scorecardresearch

યુરોપમાં શિયાળાની ઋતુમાં ગરમી વધવાનું કારણ શું છે?

Heat dome : ગરમીનો ગુંબજ ( Heat dome) ત્યારે થાય છે જયારે ઉચ્ચ દબાણનો વિસ્તાર વાસણ પરના ઢાંકણની જેમ ગરમ હવાને તે પ્રદેશમાં જકડી રાખે છે. જેટલો લાંબો સમય હવા જકડાયેલી રહે છે, તેટલો વધુ સૂર્ય હવાને ગરમ કરવાનું કામ કરે છે, અને દર બીજા દિવસે તાપમાન વધારે ગરમ થતું જાય છે. હિટ ડોમ ( Heat dome) સામાન્ય રીતે થોડા દિવસો માટે રહે છે પરંતુ કેટલીકવાર તે અઠવાડિયા સુધી લંબાય છે, જે ઘાતક ગરમીના મોજાઓનું કારણ બની શકે છે.

યુરોપમાં શિયાળાની ઋતુમાં ગરમી વધવાનું કારણ શું છે?
ક્લાઈમેટોલોજિસ્ટ્સે સૂચવ્યું હતું કે તાપમાન ઉનાળા અથવા વસંતના સ્તરે વધે છે. (AP/ફાઈલ)

Alind Chauhan :સોમવારે ( બીજી જાન્યુઆરી) ધ વોશિંગ્ટન પોસ્ટે એક રિપોર્ટ આપ્યો હતો કે ન્યુ યર વિકેન્ડ પર યુરોપના કેટલાક ભાગોમાં ભર શિયાળામાં ગરમીની લહેર જોવા મળી હતી. તેને એક “આત્યંતિક ઘટના” ગણાવતા, નિષ્ણાતોએ કહ્યું કે તાપમાન સામાન્ય કરતા 10 થી 20 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું છે.

રીપોર્ટ અનુસાર, જાન્યુઆરીમાં ઓછામાં ઓછા સાત દેશોમાં અત્યાર સુધીનું સૌથી ગરમ હવામાન નોંધાયું છે. જેમાં પોલેન્ડ, ડેનમાર્ક, ચેક રિપબ્લિક, નેધરલેન્ડ, બેલારુસ, લિથુઆનિયા અને લાતવિયાનો સમાવેશ થાય છે.

ક્લાઈમેટોલોજિસ્ટ્સે સૂચવ્યું હતું કે તાપમાન ઉનાળા અને વસંત ઋતુની જેમ વધી રહ્યું છે. ઉદાહરણ તરીકે, પોલેન્ડના એક ગામમાં કોર્બિલમાં, પારો 19 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો હતો, આ તાપમાન સામાન્ય રીતે મે મહિનામાં રહે છે. ધ ગાર્ડિયન તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, હાલ જાન્યુઆરીમાં વાર્ષિક સરેરાશ એક ડિગ્રી સેલ્સિયસ કરતા 18 ડિગ્રી સેલ્સિયસ વધુ છે.”

આ દરમિયાન બેલારુસમાં, જ્યાં તાપમાન સામાન્ય રીતે શૂન્ય ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે, તે 1 જાન્યુઆરીમએ 16.4 ડિગ્રી સેલ્સિયસની ટોચે પહોંચી ગયું હતું.

આ પણ વાંચો: Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો

ધ વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ મુજબ, આ પ્રદેશ પર ગરમીના ગુંબજની ( heat dome) રચનાને લીધે મહાદ્રિપ ભારે ગરમીનો અનુભવ કરી રહ્યો છે.

ગરમીનો ગુંબજ (heat dome) શું છે અને કેવી રીતે આવું થાય છે? જાણો

ગરમીનો ગુંબજ (heat dome) શું છે?

ગરમીનો ગુંબજ ત્યારે થાય છે જયારે ઉચ્ચ દબાણનો વિસ્તાર વાસણ પરના ઢાંકણની જેમ ગરમ હવાને તે પ્રદેશમાં જકડી રાખે છે. જેટલો લાંબો સમય હવા જકડાયેલી રહે છે, તેટલો વધુ સૂર્ય હવાને ગરમ કરવાનું કામ કરે છે, અને દર બીજા દિવસે તાપમાન વધારે ગરમ થતું જાય છે. હિટ ડોમ સામાન્ય રીતે થોડા દિવસો માટે રહે છે પરંતુ કેટલીકવાર તે અઠવાડિયા સુધી લંબાય છે, જે ઘાતક ગરમીના મોજાઓનું કારણ બની શકે છે.

વૈજ્ઞાનિકો સૂચવે છે કે ઉચ્ચ દબાણનો કોઈપણ પ્રદેશ, પછી ભલે તે ગરમીનો ગુંબજ (heat dome) હોય કે ન હોય, હવાને જમીન પર પહોંચવા દબાણ કરે છે, તે સંકુચિત થાય છે અને વધુ ગરમ બને છે. આ ઉપરાંત, જયારે હવાનું દબાણ વધે છે અને નીચે જમીન પર આવે છે ત્યારે હવા ડ્રાય થઇ જાય છે અને વિસ્તારનું તાપમાન વધારે છે.

આ પણ વાંચો: પીએમ નરેન્દ્ર મોદીએ કિંગ ચાર્લ્સ-III સાથે ફોન પર કરી વાતચીત

ગરમીનો ગુંબજ કેવી રીતે રચાય છે?

ગરમીના ગુંબજ (heat dome) ની રચના જેટ પ્રવાહની વર્તણૂક સાથે સંબંધિત છે , જેટ પ્રવાહ વાતાવરણમાં ઝડપી ગતિશીલ હવાનો વિસ્તાર છે. એવું માનવામાં આવે છે કે જેટ સ્ટ્રીમ તરંગ જેવી પેટર્ન ધરાવે છે જે ઉત્તરથી દક્ષિણ તરફ અને પછી ફરીથી ઉત્તર તરફ જતી રહે છે. જ્યારે આ તરંગો મોટા થાય છે, ત્યારે તેઓ ધીમે ધીમે આગળ વધે છે અને ક્યારેક સ્થિર બની શકે છે. આ ત્યારે થાય છે જ્યારે ગરમીનો ગુંબજ રચાય છે.

જો કે હિટ ડોમ હંમેશા હવામાં હાજર હોય શકે છે, સંશોધકો કહે છે કે, આબોહવા પરવિર્તન તેમને વધુ તીવ્ર અને લાંબા સમય સુધી બનાવી શકે છે.

ગરમીના ગુંબજના કેટલાક અગાઉના ઉદાહરણો શું છે?

2021 માં, પશ્ચિમ કેનેડા અને યુ.એસ. પર ગરમીનો ગુંબજ રચાયો, જેના કારણે ઘાતક ગરમીના તરંગો સર્જાયા. યુ.એસ.ના ઓરેગોનમાં પોર્ટલેન્ડ શહેરમાં તાપમાનનો પારો 46 ડિગ્રી સેલ્સિયસ સુધી વધ્યો હતો જ્યારે વોશિંગ્ટનમાં તાપમાન 49 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. બ્રિટિશ કોલંબિયાના લિટનમાં તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસથી વધી ગયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ભારે હવામાન ઘટનાને કારણે સેંકડો લોકોના મોત થયા હોવાનું માનવામાં આવે છે.

ત્યારબાદ, વર્ષ 2022ના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ હિટ ડોમ આબોહવા પરિવર્તન દ્વારા વધારે થયો હતો અને જો વૈશ્વિક તાપમાનને પહેલાના ઔદ્યોગિક સ્તરો કરતા 2 ડિગ્રી સેલ્સિયસની નીચે ન રાખવામાં આવે તો 10 વર્ષમાં એકવાર આવી ઘટના બનવની શક્યતા રહે છે.

સંશોધકોએ જણાવ્યું હતું કે ડ્રાય માટી જે વધતા તાપમાનની અસરમાંની એક છે. પેસિફિક ઉત્તરપશ્ચિમના વિવિધ વિસ્તારોમાં ગરમીને તીવ્ર બનાવે છે, જે પહેલાની ગરમી કરતા વધારે હોય છે.

સપ્ટેમ્બર વર્ષ 2022માં યુ.એસ. માં વધુ એક હિટ ડોમ થયો હતો અને તાપમાનમાં વધારો કર્યો હતો. વધુ પડત ગરમીના લીધે જંગલમાં આગને વેગ આપ્યો અને પાવર ગ્રીડ પણ ખેંચાઈ ગયા હતા.

Web Title: Heat dome wave europe climate change in the world global worming u s canada

Best of Express