આજનો ઇતિહાસ 1 મે : ગુજરાત સ્થાપના દિવસ, મહારાષ્ટ્ર દિન અને આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ

Today history 1 May : આજે 1 મે 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ, મહારાષ્ટ્ર સ્થાપના દિવસ અને આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Written by Ajay Saroya
Updated : May 01, 2023 11:40 IST
આજનો ઇતિહાસ 1 મે : ગુજરાત સ્થાપના દિવસ, મહારાષ્ટ્ર દિન અને આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ
ગુજરાતનો સ્થાપના દિવસ ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઉજવાય છે.

Today history 1 May : આજે 1 મે 2023 (1 May) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે. મહાગુજરાત આંદોલનના પ્રતાપે બૃહદ મુંબઇ રાજ્યના બે ભાગલા પડ્યા અને ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યા છે. તેની સાથે જ મરાઠી ભાષી મહારાષ્ટ્ર રાજ્ય અસ્તિત્વમાં આવ્યુ હતુ. આમ આજે મહારાષ્ટ્ર સ્થાપના દિવસ પણ છે. દુનિયામાં શ્રમિકો – મજૂરો અને કામદારોની મહેતનનું સમ્માન અને તેમના અધિકારો પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 1 મેના રોજ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની ઉજવણી કરવામાં આવે છે. જાણો ઇતિહાસની તવારીખમાં (1 May history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

આજનો ઇતિહાસ

1 મેની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1945 – સોવિયેત રેડ આર્મી બર્લિનમાં પ્રવેશી.
  • 1960- બૃહદ મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ રાજ્ય બન્યુ. ગુજરાત સ્થાપના દિવસ

ગુજરાત સ્થાપના દિવસ

ભારતની આઝાદી બાદ વર્ષ 1947માં સરકારે દેશના પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને ભેગા કરીને ત્રણ રાજ્યો – સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઇ રાજ્યની સ્થાપના કરી હતી. વર્ષ 1956માં મુંબઇ રાજ્યોનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદારબાદ તેમજ મધ્યપ્રદેશના કેટલાંક વિસ્તારો ઉમેરવામાં આવ્યા અને તેને ‘બૃહદ મુંબઇ રાજ્ય’ નામ આપવામાં આવ્યું. આ નવા રાજ્યમાં ઉત્તર ગુજરાતી ભાષા બોલતા લોકો અને દક્ષિણમાં મરાઠી ભાષા બોલતા નાગરિકો રહેતા હતા. મહાગુજરાત આંદોલન અને અલગ મરાઠી રાજ્યની માંગણી બાદ 1 મે, 1960ના રોજ બૃહદ મુંબઇ રાજ્યના બે ભાગ પાડવામાં આવ્યા – તેને આજે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. આમ આજે ગુજરાત સ્થાપના દિવસની સાથે સાથે મહારાષ્ટ્ર સ્થાપના દિવસ પણ છે.

ગુજરાત સરકારે 1 મેને ગુજરાત ગૌરવ દિવસ તરીકે જાહેર કર્યો અને દર વર્ષે આ દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આ વખત ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી જામનગર ખાતે કરવામાં આવી રહી છે. ઉલ્લખનિય છે કે, ગુજરાત રાજ્યની સ્થાપના મહાન સમાજ સુધારક રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ 30 એપ્રિલનો ઇતિહાસ : આયુષ્માન ભારત દિવસ, એડોલ્ફ હિટલરે આત્મહત્યા કરી

  • 1984 – ફૂ દોરજી ઓક્સિજન વિના માઉન્ટ એવરેસ્ટ પર ચઢવામાં સફળ થયા.
  • 1993 – શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાણાસિંઘે પ્રેમદાસનું બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ થયું.
  • 1996 – યુનાઈટેડ નેશન્સે પોતાને સત્તાવાર રીતે ગરીબ જાહેર કર્યો.
  • 1998 – નાટોમાં પોલેન્ડ, હંગેરી અને ચેક રિપબ્લિકનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ સેનેટમાં પસાર થયો.
  • 1999 – નેપાળમાં ફાંસીની સજા નાબૂદ કરવામાં આવી.
  • 2000 – આંતરરાષ્ટ્રીય આંતર-સંસદીય સંઘે પાકિસ્તાન, આઇવરી કોસ્ટ અને સુદાનને દેશની સંસદ ભંગ કરવા બદલ સંઘના સભ્યપદમાંથી સસ્પેન્ડ કર્યા.
  • 2001 – લશ્કર એ તોયબા અને જૈશ એ મોહમ્મદને અમેરિકામાં આતંકવાદી સંગઠનો જાહેર કરવામાં આવ્યા, ભારતનો અમેરિકાની વિશેષ 301 યાદીમાં સમાવેશ.
  • 2002 – અમેરિકાની અપીલ પર ઇઝરાયેલે હેબ્રોનમાંથી સૈન્ય હટાવ્યું.
  • 2003 – ઈરાકના પ્રશાસક તરીકે અમેરિકન રાજદ્વારી પોલ બ્રોમરની નિમણૂક.
  • 2004 – 10 નવા રાષ્ટ્રો યુરોપિયન યુનિયનમાં જોડાયા.
  • 2005 – સદ્દામ હુસૈને શરતી મુક્તિની અમેરિકન ઓફરને નકારી કાઢી.
  • 2007 – ESPN દ્વારા ODI ક્રિકેટ રેન્કિંગમાં ભારત નવમા ક્રમે.
  • 2008- પાકિસ્તાનના તાલિબાન તરફી આતંકવાદી જૂથે ઉત્તર પશ્ચિમ સરહદી પ્રાંતના ડેરા આદમ ખેલ શહેર પર કબજો કર્યો. બેલારુસે અમેરિકાના 10 રાજદ્વારીઓને દેશ છોડવાનો આદેશ આપ્યો છે.
  • 2013- સ્વ. રમેશભાઈને શ્રદ્ધાંજલિ સ્વરૂપે તેમના 62માં જન્મદિવસે મજૂર દિવસ નિમિત્તે સર્વોદય આશ્રમ ટડિયાંવામાં આયોજીત સમારોહમાં ભારતકોશ પર રમેશભાઈને લગતી સામગ્રી વૈશ્વિક વાચકોને સમર્પિત કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ 29 એપ્રિલનો ઇતિહાસ : ઇન્ટરનેશનલ ડાન્સ ડે – નૃત્ય એટલે લાગણી, પ્રેમ, સંસ્કૃતિ અને ભક્તિની અભિવ્યક્તિનું ઉત્તમ માધ્યમ

વિશ્વ મજૂર દિવસ

દુનિયાભરમાં 1 મેના રોજ વિશ્વ મજૂર દિવસ કે વિશ્વ શ્રમિક દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઇન્ટરનેશનલ લેબર ડેની ઉજવણીનો હેતુ શ્રમિકો – મજૂર – કામદારોની મહેનતને સમ્માન આપવાનો અને તેમના અધિકારી પ્રત્યે તેમને જાગૃત કરવાનો છે

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • સંદીપ કુમાર (1986) – ભારતીય એથ્લેટિક્સ.
  • હીરા સરનિયા (1969) – આસામના રાજકારણી.
  • અજય ભટ્ટ (1961) – ભારતીય જનતા પાર્ટીના નેતા.
  • આનંદ મહિન્દ્રા (1955) – ભારતીય ઉદ્યોગપતિ.
  • અરવિંદ દવે (1940)- ભારતની ગુપ્તચર સંસ્થા ‘રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ’ (RAW) ના ડિરેક્ટર.
  • નિરંજન નાથ વાંચુ (1910) – વરિષ્ઠ વહીવટી અધિકારી અને કેરળ અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ.
  • બલરાજ સાહની (1913) – પ્રખ્યાત હિન્દી ફિલ્મોના અભિનેતા.
  • મહામાયા પ્રસાદ સિંહા (1909) – ભારતીય રાજકારણી અને જલ ક્રાંતિ દળના રાજનેતા હતા.
  • મન્ના ડે (1920) – હિન્દી ફિલ્મોના પ્રખ્યાત ગાયક.
  • મધુ લિમયે (1922) – એક ભારતીય રાજકારણી અને સમાજવાદી આંદોલનના એક નેતા હતા.
  • શ્યામ લાલ યાદવ (1927) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી હતા.
  • નામવર સિંહ (1927) – પ્રખ્યાત કવિ અને હિન્દીના સમકાલીન વિવેચક.
  • 1926-બાબા ઈકબાલ સિંહ – કિંગરા શીખ સમુદાયના ભારતીય સામાજિક-આધ્યાત્મિક નેતા હતા.
  • એસ. એમ. કૃષ્ણા (1932) – ભારતીય રાજકારણી.
  • રમેશ ભાઈ (1951) – સમાજ સુધારક અને સર્વોદય આશ્રમ ટડિયાંવાના સ્થાપક.
  • જગદીશ વ્યોમ (1960) – ભારતના સમકાલીન કવિ અને લેખક.
  • વઝીર હસન (1872) – અગ્રણી રાષ્ટ્રવાદી મુસ્લિમ નેતા.
  • હંબીરરાવ મોહિતે (1632) – મરાઠા સામ્રાજ્યના કમાન્ડર હતા.

આ પણ વાંચોઃ 28 એપ્રિલનો ઇતિહાસ : બાજીરાવે અંતિમ શ્વાસ લીધા ને મસ્તાની સતી થઇ; કામ પર સલામતી અને આરોગ્ય માટેનો દિવસ

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • વિક્રમજીત કંવરપાલ (2021)- હિન્દી ફિલ્મોના અભિનેતા હતા.
  • દેબુ ચૌધરી (2021) – ભારતના પ્રખ્યાત સિતાર વાદક હતા.
  • નિર્મલા દેશપાંડે (2008) – ગાંધીવાદી વિચારધારા સાથે સંકળાયેલી પ્રખ્યાત મહિલા સામાજિક કાર્યકર.
  • રામ પ્રકાશ ગુપ્તા (2004) – ‘ભારતીય જનતા પાર્ટી’ના પ્રખ્યાત નેતા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને મધ્ય પ્રદેશના રાજ્યપાલ.
  • પ્રફુલચંદ ચાકી (1888) – સ્વતંત્રતા સેનાની.

આ પણ વાંચોઃ 27 એપ્રિલનો ઇતિહાસ : મુમતાઝ મહેલનો જન્મદિન, જેમની યાદમાં શાહજહાંએ ‘તાજમહેલ’ બનાવ્યો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ