આજનો ઇતિહાસ 14 એપ્રિલ : ભારતના બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ, નેશનલ ફાયર સર્વિસ ડે

Today history 14 April : આજે 14 એપ્રિલ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના બંધારણના ઘડવૈયા અને મહાન સમાજ સુધારક બાબાસાહેબ ડો. ભીમરાવ સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે. ઉપરાંત આજે ભારતમાં નેશનલ ફાયર સર્વિસ ડે પણ ઉજવાય છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Written by Ajay Saroya
Updated : April 14, 2023 11:59 IST
આજનો ઇતિહાસ 14 એપ્રિલ : ભારતના બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ, નેશનલ ફાયર સર્વિસ ડે
ભારતના બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકરને જન્મ 14 એપ્રિલ, 1891ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો.

Today history 14 April : આજે 14 એપ્રિલ 2023 (14 April) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના બંધારણના ઘડવૈયા અને મહાન સમાજ સુધારક બાબાસાહેબ ડો. ભીમરાવ સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે. ઉપરાંત આજે ભારતમાં નેશનલ ફાયર સર્વિસ ડે પણ ઉજવાય છે.જાણો ઇતિહાસની તવારીખમાં (14 April history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

14 એપ્રિલની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1995 – વર્ષ 2000 સુધીમાં યુક્રેનમાં સ્થિત ચેર્નોબિલ પરમાણુ પાવર પ્લાન્ટને બંધ કરવાની જાહેરાત, ભારત ચોથી વખત એશિયા કપ ક્રિકેટ ચેમ્પિયન બન્યું.
  • 1999 – મલેશિયાના પદભ્રષ્ટ નાયબ વડાપ્રધાન અનવર ઈબ્રાહિમને ભ્રષ્ટાચારના કેસમાં છ વર્ષની જેલની સજા.
  • 2000 – રશિયાની સંસદે અમેરિકા અને રશિયા વચ્ચે ‘સ્ટાર્ટ-2’ પરમાણુ શસ્ત્રો ઘટાડવાની સંધિને મંજૂરી આપી.
  • 2002 – આંતરરાષ્ટ્રીય અદાલતમાં ટ્રાયલનો સામનો કરી રહેલા સર્બિયન નેતાનું નિધન.
  • 2003 – ઇઝરાયેલના વડા પ્રધાન એરિયલ શેરોન પશ્ચિમ કાંઠેથી કેટલીક યહૂદી વસાહતો દૂર કરવા સંમત થયા.
  • 2004 – અમેરિકાના પ્રમુખ જ્યોર્જ બુશે ઈરાકને બીજું વિયેતનામ ન બનવા દેવાની ઘોષણા કરી.
  • 2005 – ભારત અને અમેરિકાએ એકબીજાની એરલાઇન્સ માટે પોતપોતાના ઉડાન ક્ષેત્રો ખોલવા માટે ઐતિહાસિક કરાર કર્યો.

આ પણ વાંચોઃ 13 એપ્રિલ : ‘જલિયાંવાલા બાગ હત્યાકાંડ’ અંગ્રેજોની નિર્દયતાનો કાળો અધ્યાય, ખાલસા પંથનો સ્થાપના દિવસ

  • 2006 – ચીનમાં પ્રથમ બૌદ્ધ વિશ્વ પરિષદ શરૂ થઈ.
  • 2008 – ઉત્તર પ્રદેશ સરકારે પશ્ચિમ ઉત્તર પ્રદેશનો ભૌગોલિક નકશો તૈયાર કરવાની જાહેરાત કરી. કિર્લોસ્કર બ્રધર્સને દામોદર વેલી કોર્પોરેશન (DVC) ના કોડરમા થર્મલ પાવર પ્રોજેક્ટમાંથી રૂ. 166 કરોડ 77 લાખનો ઓર્ડર મળ્યો. 40 વર્ષ પછી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે મૈત્રી એક્સપ્રેસ કોલકાતા અને બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી એકબીજાના દેશ માટે રવાના થઈ. પુરાતત્વવિદોએ ઇજિપ્તના સિનાઇ દ્વીપકલ્પમાં રોમન સમ્રાટ વેલેન્સના સમયથી પ્રાચીન સિક્કાઓ મળ્યા હોવાનો દાવો કર્યો.
  • 2010 – પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઓરિસ્સામાં ચક્રવાતી તોફાનમાં 123 લોકો મૃત્યુ પામ્યા.
  • 2011- રાષ્ટ્રીય સુરક્ષા સૂચકાંક (NSI) દ્વારા તાજેતરના સર્વેક્ષણમાં, ભારતને વિશ્વનો પાંચમો સૌથી શક્તિશાળી દેશ ગણવામાં આવ્યો હતો. આ યાદીમાં અમેરિકા પ્રથમ અને ચીન બીજા ક્રમે છે. જાપાન અને રશિયા અનુક્રમે ત્રીજા અને ચોથા ક્રમે છે. કામકાજ કરતી વસ્તીના સંદર્ભમાં, ભારત ત્રીજા ક્રમે છે, ચીન પ્રથમ ક્રમે છે. સંરક્ષણની દ્રષ્ટિએ ભારત ચોથી મહાસત્તા છે.

આ પણ વાંચોઃ 12 એપ્રિલ : વર્લ્ડ એવિએશન એન્ડ કોસ્મોનોટિક્સ ડે – રશિયાએ પ્રથમ માનવ અંતરિક્ષ યાન મોકલ્યું

નેશનલ ફાયર સર્વિસ ડે

ભારતમાં 14 એપ્રિલના રોજ રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન એટલે કે નેશનલ ફાયર સર્વિસ ડે (National Fire Service Day) ઉજવવામાં આવે છે. 14 એપ્રિલ, 1944ના રોજ, કપાસની ગાંસડીઓ, વિસ્ફોટકો અને યુદ્ધના સાધનો વહન કરતા ફોર્ટસ્ટીકન નામના માલવાહક જહાજમાં મુંબઈ બંદરે અકસ્માતે આગ લાગી હતી. આગ ઓલવતી વખતે જહાજમાં વિસ્ફોટક સામગ્રી હોવાના કારણે 66 ફાયર કર્મીઓ શહીદ થયા હતા. આ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા અને આગથી બચવાના ઉપાયો જણાવવા માટે આ દિવસ દેશભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી અંતર્ગત નાગરિકોને આગથી બચવા અને સાવચેતી અંગે જાગૃત કરવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ફાયર સેફ્ટી વીકનો હેતુ નાગરિકોને આગના કારણે થતા નુકસાન વિશે જાગૃત કરવાનો અને આગથી બચવા અને અટકાવવાના ઉપાયો વિશે માહિતગાર કરવાનો છે.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 11 એપ્રિલ : કસ્તુરબા ગાંધી અને જ્યોતિબા ફૂલેની જન્મજયંતિ

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • પ્રભાશંકર પટણી (1862) – ગુજરાતના જાહેર કાર્યકર હતા.
  • ડો. ભીમરાવ આંબેડકર (1891) – ભારતના સંવિધાનના ઘડવૈયા.
  • પુરાણચંદ જોશી (1907) – ભારતના સ્વતંત્રતા સેનાની.
  • શમશાદ બેગમ (1919) – હિન્દી ફિલ્મોની પ્રખ્યાત પ્લેબેક સિંગર.
  • ગવરી દેવી (1920) – રાજસ્થાનની પ્રખ્યાત માંડ ગાયિકા.
  • અલી અકબર ખાં (1922) – પ્રખ્યાત ભારતીય સંગીતકાર, શાસ્ત્રીય ગાયક અને સરોદ વાદક.
  • અવતાર એન્જીલ (1940) – કવિ અને લેખક.
  • લલિતા વકીલ (1954) – હિમાચલ પ્રદેશના કારીગર અને સામાજિક કાર્યકર.
  • કે.કે. સિવન (1957) – ભારતના અવકાશ વૈજ્ઞાનિક છે.

આ પણ વાંચોઃ 10 એપ્રિલ : ‘જળ સંશાધન દિવસ’ – ઝડપથી ઘટી રહેલું પાણી આગામી પેઢી માટે બચાવીયે…

બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ

ડૉ. ભીમરાવ રામજી આંબેડકર ભારતના લોકશાહી સંવિધાનના ઘડવૈયા, સમાજ સુધારક અને મહાન જનસેવક હતા. તેમનો જન્મ 14 એપ્રિલ, 1891ના રોજ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના અંબાવડે ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજી માલોજી સકપાલ અને માતાનુ નામ ભીમાબા મુરબાદકર હતું. તેઓ તેમના 14 ભાઇ-બહેનોમાં સૌથી નાના હતા. તેઓ એક બહુજન રાજકીય નેતા અને બૌદ્ધ પુનરુત્થાનવાદી પણ હતા. તેમનું સમગ્ર જીવન હિંદુ ધર્મની વર્ણ પ્રથા અને જાતી-જ્ઞાતિ વ્યવસ્થા સામે લડવામાં વિતાવ્યું. તેમને ભારત રત્નથી પણ નવાજવામાં આવ્યા છે. તેમની મહત્વપૂર્ણ સિદ્ધિઓ અને દેશ પ્રત્યેની અમૂલ્ય સેવાના પરિણામસ્વરૂપ ડૉ. ભીમરાવ આંબેડકરને આધુનિક યુગના મનુ કહીને સમ્માનિત કરવામાં આવ્યા હતા. તેમનું નિધન 6 ડિસેમ્બર, 1956ના રોજ દિલ્હી સ્થિત તેના નિવાસ સ્થાને થયુ હતું.

આ પણ વાંચોઃ 9 એપ્રિલનો ઇતિહાસ : ‘શૌર્ય દિવસ’- કચ્છના રણ મેદાનમાં ભારતના CRPF સૈનિકોએ પાકિસ્તાની આર્મીને ધૂળ ચટાડી

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • મંજુ સિંહ (2022) – હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી અને ફિલ્મ નિર્માતા.
  • ગિરીશ ચંદ્ર સક્સેના (ન) – જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ હતા.
  • જમશેદ જી જીજાભાઈ (1859) – તેમના વ્યવસાયથી ખૂબ સમૃદ્ધ બન્યા, દાનવીર હતા.
  • રમણ મહર્ષિ (1950) – વીસમી સદીના મહાન સંત અને સામાજિક કાર્યકર.
  • મોક્ષગુંડમ વિશ્વેશ્વરાય (1962), ભારતના મહાન એન્જિનિયર અને રાજદ્વારી.
  • રાહુલ સાંકૃત્યાયન (1963) – હિન્દી ભાષાના જાણીતા લેખક.
  • નીતિન બોઝ (1986) – પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક, સિનેમેટોગ્રાફર અને લેખક.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ