નેપાળમાં એક મોટા રોડ પર અકસ્માતની દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા હતા અને લગભગ 15 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના મધ્ય નેપાળ કવરેપાલનચોક જિલ્લામાં મંગળવારે સાંજે થઇ હતી. કવરેપાલનચોકના એસપી ચક્રરાજ જોશી એએનઆઈએ કહ્યું કે, ” ધાર્મિક સમારોહથી આવેલા લોકોને લઇ જનારી બસ સાંજે લગભગ 6:30 વાગે (સ્થાનીય સમયાનુસાર) દુર્ઘટનાગ્રસ્ત થઇ હતી. આ દુર્ઘટનામાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા આવ્યા હતા.”
એસપી ચક્રરાજ જોશી મુજબ ત્રણ લોકોની મોત ઘટનાસ્થળે પર થઇ હતી, જયારે અન્ય લોકોની મોત હોસ્પિટલ લઇ જતી વખતે થઇ હતી. રાજધાની કાઠમંડુથી લગભગ 90 km દૂર બેથનચોક ગ્રામ પરિષદના અધ્યક્ષ ભગવાન અધિકારીએ કહ્યું કે બીએ 3 કેએચએ 4385 નંબર વળી બસ સાંજની દુર્ઘટનાનો શિકાર બની હતી.
આ પણ વાંચો: India China Conflict : ભારત ચીન સંઘર્ષ, LAC વિવાદ ક્યાં, શા માટે અને હવે શું થશે?
સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ત્યારબાદ બચાવ કાર્ય શરૂ કરાયું હતું. ઘાયલોને તુરંત હોસ્પિટલ પહોચાડવાં આવ્યા હતા. રાહત કાર્ય ઝડપી થાય તે માટે બુલડોઝર પણ લગાવ્યું હતું. અધિકારીઓ મુજબ, ઇજાગ્રસ્તોની સારવાર શિર મેમોરિયલ હોસ્પિટલ અને ધુલીખેલ હોસ્પિટલમાં ચાલી રહી છે. તેમાં ઘણા લોકોની હાલત હજુ ગંભીર છે.
આ પહેલા ઓક્ટોબર 2017માં નેપાલમાં ધદીદ જિલ્લામાં યાત્રીઓની ભરેલી બસનું અકસ્માત થતા નદીમાં પડી જવાને લીધે ઓછામાં ઓછા 31 લોકોના મોત થયા હતા. મૃતકોમાં એક ભારતીય મહિલા પણ શામેલ હતી. ધદીદ પોલીસના અનુસાર કાઠમંડુથી લગભગ 70 કિલોમીટર પશ્ચિમમાં ઘટબેસી મોડ પર બસ સવારે લગભગ 5 વાગે દુર્ઘટનાગસ્ત થતા ત્રિશુલી નદીમાં પડી ગઈ હતી. નેપાળ સેનાના જવાનો સહીત સુરક્ષા બળ અને શસસ્ત્રના જવાનોએ પૃથ્વી રાજમાર્ગથી દુર્ઘટનાગસ્તથી નદીમાંથી 16 ઘાયલ યાત્રીઓને બહાર નીકળ્યા હતા.
આ પણ વાંચો: એલન મસ્ક દુનિયાના સૌથી અમીરોની લિસ્ટમાં બીજા સ્થાને, સંપત્તિમાં થયો ઘટાડો, જાણો અહીં
દુર્ઘટનાનું કારણ નબળી દ્રષ્ટિને ગણાવ્યું હતું. તેના લીધે એકે રસ્તા પર સ્પીડમાં બસ પર નિયંત્રણ ચાલકના હાથમાં ન રહેતા બસ પલટી હતી. પોલીસએ કહ્યુ કે બસમાં 52 યાત્રી યાત્રા કરી રહ્યા હતા.