આજનો ઇતિહાસ 1 એપ્રિલ : ઓડિશા સ્થાપના દિન, RSSના સ્થાપક કેશવ બલિરામ હેડગેવારનો જન્મદિવસ

Today history 1 April : આજે 1 એપ્રિલ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે એપ્રિલ ફૂલ ડે અને ઓડિશા સ્થાપના દિવસ છે. ઉપરાંત રાષ્ટ્રીય સેવક સંઘના સ્થાપક કેશવ બલિરામ હેડગેવારનો જન્મ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Today history 1 April : આજે 1 એપ્રિલ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે એપ્રિલ ફૂલ ડે અને ઓડિશા સ્થાપના દિવસ છે. ઉપરાંત રાષ્ટ્રીય સેવક સંઘના સ્થાપક કેશવ બલિરામ હેડગેવારનો જન્મ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
today history

આજના દિવસો ઇતિહાસ

Today history 1 April : આજે 1 એપ્રિલ 2023 (1 April) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ઓડિશા સ્થાપના દિવસ (Odisha Day) છે, વર્ષ 1936માં આજના દિવસે વર્ષ 1936ના રોજ ઓડિશાને સ્વતંત્ર પ્રાંત બનાવવામાં આવ્યું હતું. આજે એપ્રિલ ફૂલ ડે (April Fools day) પણ છે. ઉપરાંત રાષ્ટ્રીય સેવક સંઘના (RSS) સ્થાપક કેશવ બલિરામ હેડગેવારનો (keshav baliram hedgewar) જન્મ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (1 April history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

Advertisment

1 એપ્રિલની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1936 - ભારતના ઓડિશા રાજ્યની સ્થાપના કરવામાં આવી, જે અગાઉ કલિંગ અથવા ઉત્કલ તરીકે ઓળખાતું હતું.

ઓડિશા સ્થાપના દિવસ

ઓડિશા સ્થાપના દિવસ 1 એપ્રિલે ઉજવવામાં આવે છે. 1 એપ્રિલ 1936ના રોજ ઓડિશાને સ્વતંત્ર પ્રાંત બનાવવામાં આવ્યું હતું. આઝાદી બાદ ઓડિશા અને તેની આસપાસના રાજાઓએ તેમના રજવાડા ભારત સરકારને સોંપી દીધા. રજવાડાઓના વિલીનીકરણ (ગવર્નર્સ પ્રોવિન્સ) ઓર્ડર 1949 હેઠળ જાન્યુઆરી 1949માં ઓડિશાના તમામ રજવાડાઓ સંપૂર્ણપણે ઓડિશા રાજ્યમાં વિલીન થઈ ગયા. ઓડિશાના ઘણા પ્રાચીન નામો છે જેમ કે કલિંગ, ઉત્કલ અને ઉદ્રા, પરંતુ આ પ્રદેશ મુખ્યત્વે ભગવાન જગન્નાથની ભૂમિ માટે પ્રખ્યાત છે. ભગવાન જગન્નાથ ઓડિશાના સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક જીવન સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. ઓડિશામાં દર વર્ષે અષાઢ મહિનામાં યોજાતી જગન્નાથ યાત્રા વિશ્વ પ્રસિદ્ધ છે તેને જોા માટે દેશ-દુનિયામાંથી મોટો પ્રમાણમાં લોકો આવે છે.

આ પણ વાંચો- 31 માર્ચનો ઇતિહાસ : એફિલ ટાવર દિવસ, ભારતની પ્રથમ મહિલા ડૉક્ટર આનંદીબાઇ ગોપાલ જોશીની જન્મજયંતિ

Advertisment

1973 - ભારતના કોર્બેટ નેશનલ પાર્કમાં ચિત્તાઓને બચાવવા માટે 'સેવ ટાઈગર' અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

1979 - ઈરાન મુસ્લિમ પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે જાહેર.

1996 - બેંક ઓફ ટોક્યો અને મિત્સુબિશી બેંકના વિલીનીકરણથી અસ્તિત્વમાં આવેલી વિશ્વની સૌથી મોટી બેંક - બેંક ઓફ ટોક્યો-મિત્સુબિશીએ તેની કામગીરી કાર્ય શરૂ કરી.

1997 - માર્ટિના હિંગિસ ટેનિસ ઇતિહાસમાં સૌથી નાની વયની મહિલા નં-1 ખેલાડી બની.

2001 - યુગોસ્લાવિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મિલોસેવિકે આત્મસમર્પણ કર્યું.

2004 - મુલ્તાનમાં ભારતે પાકિસ્તાનની ધરતી પર પહેલી જીત હાંસલ કરતા પાકિસ્તાનને 52 રનની હરાવ્યું.

2005 - નેપાળમાં કટોકટી લાગુ થયા બાદ ધરપકડ કરાયેલા ગિરિજા પ્રસાદ કોઇરાલાની સાથે 285 રાજકીય કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા.

2006 - રિયો ડી જાનેરોમાં વિમાન દુર્ઘટનામાં 19 લોકોના મોત થયા.

2007-5 નેપાળની વચગાળાની સરકારમાં માઓવાદી નેતાઓનો સમાવેશ.

2008 - મુંબઈની વિશેષ અદાલતે રૂ. 47 કરોડના શેર કૌભાંડ કેસમાં કેતન પારેખ અને હિતેન દલાલ સહિત પાંચને એક વર્ષની કેદની સજા ફટકારી છે. અમેરિકામાં ભારતીય મૂળના વૈજ્ઞાનિકોએ નવી ઇમેજિંગ સિસ્ટમ ડિઝાઇન કરી છે. દક્ષિણ અમેરિકાના પેરુમાં 4000 વર્ષ જૂનો સોનાનો હાર મળ્યો.

2010 - રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ પ્રતિભા સિંહ પાટીલની વિગતોની નોંધણી સાથે 15મી વસ્તી ગણતરીનું કામ શરૂ થયું. આ અંતર્ગત વસ્તીનો બાયોમેટ્રિક ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચોઃ 30 માર્ચ : રાજસ્થાન દિવસ, શીખ ધર્મ ગુરુ હર કિશન સિંહની પુણ્યતિથિ

'એપ્રિલ ફૂલ ડે'

1 એપ્રિલના રોજ એપ્રિલ ફૂલ ડે અથવા 'મૂર્ખ બનાવવાનો દિવસ' (April Fools Day) તરીકે ઉજવાય છે. સમગ્ર વિશ્વમાં 1 એપ્રિસને આનંદ અને હાસ્ય સાથે એકબીજાને મૂર્ખ બનાવીને ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો તેમના મિત્રો, પડોશીઓ અને પરિવારના સભ્યોને ખૂબ જ વિચિત્ર રીતે ભેટો આપીને, ટીખળ, મૂર્ખામી જેવી પ્રવૃત્તિઓ અને મજાક કરીને આનંદ માણે છે.

આ પણ વાંચોઃ 29 માર્ચ : મંગલ પાંડે એ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે વિદ્રોહનું રણશિંગુ ફૂંક્યું

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • વીરેન્દ્ર સિંહ (1986) - ભારતના ફ્રી સ્ટાઇલ કુસ્તીબાજ.
  • ઓ. પી. શર્મા (1952) - ભારતના પ્રખ્યાત જાદુગર હતા.
  • જબીન જલીલ (1936) - હિન્દી સિનેમાની 1950 અને 60ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી હતી.
  • પ્રાણ કૃષ્ણ પારિજા (1891) - ભારતના પ્રખ્યાત વૈજ્ઞાનિક
  • ફૌજા સિંહ (1911) - એથ્લીટ
  • મોહમ્મદ હામિદ અંસારી (1937) - ભારતના 13મા ઉપરાષ્ટ્રપતિ
  • 1941-અજીત વાડેકર - ભારતના પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી હતા.
  • કેશવ બલિરામ હેડગેવાર (1989)- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક અને ક્રાંતિકારી હતા.
  • જોગેશ દાસ (1927) - આસામી ભાષાના પ્રખ્યાત લેખકોમાંના એક હતા.

આ પણ વાંચોઃ 28 માર્ચનો ઇતિહાસ : ‘ડાયાબિટીસ એલર્ટ ડે’, ઝડપથી ફેલાઇ રહેલી બીમારી અંગે જાગૃત થવાની જરૂર

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી (1907) - આધુનિક ગુજરાતી સાહિત્યના વાર્તાકાર, કવિ, વિચારક, વિવેચક, ચરિત્ર લેખક અને ઇતિહાસકાર હતા.
  • સિરિલ રેડક્લિફ (1977) - ભારત-પાકિસ્તાનની વિભાજન રેખા તૈયાર કરનાર બ્રિટિશ વકીલ.
  • હેનરી એડવર્ડ રોબર્ટ્સ (2010) - જેમણે પર્સનલ કમ્પ્યુટર (PC) ના યુગની શરૂઆત કરી.
  • કૈલાશ વાજપેયી (2015) - હિન્દી ભાષાના પ્રખ્યાત લેખક
આજના દિવસનો ઇતિહાસ ટ્રેન્ડિંગ ન્યૂઝ આરએસએસ કરિયર