાત” કહે છે. જ્યારે આ પ્રકારનું વાવાઝોડું અતિશય નથી પરંતુ, આ વાવાઝોડું ખૂબ જ મજબૂત છે જે વધારે પવનો સાથે ઘણા વિસ્તારોમાં ભારે બરફ અથવા વરસાદ લાવે છે.

જ્યારે નીચા દબાણવાળી હવા ઊંચા દબાણવાળા સમૂહને મળે ત્યારે તોફાનો રચાય છે. હવા ઊંચા દબાણથી નીચા તરફ વહે છે અને પવન બનાવે છે. બોમ્બ ચક્રવાત એવું વ્યાખ્યાયિત કરે છે કે લો-પ્રેશર માસમાં દબાણ કેટલી ઝડપથી ઘટે છે એટલે કે 24 કલાકમાં ઓછામાં ઓછા 24 મિલિબાર્સ જેટલી ઝડપથી ઘટે છે. આ ઝડપથી બે હવાની વચ્ચેના દબાણના તફાવત અથવા ઢાળમાં વધારો કરે છે, જે પવનને વધુ મજબૂત બનાવે છે. ઝડપી તીવ્રતાની આ પ્રક્રિયાનું નામ બોમ્બોજેનેસિસ છે.

જેમ જેમ પવન ફૂંકાય છે તેમ તેમ પૃથ્વીનું પરિભ્રમણ ચક્રવાતની અસર ઉત્પન્ન કરે છે. ઉત્તર ગોળાર્ધમાં દિશા ઘડિયાળની વિરુદ્ધ દિશામાં છે.

આ પણ વાંચો: Nepal PM: 6 પાર્ટીઓનું ગઠબંધન તૈયાર, પુષ્પ કમલ દહલ બનશે નેપાળના આગામી પ્રધાનમંત્રી

જ્હોન મૂરે, હવામાનશાસ્ત્રી અને રાષ્ટ્રીય હવામાન સેવાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે બોમ્બ ચક્રવાત માટેની શરતો ગ્રેટ લેક્સ પર પુરી થઈ હતી, જ્યાં ધ્રુવીય વમળમાંથી ઠંડકવાળી આર્ક્ટિક હવા પૂર્વમાં ખૂબ જ ગરમ હવામાં મળે છે.

આ ઉપરાંત તેમને કહ્યું કે, હવાનું દબાણ ઘટીને ઓછામાં ઓછું 962 મિલિબાર થયું, જ્યારે બીજી જગ્યાએ તે 1,047 મિલિબાર જેટલું ઊંચું હતું. “તે ખરેખર શાર્પ ઢાળ છે.”

આ પણ વાંચો: ચીનમાં કોરોના કહેરથી લાશોના ઢગલા, ભારતની ચિંતા વધી

જ્હોન મુરે જણાવ્યું હતું કે, જ્યાં 2 હવાનો સમૂહ મળે છે તે આર્કટિક ફ્રન્ટ તરીકે ઓળખાય છે. તે વિસ્તાર ઉત્તર અને પૂર્વ તરફ આગળ વધે છે, બોમ્બેજેનેસીસની પરિસ્થિતિઓ પણ આગળ વધતી રહવે જરૂરી છે.

પરંતુ આર્ક્ટિક હવા દેશના મોટા ભાગોમાં ફેલાતી હોવાથી તે અંતે ગરમ થાય છે અને દબાણનો તફાવત ઘટાડશે આ ઉપરાંત તોફાન વિખેરાય જશે. તેમણે જણાવ્યું હતું કે, અને આગામી અઠવાડિયે દેશના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશથી વધારે તાપમાનની આગાહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ