UN Security Council: સ્થાયી સભ્ય માટે ભારતને મળ્યો યુકે અને ફ્રાન્સનો સાથે, UNમાં ચીન અને પાકિસ્તાન ઉપર વરસ્યા જયશંકર

Indian in UNO: બ્રિટેન લાંબા સમયથી સ્થાયી અને બિન સ્થાયી બંને શ્રેણીઓમાં વિસ્તારનું આહ્વાન કર્યું હતું. બ્રિટેનના વિદેશ મંત્રી આ સપ્તાહે જાહેરમાં કહ્યું હતું કે અમે બ્રાઝીલ, જર્મની, ભારત અને જાપાન માટે નવી સ્થાયી સીટોનું સમર્થન કરીએ છીએ.

Written by Ankit Patel
Updated : December 15, 2022 08:09 IST
UN Security Council: સ્થાયી સભ્ય માટે ભારતને મળ્યો યુકે અને ફ્રાન્સનો સાથે, UNમાં ચીન અને પાકિસ્તાન ઉપર વરસ્યા જયશંકર
યુએન ફાઇલ તસવીર

UK And France Extend Support For Standing Membership Of India: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની સ્થાયી સભ્યતા મેળવવાના અભિયાનમાં બ્રિટેને પોતાનું સમર્થન આપ્યું છે. બ્રિટેન, ફ્રાન્સ અને યુએઈએ બુધવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના સ્થાયી સભ્ય માટે પોતાનું સમર્થન આપ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રમાં બ્રિટેનની સ્થાયી પ્રતિનિધિ ડેમ બારબારા વુડવર્ડે કહ્યું હતું કે સુરક્ષા પરિષદમાં આજે દુનિયાનું સૌથી વધારે પ્રતિનિધિત્વ હોવું જોઈએ અને બ્રિટેન લાંબા સમયથી સ્થાયી અને બિન સ્થાયી બંને શ્રેણીઓમાં વિસ્તારનું આહ્વાન કર્યું હતું. બ્રિટેનના વિદેશ મંત્રી આ સપ્તાહે જાહેરમાં કહ્યું હતું કે અમે બ્રાઝીલ, જર્મની, ભારત અને જાપાન માટે નવી સ્થાયી સીટોનું સમર્થન કરીએ છીએ. સંયોગથી ભારત ડિસેમ્બર 2022ના મહિના માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા કરી રહ્યું છે.

યુએનમાં ફ્રાન્સના સ્થાયી પ્રતિનિધિ એમ્બેસેડર નિકોલસ ડી રિવેરે જણાવ્યું હતું કે, “અમે સુરક્ષા પરિષદના વિસ્તરણને સમર્થન આપીએ છીએ, જેમાં વિશ્વમાં સ્થાયી હાજરીની જવાબદારી સ્વીકારવાની ક્ષમતા ધરાવતી નવી શક્તિઓના ઉદભવને ધ્યાનમાં લઈએ છીએ. સુરક્ષા પરિષદ”

વિદેશ મંત્રીએ કહ્યું- સુધારાની ચર્ચા દિશાવિહીન થઈ ગઈ છે

વિદેશમંત્રી એસ જયશંકરે બુધવારે સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ભારતની ચાલી રહેલી અધ્યક્ષતાના ઉચ્ચ સ્તરીય મંત્રી સ્તરીય હસ્તાક્ષર કાર્યક્રમોની અધ્યક્ષતા કરી હતી. આ કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું “સુધારાઓ પરની ચર્ચા દિશાહીન થઈ ગઈ છે જ્યારે વાસ્તવિક દુનિયા નાટકીય રીતે બદલાઈ ગઈ છે. અમે UNSC ઓપનને આર્થિક સમૃદ્ધિ, તકનીકી ક્ષમતાઓ, રાજકીય પ્રભાવ અને વિકાસલક્ષી પ્રગતિના સંદર્ભમાં જોઈએ છીએ.”

ગુનેગારોને ન્યાયી ઠેરવવા બહુપક્ષીય મંચોના દુરુપયોગ પર ચિંતા વ્યક્ત કરે છે

જયશંકરે કહ્યું, “77મી યુએનજીએમાં આપણે બધા સુધારાની તરફેણમાં વધતી જતી લાગણીના સાક્ષી છીએ. અમારો પડકાર આને નક્કર પરિણામોમાં રૂપાંતરિત કરવાનો છે.”

આ પણ વાંચોઃ- નેપાળમાં ભયાનક માર્ગ અકસ્માત, બસ પલટી જવાથી 13 લોકોના મોત, 15 હોસ્પિટલમાં દાખલ

આતંકવાદના પડકાર પર બોલતા તેમણે કહ્યું કે “જેમ કે વિશ્વ વધુ સામૂહિક પ્રતિસાદ સાથે એકસાથે આવી રહ્યું છે, તેમ છતાં ગુનેગારોને ન્યાયી ઠેરવવા અને રક્ષણ આપવા માટે બહુપક્ષીય મંચોનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.” તેમનો સંદર્ભ ચીન અને પાકિસ્તાન તરફ હતો.

ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું

સંયુક્ત રાષ્ટ્રમાં ચીન અને પાકિસ્તાનના વલણ અંગે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે આકરા શબ્દોમાં ટીકા કરી હતી. વિદેશ મંત્રી ડૉ એસ જયશંકર અને યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે બુધવારે ન્યૂયોર્કમાં યુએન હેડક્વાર્ટર ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું હતું. યુનોના નોર્થ લૉન ગાર્ડનમાં કાયમી ધોરણે સ્થાપિત થનારી ગાંધીજીની આ પ્રથમ પ્રતિમા છે.

આ પણ વાંચોઃ- એલન મસ્ક દુનિયાના સૌથી અમીરોની લિસ્ટમાં બીજા સ્થાને, સંપત્તિમાં થયો ઘટાડો, જાણો અહીં

કાર્યક્રમ દરમિયાન જયશંકરે કહ્યું, “આજે જ્યારે વિશ્વ હિંસા, સશસ્ત્ર સંઘર્ષો અને માનવતાવાદી સંકટથી ઝઝૂમી રહ્યું છે, ત્યારે મહાત્મા ગાંધીના સિદ્ધાંતો વિશ્વમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે આપણને માર્ગદર્શન આપતા રહેવું જોઈએ.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ